સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા ન મળતા માણાવદરના એક યુવકે ભૂગર્ભ ટાંકામાં ઝંપલાવી મોતને મીઠું કરી પરિવારજનો ગમગીની સાથે શોકનું મોજુ ફરી વળ્યુ હતું. આ અંગે પોલીસમાંથી મળતી માહિતી અનુસાર માણાવદરની બાલાસરા શેરીમાં 27 વર્ષીય કૃણાલભાઈ ખીમાભાઈ બાલાસરા નામનો યુવાન છેલ્લા પાંચ વર્ષથી પોલીસ ભરતી સહિત સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતો હતો.
અથાગ મહેનત કરવા છતાં પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળેલ નહીં જેના કારણે ડિપ્રેશનમાં આવી ગયો હતો. આખરે ગુરુવારે સાંજે પોતાના ઘરમાં પાણીના ભૂગર્ભ ટાંકામાં ઝંપલાવી લીધું હતું. 10,000 લીટર પાણીની કેપીસીટીના ભૂગર્ભ ટાંકામાં ડૂબી જવાથી કૃણાલભાઈનું મૃત્યુ થતાં ગમગીની છવાઇ ગઇ હતી. આશાસ્પદ યુવાનના મોત અંગે મૃતકના પિતા ખીમાભાઇ રામભાઇનું નિવેદન નોંધી પોલીસ હેડ કોન્સ્ટેબલ પી. જી. ઝણકાતે આગળની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી.

