Connect with us

આંતરરાષ્ટ્રીય

ઇઝરાયલની મિસાઇલથી 220 ભારતીયોનો આબાદ બચાવ

Published

on

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે 10માં દિવસે પણ ભયાનક યુદ્ધ ચાલી રહ્યું છે, ત્યાં ભારત સહિત અન્ય દેશોના ઘણા નાગરિકો ફસાયા છે. ભારતે પણ ઈઝરાયેલમાંથી ભારતીયોને પરત લાવવા પુરજોશમાં કામગીરી કરી રહ્યું છે, ત્યારે ઈઝરાયેલની રાજધાની તેલ અવીવથી 220 ભારતીયોને લઈને દિલ્હી આવી રહેલ એર ઈન્ડિયાની ફ્લાઈટનો આબાદ બચાવ થયો છે. ભારતીયોને લઈને આવી રહેલું વિમાન મિસાઈલ હુમલાનો શિકાર બનતા રહી ગયું છે.
ઈઝરાયેલના તેલ અવીવના એરપોર્ટ પર અઈં-140માં લગભગ 220 મુસાફરો સવાર હતા. આ દરમિયાન ફ્લાઈટ ટેકઓફ કરે તેની થોડી મિનિટો પહેલા જ હુમલો થયો. જે સમયે વિમાનના ટેકઓફની તૈયારીઓ ચાલી રહી હતી, તે દરમિયાન અચાનક મિસાઈલ પર નજર પડી મિસાઈલની જાણ થતાં જ અધિકારીઓએ તુરંત વિમાન રોકી દીધું ત્યારબાદ રન-વે પર તપાસ કરવામાં આવી અને 30 મિનિટ બાદ વિમાનનો ટેકઓફની મંજુરી અપાઈ. ઉલ્લેખનિય છે કે, ઈઝરાયેલામાં ફસાયેલા ભારતીયોને ભારત પરત લાવવા ઓપરેશન અજય ચલાવાઈ રહ્યું છે. નામ ન છાપવાની શરતે એરલાઈન્સના એક અધિકારીએ કહ્યું કે, જો 1 મિનિટ પહેલા વિમાને ટેકઓફ કર્યું હોત તો મોટી દુર્ઘટના સંર્જાવાની સંભાવના હતી.
ઘટનાથી વાકેફ અધિકારીએ કહ્યું કે, ડ્રીમલાઈનર 787 ટેકઓફ માટે તૈયાર કરવામાં આવી રહ્યું હતું. મિસાઈલની માહિતી મળી ત્યારે થોડી મિનિટો બાદ આ વિમાન ટેકઓફ થવાનું હતું. જો થોડી મિનિટો પહેલા ટેકઓફ કર્યું હોત તો વિમાન મિસાઈલની ઝપેટમાં આવવાની વધુ સંભાવના હતી. મિસાઈલના કારણે વિમાનના ટેકઓફમાં 30 મિનિટનો વિલંબ થયો. અધિકારીઓએ જણાવ્યું કે, ઓપરેશન અજય હેઠળ એઆઈ-140ની આ ત્રીજી ફ્લાઈટ હતી. એરલાઈન્સે સુરક્ષાના કારણે ઓપરેશન અટકાવી દીધું છે.

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

આંતરરાષ્ટ્રીય

Everestના ફિશ કરી મસાલામાં મળ્યો આ ખતરનાક કેમિકલ, આ દેશે લગાવ્યો પ્રતિબંધ

Published

on

By

 

દેશની પ્રખ્યાત મસાલા કંપની એવરેસ્ટ મસાલાને મોટો ઝટકો લાગ્યો છે. સિંગાપોરમાં એવરેસ્ટ ફિશ કરી મસાલા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ગુરુવારે આદેશ જારી કરતી વખતે, સિંગાપોર ફૂડ એજન્સી (SFA)એ કહ્યું કે આ મસાલામાં ઇથિલિન ઓક્સાઈડની માત્રા ઘણી વધારે છે. તે માનવ વપરાશ માટે યોગ્ય નથી. ઇથિલિન ઓક્સાઇડ એ જંતુનાશક છે. તેનો ઉપયોગ ખોરાકમાં કરી શકાતો નથી. જો કે, તેનો ઉપયોગ મસાલા સાફ કરવા માટે કરી શકાય છે.

સિંગાપોર ફૂડ એજન્સીએ એક નિવેદન જારી કરીને કહ્યું કે સેન્ટર ફોર ફૂડ સેફ્ટીએ એવરેસ્ટ ફિશ કરી મસાલા પરત કરવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. તેમાં ઇથિલિન ઓક્સાઈડની નિર્ધારિત માત્રા કરતાં વધુ છે. આ મસાલા બ્રાન્ડને SP મુથૈયા એન્ડ સન્સ Pte Ltd દ્વારા સિંગાપોરમાં આયાત કરવામાં આવી હતી. SFAએ કંપનીને આ પ્રોડક્ટને રિકોલ કરવા માટે સૂચના આપી છે.

વિયોનના અહેવાલ મુજબ, કંપનીએ નિવેદન આપ્યું છે કે એવરેસ્ટ 50 વર્ષ જૂની પ્રતિષ્ઠિત બ્રાન્ડ છે. અમારા તમામ ઉત્પાદનો કડક પરીક્ષણ પછી જ ઉત્પાદિત અને નિકાસ કરવામાં આવે છે. અમે સ્વચ્છતા અને ખાદ્ય સુરક્ષાના ધોરણોનું ચુસ્તપણે પાલન કરીએ છીએ. અમારા ઉત્પાદનો પર ભારતીય સ્પાઈસ બોર્ડ અને FSSAI સહિતની તમામ એજન્સીઓની મંજૂરીની મહોર છે. દરેક નિકાસ પહેલા, અમારા ઉત્પાદનોનું ભારતીય સ્પાઇસ બોર્ડ દ્વારા પરીક્ષણ કરવામાં આવે છે. હાલમાં અમે સત્તાવાર માહિતીની રાહ જોઈ રહ્યા છીએ. અમારી ગુણવત્તા નિયંત્રણ ટીમ આ બાબતની સંપૂર્ણ તપાસ કરશે.

SFAએ ગ્રાહકોને અપીલ કરી છે કે તેઓ હાલના સમયે તેમના ખોરાકમાં એવરેસ્ટ મસાલાનો ઉપયોગ ન કરે. જો ગ્રાહકોએ તેને પહેલેથી જ ખરીદી લીધી હોય તો અત્યારે તેનો ઉપયોગ કરવાનું ટાળો. ફૂડ એજન્સીએ કહ્યું છે કે જો લાંબા સમય સુધી ઇથિલિન ઓક્સાઈડનો ઉપયોગ કરવામાં આવે તો તેનાથી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. જો તમે તેનો ઉપયોગ કરી રહ્યાં છો અને તમારા સ્વાસ્થ્ય વિશે ચિંતિત છો, તો તમે ડૉક્ટરની સલાહ લઈ શકો છો.

Continue Reading

આંતરરાષ્ટ્રીય

બદલતી દુનિયા: વિશ્ર્વમાં પ્રથમ વખત AI મોડેલ વચ્ચે બ્યુટી કોન્ટેસ્ટ

Published

on

By

  • મિસ AIને 2 લાખની મેન્ટરશિપ ઉપરાંત 4 લાખ રોકડ મળશે, કુલ 16 લાખના ઇનામો, 10 મે ના ટોપ-10 ફાઇનલિસ્ટની જાહેરાત થશે

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) વિશે વિચારતી વખતે ચેટજીપીટી અને રોબોટ્સ વિશ્વ પર કબજો જમાવતા હોય તેવું દ્રશ્ય લોકોના મનમાં આવી શકે છે, પરંતુ એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મે હવે વિશ્વની પ્રથમ AI બ્યુટી કોન્ટેસ્ટ કરી છે જ્યાં સંપૂર્ણ નકલી મોડલ :16,000 (16 લાખ રૂૂપિયા) જીતવા માટે સ્પર્ધા કરશે.
ફ્યુચરિસ્ટિક ફેનવ્યુ વર્લ્ડ એઆઈ ક્રિએટર એવોર્ડ્સ (ડબલ્યુએઆઈસીએ) આવતા મહિને યોજાનારી ઓનલાઈન ઈવેન્ટમાં કોમ્પ્યુટર-જનરેટેડ આકૃતિઓને તેમની સુંદરતા, ટેકનિકાલીટીસ અને સોશિયલ મીડિયાના પ્રભાવને આધારે જજ કરશે. ક્રિએટર્સ કહે છે કે આ કોન્ટેસ્ટ ટેક વર્લ્ડનો ઓસ્કર હોઈ શકે છે, તે પણ એવા સમયે જ્યારે 10,000 AI મોડલ સોશિયલ મીડિયા પર છવાયા છે.

ઋફક્ષદીય હાલમાં AI-જનરેટેડ ક્ધટેન્ટ ક્રિએટર માટે અગ્રણી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે, જેની સાથે તે 2024માં 1 બિલિયનના આંકને વટાવી જવાની ધારણા છે. આ કોન્તેસ્તમાં બે જજ ઈન્ટરનેટ પ્રસિદ્ધ કોમ્પ્યુટરાઇઝ્ડ મોડલ, એમિલી પેલેગ્રિની અને એટિયાના લોપેઝ છે, જે બંને ગયા વર્ષે વાયરલ થયા હતા, ઘણા લોકો તેમના અદભૂત દેખાવથી દંગ રહી ગયા હતા.

લોર્ડ એલન સુગરના પીઆર સલાહકાર, એન્ડ્રુ બ્લોચ અને બ્રિટનના એકમાત્ર પેજન્ટ ઇતિહાસકાર, સેલી એન ફોસેટ પણ તેમની સાથે આ કોન્ટેસ્ટ જજ કરશે. સેલી એન છેલ્લા 10 વર્ષથી મિસ ગ્રેટ બ્રિટનની મુખ્ય ન્યાયાધીશ પણ છે, મિસ AIથી હવે તેની કારકિર્દીમાં અણધાર્યો વળાંક આવ્યો છેે .આ ચોક્કસપણે ઇતિહાસમાં એક માઈલ સ્ટોન છે, તો કેટલાક લોકોને ડર છે કે AI-જનરેટેડ મોડલ્સનો પ્રવાહ અવાસ્તવિક સુંદરતા ધોરણોને કાયમી બનાવી શકે છે, ખાસ કરીને છોકરીઓ માટે.
આ ડર વચ્ચે, સેલી એને કહ્યું, AI પેજન્ટ્સ વિશે મેં જે બ્યુટી ક્વીન્સ સાથે વાત કરી છે તેઓને લાગે છે કે તે થોડું વિચિત્ર છે પરંતુ તેઓને કોઈ ખતરો નથી. છેવટે, તમે એક સુંદર સાયબર ગર્લ બની શકો છો, પરંતુ, તમે એક વાસ્તવિક, યુવતીને હરાવી શકતા નથી. ઠAIઈઅતહજારો એન્ટ્રી મેળવવાની અપેક્ષા રાખે છે, તેના ટોપ 10 ફાઈનલિસ્ટની જાહેરાત આવતા મહિનાના અંતમાં અંતિમ સમારોહ પહેલા 10 મેના રોજ કરવામાં આવશે. એન્ટ્રીઓ સંપૂર્ણપણે AI-જનરેટેડ હોવી જોઈએ, સ્પર્ધામાં ડીપફેક્સને સંપૂર્ણપણે નામંજૂર કરવામાં આવે છે.

મિસ AI વિજેતાને :2,000 (2 લાખ રૂૂપિયા) ની મેન્ટરશિપ ઉપરાંત :4,000 (4 લાખ રૂૂપિયા) રોકડ મળશે. રનર-અપને :1,600 (1.6 લાખ રૂૂપિયા) નું પ્રમોશનલ પેકેજ મળશે અને એક એક્સક્લુઝીવ ક્રિએટર કોર્સનું એક્સેસ મળશે, જ્યારે ત્રીજા સ્થાને વિજેતા ફેનવ્યુ સાથે ક્ધસલ્ટન્સી કોલ અને :400 (40 હજાર રૂૂપિયા) પ્રમોશનલ પેકેજ જીતશે.

Continue Reading

આંતરરાષ્ટ્રીય

હશ મની કેસ: કોર્ટ બહાર ટ્રમ્પ સમર્થકનું આત્મવિલોપન

Published

on

By

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકે કોર્ટની બહાર પોતાની જાતને આગ લગાવી દીધી. તમને જણાવી દઈએ કે ટ્રમ્પ સાથે જોડાયેલા હશ મની કેસની સુનાવણી ન્યૂયોર્કની મેનહટન કોર્ટમાં ચાલી રહી હતી. દરમિયાન કોર્ટ પરિસરની બહાર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાસ્થળે હાજર પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, વ્યક્તિએ પહેલા હવામાં પેમ્ફલેટ ફેંક્યા, પછી પોતાના પર કેન રેડ્યું અને પોતાને આગ લગાવી દીધી.

ન્યૂયોર્કના એક કટોકટી અધિકારીએ જણાવ્યું હતું કે કથિત રીતે પોતાને આગ લગાડ્યા પછી એક વ્યક્તિને સ્ટ્રેચર પર લઈ જવામાં આવ્યો હતો. ઘટનાના કારણની પુષ્ટિ થઈ નથી. અન્ય લોકોએ કહ્યું કે તે વ્યક્તિ પોતાના પર જ્વલનશીલ પ્રવાહી રેડતા પહેલા શાંત દેખાતો હતો, જ્યારે સ્થળ પર હાજર એક વ્યક્તિએ જણાવ્યું હતું કે પોતાને આગ લગાડનાર વ્યક્તિ રાજકીય સંદેશ આપવાના પ્રયાસમાં આ સ્થળે આવ્યો હતો.

ટ્રાયલ માટે જ્યુરીની પસંદગી પૂર્ણ થયાના થોડા સમય બાદ આ આઘાતજનક બનાવ બન્યો હતો. થયો હતો, જેણે પોર્ન સ્ટારને ચૂકવેલ હશ મની સાથે સંકળાયેલા કેસમાં સોમવારે પ્રારંભિક નિવેદનો આપવાનો પ્રોસિક્યુટર્સ અને ડિફેન્સ એટર્ની માટે માર્ગ સાફ કર્યો હતો.

Continue Reading

Trending