જામનગર જિલ્લા નાં કાલાવડના ગ્રામ્ય પંથકમાંથી એક સગીરાના અપહરણ તથા દુષ્કર્મ ગુજારવાના ગુન્હામાં સંડોવાયેલા મૂળ મધ્યપ્રદેશના શખ્સને કાલાવડ ગ્રામ્ય પોલીસે મોટા વડાળા ગામ માંથી પકડી પાડ્યો છે.
કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં ગયા વર્ષે એક સગીરાના અપહરણ તથા તેણી પર દુષ્કર્મ ગુજારવાનો ગુન્હો નોંધાયો હતો.
પોલીસે મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના વિમલ વેસ્તાભાઈ વાસ્કેલ નામના શખ્સ સામે પોક્સો સહિત ની કલમ અન્વયે ગુન્હો નોંધ્યો હતો.ગુન્હો નોંધાયા પછી આ શખ્સ નાસી ગયો હતો.
આ શખ્સ કાલાવડના મોટા વડાળા ગામમાં આવ્યો હોવાની બાતમી મળતા કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકના પીઆઈ એન.બી. ડાભીની સૂચનાથી દોડી ગયેલા પોલીસ સ્ટાફે આ શખ્સની અટકાયત કરી છે.