Connect with us

jamnagar

પશુ ડબ્બામાં 986 અબોલ જીવના મોત મેયરના મતે નેચરલ !

Published

on

જામનગર મહાનગરપાલિકા સંચાલિત એક જ પશુ ડબ્બામાં આ એક જ વર્ષમાં 986 અબોલ પશુઓ કમોતે મર્યા એમ છતાં પદાધિકારીઓ અને અધિકારીઓને દુ:ખ નથી, અને આ ભંગાર સંચાલન મુદ્દે તેઓને શરમ પણ નથી આવતી. અને આ વિભાગના કંટ્રોલિંગ અધિકારી વરણવા તો વળી લાજવાને બદલે ગાજે છે, પત્રકારોના પ્રશ્નોના સ્પષ્ટ જવાબો આપવાને બદલે વકીલની માફક દલીલો કરે છે !
મંગળવારે કોર્પોરેશનના વિપક્ષના નેતા, પૂર્વ નેતા અને બે નગરસેવિકાઓએ શહેરના રણજિતસાગર ડેમ નજીક આવેલાં, મહાનગરપાલિકા સંચાલિત પશુ ડબ્બાની મુલાકાત દરમિયાન જાહેર કર્યું કે, કોર્પોરેશનના રજિસ્ટર મુજબ-આ વર્ષે અત્યાર સુધીમાં આ પશુ ડબ્બામાં કોર્પોરેશનની ઘોર બેદરકારીઓને કારણે 986 અબોલ જીવો મોતને ભેટયા છે !
આ મુદ્દે શાસકો અને અધિકારીઓને દુ:ખ નથી થતું ! પોતાના રેઢિયાળપણાંની સમીક્ષા નથી કરવી. પશુ ડબ્બાની કામગીરીઓ આટલી ભંગાર શા માટે છે ? એનું આત્મનિરીક્ષણ નથી કરવું અને શરમ કે સંકોચ રાખ્યા વિના પત્રકારો સમક્ષ બેજવાબદાર નિવેદનો આપે છે!
રણજિતસાગર પશુ ડબ્બો અનેકવખત વિવાદી બને છે. આ પશુ ડબ્બામાં અબોલ જીવોના મોત શાસકો અને અધિકારીઓને કયારેય અકળાવતાં નથી. તેઓએ કયારેય અબોલ જીવોના મોત બદલ દુ:ખ કે શોક કે અફસોસ વ્યક્ત કર્યો નથી. કયારેય નગરજનોની આ મુદ્દે માફી માંગી નથી. અને દર વખતે આ વિવાદ મુદ્દે પત્રકારો સમક્ષ વારતાઓ કરે છે. સ્પષ્ટ જવાબો આપતાં નથી. કોર્પોરેશનની ભૂલોનો સ્વીકાર કરતાં નથી. જવાબદારો અને કસૂરવારોને છાવરે છે.
મંગળવારે વિપક્ષે આ મુદ્દે ઉહાપોહ મચાવ્યો પછી બુધવારે વિપક્ષના નેતા અને સભ્યો કોર્પોરેશનમાં આ વિભાગના કંટ્રોલિંગ અધિકારી મુકેશ વરણવાની ઓફિસમાં ગયા હતાં. પશુ ડબ્બામાં પશુઓ જે સાઠીકડાં ઉર્ફે રાળ ઉર્ફે ઓગઠ ખાઈ રહ્યા છે એ સાઠીકડાં વિપક્ષે અધિકારી વરણવાને દેખાડયા, તો પણ અધિકારી પોતાનો ગોગો કૂટતાં બોલ્યા કે અમે પશુઓને સારો ઘાસચારો આપીએ છીએ! અહીં પ્રશ્ન એ છે કે, વિપક્ષ અને અખબારી કેમેરામેનોએ પશુ ડબ્બામાં કરેલું વીડિયો શૂટિંગ ખોટું ?! આ અધિકારી વરસોથી વિવાદી છે, જેના પર શાસકોના હજાર હાથ છે. આ અધિકારી હસ્તકની વિવિધ શાખાઓમાં અવારનવાર વિવાદો થતાં રહે છે. જનરલ બોર્ડની બેઠકમાં આ અધિકારી પર હજારો વખત માછલાં ધોવાયા છે. પદાધિકારીઓ આ અધિકારીને દર વખતે બચાવી લ્યે છે. આ અધિકારીના કથિત ભ્રષ્ટાચારોની તપાસ પણ નથી થતી! શાસકોની ખુદની પછેડી મેલી છે ?! આ અધિકારી કહે છે: રસ્તાઓ પર જેટલાં પ્રમાણમાં ઢોર મરે છે એટલાં જ ઢોર ડબ્બામાં મરે છે. કેટલો બેશરમ જવાબ ?! રસ્તાઓ પરના ઢોર લાવારિશ હોય છે. ભૂખે મરતાં હોય છે. ડબ્બામાં આ પશુઓ લાવારિશ છે ? ભૂખે મરે છે ? બિમારીઓ થી મરે છે ? તો પછી કોર્પોરેશન પશુઓ માટેના લાખો રૂૂપિયાના બિલો ધડાધડ પાસ કરે છે, એ નાણાં કયાં જાય છે ?!
ઢોરના આ ડબ્બામાં રાળ, ઓગઠ અથવા લીલાના સાઠીકડાં ક્રશ કરવા કોર્પોરેશને ડબ્બામાં રાખેલું મશીન બંધ છે! સફાઈ તથા પાણીના પણ પ્રશ્નો છે. બુધવારે મેયર વિનોદ ખીમસૂર્યા, ડેપ્યુુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ ચેરમેન નિલેષ કગથરા તથા દંડક કેતન નાખવાએ આ પશુ ડબ્બાની મુલાકાત લીધી ત્યારે મેયરે સેંકડો પશુઓના મોત બદલ દુ:ખ વ્યક્ત કરવાને બદલે અને તપાસનો આદેશ છોડવાને બદલે અધિકારીના બચાવમાં કહ્યું: પશુઓના મોત કુદરતી મામલો છે.

jamnagar

કાલાવડના આણંદપર ગામે ખેડૂતના ઘરમાંથી રૂા.95 લાખની રોકડ ચોરી

Published

on

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના આણંદપર ગામે રહેતા દીપકભાઈ જેસડીયા નામના ખેડૂતના ઘરે 95 લાખ રૂૂપિયાની ચોરીની ઘટના સામે આવી છે. આ ખેડૂતે તેમની જમીનનું વેચાણ કર્યું હતું જેમાં તેમને 2 કરોડ રૂૂપિયા રોકડા મળ્યા હતા, તેમાંથી 95 લાખ રૂૂપિયાની ચોરી થઈ છે. ખેડૂત પરિવાર સગાઇના પ્રસંગે રાજકોટ ગયા હતા ઘરે આવતા તેમના ઘરના દરવાજાનો નકુચો તૂટેલો જણાયો હતો. તપાસ કરતા ઘરના કબાટમાં રાખેલા પૈસાની ચોરી થવાની જાણ થઇ હતી.
બંધ મકાનનો લાભ લઇ ચોરોએ ચોરીને ઘટનાને અંજામ આપ્યો છે. ખેડૂત દ્વારા પોલીસ સ્ટેશનમાં ચોરીની જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા કાલાવાડ ગ્રામ્ય પોલીસ સહિતનો કાફલો દોડી આવ્યો હતો.
આ ઘટના વિશે ડીવાયએસપી જયવિર સિંહ ઝાલાએ જણાવ્યું હતું કે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના આણંદપર ગામે ગઇકાલે બપોરે 2.30થી 7 વાગ્યા દરમિયાન એક ચોરીની ફરિયાદ દાખલ થઇ છે. ફરિયાદ દીપકભાઇ જેસડીયાના ઘરે અજાણ્યા ઇસમ દ્વારા તેમના ઘરે પડેલી રોકડ રકમ આશરે 95 લાખ રૂૂપિયાની ચોરી થઇ છે. જેની ફરિયાદ કાલાવાડ ગ્રામ્ય પોલીસમાં દાખલ કરવામાં આવી છે. આ બાબતે સમગ્ર વિસ્તારમાં તપાસ ચાલું છે. જેટલા પણ હિસ્ટ્રીશીટર કે શકમંદ છે તેમને રાઉન્ડઅપ કરી પૂછપરછ ચાલું છે.
તેમણે કહ્યું કે પ્રાથમિક તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું છે કે ફરિયાદી દ્વારા તાજેતરમાં જ કોઇ જમીનનું વેચાણ કરવામાં આવ્યું હતું. જેમાં કટકે-કટકે તેમની પાસે આ રૂૂપિયા આવ્યા હતા.

Continue Reading

jamnagar

જામનગર-અમદાવાદમાંથી 93 લાખનું ભેળસેળિયુ ઘી ઝડપાયું

Published

on

જામનગર અને અમદાવાદમાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા હતા. આરોગ્ય વિભાગની તપાસ દરમ્યાન શંકાસ્પદ ફેક્ટરીમાંથી ભેળસેળ યુક્ત ઘીના 10 નમૂના લેવામાં આવ્યા હતા. જેમાંથી રૂૂપિયા 93 લાખની કિંમતનો કુલ 13 હજાર આઠસો કિલોગ્રામ શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.
ગુજરાત ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડો. એચ. જી. કોશિયાએ જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોને જીવન જરૂૂરી ખાદ્ય ચીજવસ્તુઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર કટીબદ્ધ છે. રાજ્યમાં ખાદ્યચીજોના નમૂનાનું પરીક્ષણ કરી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ભેળસેળ કરતાં તત્વો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. કમિશનર કોશિયાએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, ખોરાક અને ઔષધ નિયમન તંત્રની જામનગર ટીમ દ્વારા બાતમીના આધારે જામનગરના એક ખાનગી મકાનમાં રેઇડ કરવામાં આવી હતી. આ ઘરમાં ચિરાગભાઈ હરિયાની વગર પરવાને ઘી બનાવી વેચવાનો ગેરકાયદેસર ધંધો કરતા હોવાનું જણાયું હતું. તપાસ દરમિયાન આ ઘરમાં શંકાસ્પદ ઘીનો પેક તથા લુઝમાં જથ્થો મળી આવ્યો હતો. પ્રાથમિક દ્રષ્ટિએ આ ઘીમાં ભેળસેળની પ્રબળ શંકાના આધારે ઘીના ત્રણ નમુનાઓ લેવામાં આવ્યા હતા, જ્યારે બાકીનો આશરે રૂા. 2.65 લાખની કિંમતનો 530 કિ.ગ્રા. શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
અમદાવાદ ખાતે પણ ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમ દ્વારા બે જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતા. પ્રથમ દરોડામાં બાકરોલના મે. સાર્થક ફૂડ પ્રોડક્ટ્સ ખાતે તપાસ હાથ ધરતા પેઢીના માલિક અંકીતભાઈ બારોટની હાજરીમાં જ શંકાસ્પદ પરીધમ પ્રીમીયમ ઘીથ અને પવચનામૃતથ એવી અલગ-અલગ બ્રાંડના ત્રણ નમૂનાઓ તથા તેમાં વાપરવામાં આવેલ ફલેવરનો પણ નમૂનો લેવામાં આવ્યો હતો. બીજા કિસ્સામાં દસક્રોઈ તાલુકાના ધામતવણ ખાતે મે. હર્ષ ડેરી ફૂડ પ્રોડક્ટ્સ પ્રા. લી. ખાતે પેઢીના માલિક ભરતભાઈ પટેલની હાજરીમાં શંકાસ્પદ પગોપી શ્રીથ બ્રાંડના ઘીના બે નમૂનાઓ તથા તેમાં વાપરવામાં આવેલ ફલેવરનો નમુનો લેવામાં આવ્યો હતો. જ્યારે બાકીનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આમ, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ત્રણ રેડમાં કુલ 10 નમુનાઓ લેવામાં આવ્યા છે. આ તમામ નમૂનાઓ ચકાસણી અર્થે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. આ ખાદ્ય પદાર્થોનો પૃથક્કરણ અહેવાલ આવ્યા બાદ કાયદેસરની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવાયું છે.

Continue Reading

jamnagar

રાજકોટ-જામનગરમાં ડિસેમ્બરના અંતથી લગાવાશે સ્માર્ટ વીજમીટર

Published

on

વિજળીની બચત કરવા અને ગ્રાહકોને સારી સુવિધા પૂરી પાડવા માટે કેન્દ્ર સરકાર દ્વારા સ્માર્ટ વિજ મીટર લગાવવાની જાહેરાત કરવામાં આવી હતી. જે અંતર્ગત સૌરાષ્ટ્ર ઝોનમાં સૌપ્રથમ રાજકોટ અને ગુજરાતમાં સ્માર્ટ વિજ મીટર લગાવવાની કામગીરીનો પ્રારંભ મહિનાના અંતે અને 2024ના વર્ષેથી કરવામાં આવશે. જેમાં સૌરાષ્ટ્ર કચ્છમાં 23.66 લાખ સ્માર્ટ વિજમીટર જાન્યુઆરી 2025 સુધીમાં લગાવવામાં આવશે.
કેન્દ્ર સરકારની આર.ડી.એસ.એસ. (રીવેમ્પડ ડિસ્ટ્રીબ્યુશન સેકટર સ્કીમ) યોજના હેઠળ પીજીવીસીએલના વિજગ્રાહકો ખેતીવાડી તથા ભારે દબાણના વિજગ્રાહકો સિવાયના)ના વિજસ્થાપનમાં સ્માર્ટ પ્રી-પેઇડ મીટર લગાવવા માટે પીજીવીસીએલ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.સૌરાષ્ટ્રના 56 લાખ વીજગ્રાહકોના ઘર, દુકાન, બિલ્ડિંગ, ઓફિસોમાં હવે પ્રિ-પેઈડ વીજમીટર લગાવાશે. અત્યાર સુધી વીજળી વાપર્યા બાદ પૈસા ચૂકવતા હતા પરંતુ હવે સ્માર્ટ પ્રિ-પેઈડ મીટર લગાવ્યા બાદ વીજગ્રાહક જેટલું રિચાર્જ કરશે તેટલી જ વીજળી તેને વાપરવા મળશે. આ યોજના હેઠળ સ્માર્ટ પ્રી-પેઇડ મીટર લગાવવાથી વિજગ્રાહકો પોતાની જરૂૂરીયાત મુજબ રીચાર્જ કરી શકશે. આમ ગ્રાહકોની સુખાકારીમાં વધારો થશે. વધુમાં પીજીવીસીએલનાં કર્મયા2ીઓને મીટર રીડીંગ માટે વખતો વખત રૂૂબરૂૂ જવાની જરૂૂરીયાત રહેશે નહિ જેથી સમયનો પણ બચાવ થશે.
આ યોજનાના અમલીકરણ માટે કેન્દ્ર સરકારના RECPDC (આર.ઈ.સી. પાવર ડેવલોપમેન્ટ એન્ડ ક્ધસલટન્સી લિમીટેડ) વિભાગને નિયુક્ત કરવામાં આવેલ છે. પીજીવીસીએલના 55,83,000 વિજગ્રાહકોના (કુલ રૂૂપીયા 3600 કરોડના ખર્ચથી) વિજસ્થાપનમાં સ્માર્ટ પ્રી-પેઈડ મીટર, બે તબક્કામાં લગાવવાનું આયોજન કરવામાં આવેલ છે.આ યોજના અંતર્ગત સૌ પ્રથમ પાઈલોટ ટાઉન તરીકે મહિલા કોલેજ પેટા વિભાગીય કચેરી-રાજકોટથી મીટર લગાવવાનું આયોજન કરવામાં આવેલ છે. ઉપરાંત જામનગર સીટી ડીવીઝનનાં સેન્ટ્રલ ઝોન સબડીવીઝનમાં મીટર લગાડવાની શરૂઆત કરવામાં આવશે. પ્રથમ તબકકામાં જાન્યુઆરી-2025 સુધીમાં 23.66 લાખ સ્માર્ટ મીટરો લગાવામાં આવશે.
આ મીટરો સરકારી વિજજોડાણો, ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર, ઔધોગિક વિજજોડાણો, વાણિજ્યક વિજજોડાણો તેમજ ઘરવપરાશના વિજજોડાણોમાં લગાવવાનું આયોજન કરવામાં આવેલ છે.
પ્રી-પેઈડ સ્માર્ટ મીટરમાં રીચાર્જ પ્રક્રીયા મોબાઈલ ના પ્રી-પેઇડ સીમકાર્ડ જેવી હશે. હવે માસિક ચુકવણી ના બદલે જરૂૂરિયાત મુજબ અનુકુળ દિવસો કે કલાકો માટે પણ ચુકવણી થઇ શકશે. જો કોઈ વીજ ગ્રાહકનું રીચાર્જ રાત્રી ના પૂરું થઇ જાય તો આવા ગ્રાહકોને રાત્રી ના વીજળી વગર રેહવું નહી પડે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે.

Continue Reading

Trending