Site icon Gujarat Mirror

જસદણમાં છૂટાછેડા બાદ હીરા ઘસીને પરિવારને મદદ કરતી યુવતીનો આપઘાત

જસદણમાંથી કરૂૂણ ઘટના સામે આવી હતી, જેમાં મણિનગર વિસ્તારમાં રહેતી એક મહિલાએફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું. આ આત્મહત્યાના બનાવથી સમગ્ર વિસ્તારમાં અને યુવતીના પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. જસદણના ગઢડીયા રોડ પર આવેલા મણિનગરમાં રહેતી 28 વર્ષીય ભક્તિબેન રણછોડગીરી ગોસાઈએ કોઈ અગમ્ય કારણોસર ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.

મૃતક ભક્તિબેને બે વર્ષ અગાઉ તેના પતિથી છૂટાછેડા લીધા હતા અને ત્યારથી તેઓ તેમના પિતા સાથે રહેતા હતા. ભક્તિબેન હીરા ઘસવાનું કામ કરીને પરિવારને આર્થિક રીતે મદદરૂૂપ થતા હતા. ભરયુવાન વયે ભક્તિબેન દ્વારા ભરવામાં આવેલા આ અંતિમ પગલાથી પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં મૃતદેહને તાત્કાલિક જસદણ સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ કરૂૂણ બનાવની જાણ થતાં સમાજના અગ્રણીઓ અને લોકો મોટી સંખ્યામાં હોસ્પિટલે દોડી આવ્યા હતા.

Exit mobile version