Connect with us

ભાવનગર

ભાવનગરના યુવાને મુંબઇની પરિણીતા મિત્રના રૂપીયા પાંચ લાખનું બૂચ માર્યું

Published

on

સોશિયલ મીડિયાની ઓળખાણ ભારે પડી: ધમકી આપ્યાની ફરિયાદ


મુંબઈમાં રહેતી એક મહિલાને ભાવનગરના શખ્સ સાથે શક્ષતફિંલફિળ પર મિત્રતા કેળવ્યા બાદ રૂૂપિયા પાંચ લાખ આપ્યા પછી પરત નહીં આપી ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાય છે.


પ્રાપ્ત માહિતી અનુસાર મુંબઈ 1 ખાતે 403, ઓમ સી બિલ્ડીંગ, નરેશ સ્ટીલ પાસે, ભયંદર થાણે, એસ.વી. રોડ પર રહેતા નિશાબેન અંકુશભાઈ અગ્રવાલ નામના 30 વર્ષીય પરિણીતાને નવેક માસ પહેલા ભાવનગરમાં રહેતા હર્ષરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નામના શખ્સ સાથે ઈન્સ્ટાગ્રામમાં પરીચય થતા મિત્રતા કેળવાઈ હતી. દરમિયાનમાં શખ્સે નિશાબેનને વધું નફો કરી આપવાનું કહીં રૂૂપિયાની માંગણી કરતા આઠ માસ પૂર્વે નિશાબેન ભાવનગર આવ્યા હતા અને અહીં શખ્સ સાથે હોટલમાં રોકાયા ત્યારે લગ્ન કરવાનું કહેતા તેણીએ પાંચ લાખ રોકડા આપ્યા હતા.


તેમાંથી શખ્સે 1.90 લાખ પરત આપી દીધા હતા અને બાકીના રૂૂપિયાની અવાર-નવાર ઉઘરાણી કરવા છતાં રકમ પરત આપી ન હતી. દરમિયાનમાં નિશાબેન તેમના માનીતા ભાઈ યોગેશભાઈ લક્ષ્મણભાઈ વાઘ સાથે ગત તા.15-6ના રોજ ભાવનગરના નિલમબાગ પોલીસ સ્ટેશનની બહાર ઉભા હતા. જે વાતની જાણ થતાં હર્ષરાજસિંહ જાડેજા નામના શખ્સે ત્યાં આવી બન્નેને થાય તે કરી લેજો, રૂપિયા આપવાના નથી તેમ કહીં ગાળો દઈ જાનથી મારી નાંખવા ધમકી આપી હતી. જે બનાવ અંગે મુંબઈની મહિલાએ ભાવનગરનાઆ શખ્સ સામે નિલમબાગ પોલીસમાં ગુનો દાખલ કરાવતા પોલીસે ફરિયાદ લઈ આગળની તપાસ હાથ ધરી છે.

ગુજરાત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુરુપૂર્ણિમાના અવસરે બગદાણામાં બાપાના કર્યા દર્શન

Published

on

By

સંત શ્રી બજરંગદાસ બાપાનાં ચરણોમાં શીશ નમાવી સૌનાં માંગલ્ય માટે પ્રાર્થના કરી છે: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

ગુરુપૂર્ણિમાનાં પાવન અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ભાવનગર જિલ્લાનાં બગદાણા ખાતે આવેલા ગુરુઆશ્રમમાં દર્શનાર્થે ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં ઉપસ્થિત ભાવિકોના માનવમહેરામણે પબાપા સીતારામથનાં મુખ્યમંત્રીનું ભાવપૂર્વક સ્વાગત અભિવાદન કર્યુ હતુ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંતશ્રી બજરંગ દાસ બાપાનાં ગાદીસ્થળ ખાતે નાની બાલિકાઓ સાથે પૂજા-અર્ચન કર્યા હતા અને બાદમાં બજરંગદાસબાપાનાં સમાધિસ્થળનાં દર્શન કર્યા હતા.

ત્યારબાદ મુખ્યમંત્રીએ ધ્યાનમંદિર અને મુખ્ય શિખરબદ્ધ મંદિરનાં દર્શન કર્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શિખરબદ્ધ મંદિરનાં પગથિયા પરથી ભાવિકોનાં માનવમહેરામણને સંબોધન આપ્યુ હતુ. તેમણે સમગ્ર રાજ્ય અને દેશને ગુરુપૂર્ણિમાનાં પાવન અવસરની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે ગુરુપૂર્ણિમાનાં પવિત્ર અવસરે બજરંગદાસબાપાનાં ચરણોમાં શીશ નમાવવાની તક ખરેખર સૌભાગ્યપૂર્ણ છે.મુખ્યમંત્રીએ ગુરુઆશ્રમનાં ટ્રસ્ટીમંડળ સાથે બેઠક કરી હતી આશ્રમની વેબસાઇટ બફલમફક્ષફ યિંળાહય.જ્ઞલિ નું તેમનાં હસ્તે લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ વેબસાઇટ પર ઓનલાઇન દર્શન અને દાન સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.

Continue Reading

ગુજરાત

ભાવનગરમાં બનાવટી કોસ્મેટીક ઓનલાઈન વેચાણનું કૌભાંડ પકડાયું

Published

on

By

રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન વિભાગ દ્વારા ભાવનગર ખાતે વગર પરવાનેવિવિધ કોસ્મેટીક સાબુ બનાવટી ફેક્ટરી પકડી પાડવામાં આવી છે અને શંકાસ્પદ કોસ્મેટીકના 4 નમુના લઈ ચકાસણી માટે મોકલી આશરે 60 હજારની કિંમતનો કોસ્મેટીકનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. આ અંગે રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન વિભાગના અધિકારી કોશિયા એ માહિતી આપતા જણાવ્યું હતું કે કોસ્મેટીકના કોઇપણ લાયસન્સ વગર ભ્રામક તથા લોકોને ગેરમાર્ગે દોરતી જાહેરાત કરી લોકોમાં અંધશ્રધ્ધા ફેલાવવાનું કૃત્ય કરતા લોકો દ્વારા કોઇપણ પ્રકારની જ્યોતીષી કરવા માટેની ડિગ્રીસર્ટી વગર જ લોકોને જ્યોતીષ માર્ગદર્શન પુરુ પાડી લોકોને છેતરવાની કામગીરી તથા ઓનલાઇન એમેઝોન માધ્યમમાં ખોટો પ્રચાર કરી ઉત્પાદન અને વેચાણનું કૃત્ય થાય છે જે અન્વયે ગાંધીનગરના વાય. જી. દરજી. નાયબ કમિશ્નર (આઇ.બી.)ના મર્ગદર્શન હેઠળ ગાંધીનગરની ડ્રગની ટીમ અને ભાવનગરની ડ્રગની ટીમ દ્વારા ભાવનગરના મદદનીશ કમિશ્નર એ. એ. રાદડીયાના માર્ગદર્શન હેઠળ નિલોફરબેન સાદીકભાઇ ખદરાણી એ તેઓના રહેણાંકના મકાનના બીજા માળે પ્લોટ નં. 81, મેઘદુત સોસાયટી, ભાવનગર ખાતે વગર પરવાને ૠઉં/05/0034175 લાયસન્સ નંબર તેઓની રીતે છાપી જે ખરેખર આ તંત્ર દ્વારા અપાયેલ નથી તેનો ઉપયોગ કરી વિવિધ સાબુનું ઉત્પાદન કરતા ઝડપી પાડ્યા છે. આ ઉત્પાદન માટે તેઓ ઘરગથ્થુ ચીજવસ્તુઓ જેવી કે, ઇન્ડક્શન ગેસ, તપેલા, ચમચા, રો-મટીરીયલ, વિવિધ ફ્લેવર્સ, વિવિધ મોલ્ડ ફ્લેવર્સ, ફ્રિઝ, આયુર્વેદિક મીક્ષ પાવડર્સ, 120 કિગ્રા રો-મટીરીયલ, પ્રબલ બ્રાન્ડનો બ્રાસનો સિક્કો અને જુદા-જુદા ગ્રહોના ફોટાવાળા પ્રિન્ટેડ કાર્ટન વગેરે વસ્તુઓ આગળની કાર્યવાહી માટે જપ્ત કરી છે અને અધિકારીઓએ આશરે 3.50 લાખના વિવિધ બ્રાન્ડના આશરે 1800 સાબુનું વેચાણ કર્યાનું પકડી પાડ્યું છે અને તેઓએ આ સાબુની બનાવટ મે. સુર્યતનાયા ઇનોવેશન એલ.એલ.પી., પ્લોટ નં. 1210, એબીસી, સ્વસ્તીક સોસાયટી, ભાવનગર ખાતે તપાસ કરતાં તેઓ આ સાબુની બનાવટ તેઓની પોતાની વેબસાઇટ તેમજ ઓનલાઇન એમેઝોન પર વેચાણ કરતાં પકડી પાડી છે.

તેમણે ઉમેર્યુ કે,આ પેઢી દ્વારા મોટાભાગનું વેચાણ તેઓના પતિ દિલીપભાઇ અમૃતલાલ મહેતાની દવાની એજન્સી મે. એપેક્ષ ફાર્મા એજન્સી, ભાવનગર ખાતેથી તમામ સાબુનું વેચાણ તેમજ ડિલીવરી કરવામાં આવતી હતી અને તપાસ દરમ્યાન તેઓને ત્યાંથી કુલ 4 નમુનાઓ લઈ પૃથ્થકરણ અર્થે વડોદરા લેબોરેટરી ખાતે મોકલી આપેલ છે.એજન્સી માંથી કાયદેસરની કાર્યવાહી અર્થે 20 હજારની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરેલ છે. તેઓની વધુ તપાસ કરતાં તેઓ દોઢમાસથી કોસ્મેટીકનું વેચાણ કરેલ છે. તેમજ તેઓ રો-મટીરીયલ ક્યાંથી અને કેવીરીતે લાવતા હતા અને તેઓ આ કોસ્મેટીકનું વેચાણ ક્યાં ક્યાં, કેવીરીતે અને કોને કોને વેચાણ કરતાં હતા તેની આગળની તપાસનો ધમધમાટ ચાલુ કરેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે,ખોરાક અને ઔષધ નિયમન તંત્રના અધિકારીઓ એ તાજેતરમાં સુરત ખાતે ઓનલાઇન એમેઝોન પર વેચાણ કરતી નકલી બનાવટી કોસ્મેટીક ઉત્પાદન કરતી પર પાડેલ દરોડા અને પેઢીઓ પર પાડેલ દરોડાથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર ગુનાહીત પ્રવૃતિમાં સંડોવાયેલા લોકોમાં ફફડાટ ફેલાઇ ગયો છે.

Continue Reading

ગુજરાત

ભાવનગરમાં ડબલ મર્ડર, ફાયરિંગમાં ઘવાયેલા બીજા ભાઇનું પણ મોત

Published

on

By

ભાવનગર શહેરના જૂની વિઠ્ઠલવાડી બે માળિયા પાસે ગત 13 જૂન ના રોજ બે સગા ભાઈ ઉપર ફાયરિંગ થતા એકનું મોત નિપજ્યું છે અને એકને હોસ્પિટલ ખસેડાયેલ છે. ઈજાગ્રસ્ત ભાઈનું પણ આજે સારવા દરમિયાન મોત નીપજતા બનાવ બેવડી હત્યામાં પરીણમ્યો છે.


બનાવવાની વિગતો એવી છે કે ભાવનગર શહેરના જૂનીવિઠ્ઠલવાડી વિસ્તારમાં ગત 13 જૂનના રોજ બે સગા ભાઈઓ કુલદીપસિંહ ઘનશ્યામસિંહ ઝાલા અને ઋતુરાજસિંહ ઘનશ્યામસિંહ ઝાલા ઉપર ફાયરિંગ કરી આરોપીઓ નાસી છૂટ્યા હતા. ફાયરિંગના આ બનાવથી વિઠ્ઠલવાડી વિસ્તારમાં નાશ ભાગ પહોંચી જવા પામી હતી. બનાવવાની જાણ થતા જ પોલીસ અધિકારીઓ અને પોલીસ કાફલો ઘટના સ્તરે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.


આ બનાવમાં કુલદીપસિંહ ઝાલા નું મોત નિપજ્યું હતું.જ્યારે ઋતુરાજસિંહ ને સારવાર માટે સર. ટી. હોસ્પિટલમાં ખસેડાયેલ.દરમિયાન ઇજાગ્રસ્ત ઋતુરાજસિંહ હું આજે સારવાર દરમિયાન 35 દિવસ બાદ મોત નીપજતા આ બનાવ બેવડી હત્યામાં પરિણમ્યો છે. આ અંગે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

Continue Reading

Trending