Connect with us

rajkot

શિતલ પાર્ક પાસે ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત

Published

on

શહેરના 150 ફુટ રીંગ રોડ પર શિતલ પાર્ક પાસે પુરપાટ ઝડપે આવતાં ડમ્પર ચાલકે કારને ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો જેમાં કાર ચાલક મહિલાને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. આ અંગે પોલીસે ડમ્પર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, સાધુવાસવાણી રોડ પર માર્કેટ પાસે રહેતી હિનાબેન રાજેશભાઈ વાડોદરા (ઉ.25) નામની યુવતી આજે બપોરે બાર વાગ્યાના અરસામાં પોતાની કાર લઈ જતી હતી ત્યારે 150 ફુટ રીંગ રોડ પર શિતલ પાર્ક નજીક વનવર્લ્ડના ગેઈટ પાસે પહોંચતાં પુરપાટ ઝડપે આવતાં અજાણ્યા ડમ્પર ચાલકે કારને ઠોકર મારતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં યુવતીને માથાના ભાગે તથા શરીરે ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. અકસ્માત બાદ ટ્રક ચાલક વાહન રેઢુ મુકી નાસી છુટયો હતો. અકસ્માતને પગલે ટ્રાફીક જામ સર્જાયો હતો. આ અંગે ગાંધીગ્રામ પોલીસે ઘટના સ્થળે દોડી જઈ ટ્રાફીક કલીયર કરાવી વાહન વ્યવહાર પુર્વવત કરાવ્યો હતો અને ટ્રક ચાલક વિરૂધ્ધ ગુનો નોંધવા કાર્યવાહી હાથ ધરી છે.

rajkot

ઓરબિટવાળા વિનેશ પટેલ ઉપરાંત દાનુભા સહિતના બિલ્ડરોને ત્યાં તપાસ

Published

on

By

નિવાસસ્થાનો તેમજ બાંધકામ સાઇટો સહીતના 30 જેટલા સ્થળોએ ઇન્કમટેકસ વિભાગના 150 જેટલા અધિકારીઓનો કાફલો ત્રાટકયો હતો.મળતી માહિતી મુજબ આ બિલ્ડર ગૃપના નવા રીંગરોડ ઉપર સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે આવેલ ગેલેકસી ગાર્ડન, મોટામવામાં આવેલ ટિવન ટાવર, સ્કાય હિલ ગાર્ડન સહીતના લાડાણી એસોસીએટસના તમામ ભાગીદારોના ઠેકાણાઓ ઉપર ઇન્કમટેકસ વિભાગે તપાસ હાથ ધરી છે.

લાડાણી એસોસીએટસ સાથે દિલીપ લાડાણી ઉપરાંત ઉત્સવ લાડાણી, રાજ વિનેશ પટેલ, વિનેશ બાબુલાલ પટેલ, વિપુલ બાબુલાલ પટેલ સહીતના ભાગીદારો જોડાયેલા છે. આ તમામ ભાગીદારોના નિવાસસ્થાનો તેમજ ઓફિસો સહીતના સ્થળો ઉપર તપાસ હાથ ધરવામાં આવી છે.

ઇન્કમટેકસ વિભાગ દ્વારા લાડાણી એસોસીએટસના તમામ ભાગીદારોના કોમ્પ્યુટર, હિસાબી સાહિત્ય, કાચી-પાકી ચિઠ્ઠીઓ સહીતનાં હિસાબી સાહિત્યની ચકાસણી શરૂ કરી છે. આ તપાસ દરમિયાન મોટી રકમના બિનહિસાબી વ્યવહારો મળી આવવાની શકયતા છે.

Continue Reading

rajkot

એરપોર્ટ માટેની બસ બંધ, બમણા ભાડા ચૂકવવા મુસાફરો મજબૂર

Published

on

By

અમદાવાદ હાઇ-વે પર શહેરથી 35 કિમી દુર આવેલા આંતરરાષ્ટ્રીય હિરાસર એરપોર્ટ ખાતે જવા માટે એસ.ટી વિભાગ દ્વારા રાજકોટ ડેપોથી 22 જેટલી એસી બસો દર બે કલાકે દોડાવવામાં આવી રહી છે. જે એકાએક બંધ કરી દેતા મુસાફરો એરપોર્ટ જવા માટે બમણું ભાડું ચૂકવવા મજબૂર થવા છે અને ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.

આ અંગે સુત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગર ખાતે ચાલી રહેલા વાઇબ્રન્ટ સમિટમાં તમામ 22 એસી બસો મોકામ દેવામાં આવી હોય રાજકોટથી હિરાસર એરપોર્ટ સુધી દોડતી બસો બંધ કરી દેવામાં આવી છે.જ્યારે અન્ય અધિકારીઓએ જણાવ્યુ હતું કે બસ મેઇન્ટેન્સ માટે મોકલવામાં આવી હોવાથી તા.13 જાન્યુઆરી સુધી સંચાલન બંધ રાખવામાં આવ્યું છે. જયારે તા.14 જાન્યુઆરીથી ફરીથી રાબેતા મુજબ એસી બસનું એરપોર્ટ સુધી સંચાલન કરવામાં આવશે.

વધુમાં કહ્યું હતું કે અન્ય બસોની હાઇ-વે સુધીની સેવા શરૂ જ છે. પરંતુ હાઇ-વેથી એરપોર્ટનું અંતર 4થી 5 કિલોમીટર અંદર હોવાથી હાઇ-વે પર ઉતરી અંદર જામાટ.

Continue Reading

rajkot

સગાડિયા પાસે ચાલી રહેલા દારૂના કટિંગ વખતે ત્રાટકી પોલીસ: 1392 બોટલ કબજે

Published

on

By

ધ્રોલના સગાડીયા ગામ પાસે ગઈકાલે વહેલી સવારે ચાલી રહેલા અંગ્રેજી શરાબના કટીંગ વખતે પોલીસ ત્રાટકી હતી. ત્યાં પડેલી એક મોટરમાંથી દારૃની નાની મોટી બોટલ તથા બીયરના 250 ટીન મળી કુલ 1392 બોટલ કબજે કરાઈ છે. પોલીસને જોઈને મોટરનો ચાલક નાસી ગયો હતો. મોરકંડા પાટિયા પાસેથી બાઈકમાં પાંચ ચપટા લઈને જતાં બે શખ્સ ઝડપાઈ ગયા છે. જોડિયા પાસેથી પોણી બોટલ સાથે એક શખ્સ પકડાયો છે.
ધ્રોલ તાલુકાના સગારીયા ગામમાં કેનાલ પાસે ગઈકાલે અંગ્રેજી દારૃનું કટીંગ ચાલી રહ્યું હોવાની બાતમી ધ્રોલના હે.કો. ધર્મેન્દ્ર વઘોરા, વનરાજ ગઢાદરાને મળતા પીએસઆઈ પી.જી. પનારાને વાકેફ કરાયા પછી ધ્રોલ પોલીસ સ્ટેશનના સ્ટાફે ગઈકાલે વહેલી સવારે સગારીયા ગામથી કેનાલ તરફ જતાં રસ્તા પર સરકારી ખરાબામાં દરોડો પાડ્યો હતો.

આ સ્થળે સફેદ રંગની જીજે-3-એલબી 3032 નંબરની ઈકો મોટર ઉભેલી જોવા મળી હતી. તે મોટરમાંથી અંગ્રેજી શરાબનો જથ્થો ઉતારવામાં આવી રહ્યો હતો. આ સમયે જ પોલીસને આવી ગયેલી જોતા મોટરનો ચાલક મુઠ્ઠીઓ વાળીને નાસી ગયો હતો. પોલીસે મોટરની તલાશી લેતાં તેમાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની 696 મોટી બોટલ, 408 નંગ અડધીયા, બીયરના 288 ટીન મળી કુલ 1392 બોટલ મળી આવી હતી.
અંદાજે રૃા.4,78,800ની કિંમતનો દારૃનો જથ્થો, રૃપિયા અઢી લાખની ઈકો મોટર મળી કુલ રૃા.7,28,800નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે. મોટરના નંબર પરથી તેના માલિક તેમજ ચાલક અને અન્ય વિગતો મેળવવા પોલીસ દ્વારા તજવીજ કરવામાં આવી છે.

જામનગરના લાલપુર બાયપાસથી ઠેબા ચોકડી તરફ જવાના માર્ગ પર આવેલા મોરકંડા ગામના પાટિયા નજીકથી ગઈકાલે સાંજે જીજે-10-ડીએલ 503 નંબરનું બાઈક જઈ રહ્યું હતું. પેટ્રોલિંગ કરી રહેલા પંચકોશી-બી ડિવિઝનના સ્ટાફે તે ડબલ સવારી બાઈકને રોકાવી તલાશી લેતાં તેના ચાલક મોટા થાવરીયા ગામના વિશાલ મુકેશભાઈ મકવાણા તથા હિતેન પ્રવીણભાઈ મકવાણા નામના શખ્સો પાસેથી અંગ્રેજી શરાબના પાંચ ચપલા મળી આવ્યા હતા. પોલીસે ચપલા તથા બાઈક મળી રૃા.50625 નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ શખ્સોએ વિક્કી પરમાર પાસેથી દારૃ મેળવ્યાની કબૂલાત આપી છે. પોલીસે તેની શોધખોળ આદરી છે.
જોડિયા તાલુકાના મોરાણા ગામના પાટિયા પાસે ઓવરબ્રિજ પરથી ગઈકાલે સાંજે જઈ રહેલા વાલાભાઈ મચ્છાભાઈ ધ્રાગીયા નામના શખ્સની પોલીસે શકના આધારે રોકાવી ચેક કરતા આ શખ્સના કબજામાંથી દારૃ ભરેલી પોણી બોટલ મળી આવી છે. પોલીસે બોટલ કબજે કરી વાલાભાઈની ધરપકડ કરી છે.

Continue Reading

Trending