ક્રાઇમ
પાલીતાણામાં છરીના ઘા ઝીંકી યુવાનની હત્યા
પાલિતાણામાં ગારીયાધાર બાયપાસ રોડ પર આજે રાત્રે ત્રણ યુવક જાહેર રોડ પર ઉભા હતા ત્યારે અચાનક જ ધસી આવેલા ચાર શખ્સે છરી સહિતના હથિયારથી હુમલો કરતાં આ બનાવના પગલે ભારે દહેશતનો માહોલ ફેલાઇ ગયો હતો. આ હુમલામાં છરીના ઘા વાગતા ગંભીર રીતે ઘવાયેલા એક યુવકનું મોત થયું હતું જ્યારે અન્ય બે યુવકને ઇંજા પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. આ બનાવના પગલે સ્થળ પર લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા તો બનાવની જાણ થતાં જંગી પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે ધસી આવ્યો હતો.
પ્રાપ્ત થયેલી માહિતી મુજબ ડુંગરપુર ગામમાં રહેતો અફઝલ દીનુભાઇ સમા તેના બે મિત્રો જુનેદ અને આકીબ જુસબભાઇ સમા સાથે પાલિતાણા ખાતે ગારીયાધાર બાયપાસ રોડ પર આવેલ સદવિચાર હોસ્પિટલ પાસે ઉભા હતા ત્યારે અચાનક જ પાલિતાણા સિટીમાં રહેતો સિકંદર પાંચાવાડીયા સહિતના ચાર શખ્સો છરી સહિતના હથિયાર સાથે ધસી આવ્યાં હતા અને તેમણે અફઝલ સમા તેમજ તેના બે મિત્રો પર હુમલો કર્યો હતો. જાહેર માર્ગ પર ત્રણ યુવક પર છરી જેવા ઘાતક હથિયારથી હુમલો થતાં આ બનાવના પગલે દહેશત અને નાસભાગ સર્જાઇ હતી. હુમલાખોરો હુમલો કરી સ્થળ પરથી ફરાર થઇ ગયા હતા તો એક જ કોમના બે જુથ વચ્ચે લોહીયાળ અથડામણ થતાં આ બનાવના કારણે સ્થળ પર મોટી સંખ્યાામાં લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા.
આ બનાવ અંગે ડીવાયએસપી મિહીર બારીયાએ જણાવ્યું હતું કે, આ હુમલામાં અફઝલનું મોત થયું છે તો જુનેદ અને આકીબને ઇંજા પહોંચી છે. પ્રાથમિક તપાસમાં આ બનાવ પૈસાની લેતીદેતી બાબતે બન્યો હોવાનું જણાયું છે.પોલીસે ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી ગુનો દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. પાલિતાણામાં હાલ પર્યુષણ પર્વ ચાલી રહ્યા છે ત્યારે જાહેરમાં હુમલાના બનાવ બનતા લોકોમાં ભય ફેલાયો છે.
ક્રાઇમ
તળાજા વિસ્તારમાં વર્ચસ્વ જમાવવા બે કિન્નર જૂથ વચ્ચે સામ સામે હુમલો
ભિક્ષાવૃત્તિ કરતા હતા ત્યાર લાકડી, પથ્થર અને સળિયા વડે તૂટી પડ્યા
ભાવનગર જિલ્લાના તળાજાના વેપારીઓએ કિન્નરઓની દબંગગીરીને લઈ કરેલ ફરિયાદ બાદ ભિક્ષાવૃત્તિના વિસ્તારના વર્ચસ્વની લડાઈને લઈ તળાજાના બે કિન્નર ઉપર ઠાડચ ખાતે રહેતા કિન્નરએ પોતાના યુવાન પુરુષ સાગ્રીતોને સાથે લાવી મૂંઢમાર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઇ ગયા હતા.
જર, જમીન અને જોરું આ કહેવત તળાજા વિસ્તારના કિન્નરને પણ લાગુપાડતી ઘટના પાલીતાણા રોડ પર આવેલ સુંદરવન ગૌશાળા નજીક બનવા પામી છે.તળાજા હોસ્પિટલ ખાતે પોતાના ચેલાઓ પર થેયલ હુમલા ને લઈ સારવાર અર્થે દોડી આવેલ દીપિકામાસી એ આરોપ મૂક્યો હતોકે આજે સાંજના સમયે પોતાના અહીં રહેતા સાત ચેલા પૈકીના રિયામાસી અને જાગૃતિમાસી પાલીતાણા હાઇવે પર ભિક્ષાવૃત્તિ કરી રહ્યાહતા.આ સમયે ઠાડચ ખાતે રહેતા મુકતામાસી એ પોતાના સાગ્રીતો જે એ વિસ્તારના પુરુષ છે તેને સાથે રાખી લાકડી,પથર અને સળિયા વડે હુમલો કરી મૂંઢમાર મારેલહતો.આ લોકોએ જતા જતા ધમકી આપી હતીકે હવે અહીંયા ભિક્ષાવૃત્તિ કરશો તો જાનથી મારી નાખીશું. આ અંગે ઘવાયેલા તમામ કિન્નરને સારવાર માટે ભાવનગરની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. તેમજ આ ઘટના અંગેની જામ થતા ભાવનગર પોલીસનો સ્ટાફ તુરંત હોસ્પિટલે પહોંચી ગયો હતો અને ઘવાયેલા કિન્નરોના નિવેદન લઇ ફરિયાદ નોંધવા તજવીજ શરૂ કરી છે.
મારાજીવને પણ જોખમ: દીપિકામાસી
તળાજાના દીનદયાળ નગર ખાતે કિન્નર એકીસાથે રહે છે. તળાજા ના મુખ્યગુરુ તરીકે દીપિકામાસી છે. તેઓએ જણાવ્યું હતુ કે ઠાડચ ખાતે રહેતા મુકતામાસી તરફથી છેલ્લા પંદરેક દિવસથી ધમકીઓ મળીરહી છે.આજે તેમના તરફથી પોતાના બે ચેલાપર હુમલો કરવામાં આવ્યો. મને પણ શોધે છે. મારા જીવનું જોખમ છે આ સમસ્યાનું નિરાકરણ તુરંત લેવામાં આવે તેવી પોલીસને વિનંતી છે.
ક્રાઇમ
પાંચ વર્ષની બાળા સાથે સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય કરનાર અપરાધીને આજીવન કેદ
ગોંડલ શહેરમાં પાંચ વર્ષની માસુમ બાળકીને ભાગ આપવાના બહાને પોતાના ધરમા લઇ જઇ નરાધમ તુષાર બાબુ સરવૈયાએ મુખ મૈથુન કરાવી અધમ કૃત્ય કરવાના ગુનાનો કેસ ચાલી જતા ગોંડલની અદાલતે હવશખોર શખ્સને આજીવન કેદ અને દંડ ફટકારતો હુકમ કર્યો છે.
આ કેસની ટુંકી હકીકત એવી છે કે, ગોંડલ શહેરમાં 6વર્ષની માસુમ બાળકીને તુષાર બાબુ સરવૈયા (રહે.ગોંડલ) વાળાએ બિસ્કીટ આપવાના બહાને બાળકીને પોતાના ઘરે લઈ જઇ અને માતા માસુમ બાળકીને શોધતા શોધતા તુષાર બાબુના ઘરે જતા અને રુમની અંદર તુષાર બાબુ બાળકીને મુખ મૈથુન કરાવી અધમ કૃત્ય કરતા સગીરાની માતા જોય ગયેલો અને આરોપી ત્યાથી ભાગી ગયેલો અને સગીરાની માતાએ તુષાર બાબુ સરવૈયા સામે ગોંડલ સીટી પોલીસ સ્ટેશનામાં ફરીયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મ અને પોકસોની કલમ હેઠળ ગુનો નોંધી.
પોલીસએ તુષાર બાબુ સરવૈયા ધરપકડ કરી હતી. બાદ બાળકીની તથા આરોપીની મેડીકલ તપાસણી કરાવી હતી. બાદ પોલીસ ઇન્સ્પેક્ટર જે.પી.ગોસાઈ દ્વારા તુષાર બાબુ સરવૈયા સામે પોકસો અદાલતમાં ચાર્જશીટ રજુ કર્યું હતું. બાદ કેસની સુનાવણી ચાલવા પર આવતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ સરકારી વકીલ ઘનશ્યામ કે. ડોબરીયા દ્વારા દસ્તાવેજી પુરાવા લિસ્ટ રજુ કર્યુ હતું.
કોર્ટમાં ભોગબનનાર સગીરાની અને માતા પિતાની જુબાની અને દસ્તાવેજી પુરાવાતથા તેમજ સરકારી વકીલ ઘનશ્યામ ડોબરીયાની દલીલો ધ્યાને રાખી ગોંડલના સેશન્સ જજ એમ.એ.ભટ્ટી આજીવન કેદની સજા ફરમાવેલી અને દંડ ફટકારતો હુકમ કર્યો છે. આ કામમાં સરકાર તરફે સરાકારી વકીલ ઘનશ્યામ કે.ડોબરીયા રોકાયા હતા.
અમરેલી
અમરેલીની ધો.10ની છાત્રા ઉપર દુષ્કર્મ આચરનારને 20 વર્ષની સજા ફટકારતી કોર્ટ
અમરેલીની શૈક્ષણિક સંસ્થામાં ધોરણ 10 માં અભ્યાસ કરતી અમદાવાદની વિદ્યાર્થીની ઉતરાયણ ની રજા પૂરી કરી પરત આ સંસ્થામાં અમદાવાદથી અમરેલી હિંમત ટ્રાવેલ્સની ખાનગી બસમાં આવી રહી હતી ત્યારે તેનો પીછો કરી રહેલ ધ્રુવ રાકેશ પરમાર નામના યુવાને આ વિદ્યાર્થીની સાથેની અન્ય વિદ્યાર્થીનીને બીજા સોફામાં મોકલી ચાલુ બસે આ વિદ્યાર્થીની ઉપર બે વખત બળાત્કાર કર્યો હતો અને અમરેલી દાદા ભગવાનનું મંદિર કામનાથ એસટી બસ સ્ટેન્ડ સહિતની જગ્યાએ બે દિવસ સુધી ફેરવી હતી તારીખ 20 ના રોજ રાત્રે આ વિદ્યાર્થીને તે જે સંસ્થામાં અભ્યાસ કરે છે ત્યાં જતા આ ઘટના પ્રકાશમાં આવી હતી અને મૂળ જસદણના કાર્ય ગામના વતની ધ્રુવ રાકેશ પરમાર સામે પોકસો કાયદા અન્વયે ગુનો દાખલ થયો હતો અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ પ્રશાંત લક્કડ ની ટીમે એસ પી હિમ કર સિંહ ના માર્ગદર્શન હેઠળ તપાસ કરી કડીબદ્ધ પુરાવાઓ એકત્ર કર્યા હતા આ કેસ અમરેલી ની સ્પેશિયલ પોકસો જજ ડીએસવાસ્તવ સમક્ષ ચાલી જતા જિલ્લા સરકારી વકીલ મમતાબેન ત્રિવેદી એ આરોપીને દાખલા રૂૂપ સજા કરવા કરેલી ધારદાર દલીલો તથા તેમણે રજૂ કરેલા પુરાવાઓ ધ્યાને લઈ આરોપી ધ્રુવ રાકેશ જીતુભાઈ પરમાર રહેવાસી 18 ક્રિષ્ના એપાર્ટમેન્ટ દ્વારકા સોસાયટી અમદાવાદને ભારતીય દંડ સહિતા ની કલમ નંબર 363 366 માં સાત વર્ષની સજા અને દસ હજાર દંડ તથા પોખશો એક જ ની કલમ 4 8 10 12 18 અને શાભ 376 354 મુજબ 20 વર્ષની સખત કેદ તથા 20,000 નો દંડ કરાયો હતો ભોગ બનનારને ચાર લાખ રૂૂપિયા વળતર પેટે ચૂકવવા આદેશ કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે અમરેલીના આ કેસમાં આરોપી દ્વારા આઠ એક વખત જામીન અરજી કરવામાં આવી હતી. પીડીતાના પરિવારને કાયદા ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો હતો. પરંતુ કાયદાનું પાલન અને અમલ સાચી રીતે થતા કાયદા ઉપર પુન:વિશ્વાસનું સ્થાપન થયું.. 14 વર્ષની આણસમજુ દીકરીની પાછળ આ અવસ્થા અમદાવાદથી જ પાછળ પડ્યો હતો દીકરીની જિંદગી બચાવવા માટે માવતર દ્વારા તેમને અઢીસો કિલોમીટર દૂર અમરેલી ખાતે અભ્યાસ માટે મૂકી હતી. 2021 માં પોકસો થી બચી ગયેલ ધ્રુવની હિંમત ખુલી ગઈ હતી કાયદો કશું કરી લેતો નથી અને આ જ ભૂલ માં 2023 માં અમદાવાદ થી પીછો કરી અમરેલી આવ્યો હતો.
-
ગુજરાત2 days ago
ભાવનગરના આર્મીના જવાનને હાર્ટએટેક આવતા વીરગતિ પામ્યો
-
કચ્છ2 days ago
કચ્છમાં ભેદી તાવથી મૃત્યુ આંક 15 થયો
-
આંતરરાષ્ટ્રીય22 hours ago
નિષ્પક્ષ ચૂંટણી થઇ હોત તો ભાજપને 246 બેઠકો પણ ન મળત: રાહુલ
-
કચ્છ2 days ago
ભચાઉના વિજપાસર નજીક દારૂના કટિંગ વેળાએ પોલીસ ત્રાટકી: 25.60 લાખનો દારૂ જપ્ત
-
ગુજરાત23 hours ago
કપરાડામાં રાજકોટની ગ્રામસેવક યુવતીનું ટ્રક અડફેટે કરુણ મૃત્યુ
-
ગુજરાત22 hours ago
ચાઈનીઝ લસણના વિરોધમાં માર્કેટ યાર્ડોમાં લસણની હરાજી ઠપ
-
Sports2 days ago
વિનેશ ફોગાટ-બજરંગ પુનિયાની રાજકીય કેરિયર પર રેલવેની બ્રેક, નોટિસ ફટકારી
-
રાષ્ટ્રીય1 day ago
દિલ્હીમાં લાગુ થશે રાષ્ટ્રપતિ શાસન? ભાજપ ધારાસભ્યોની માંગ પર રાષ્ટ્રપતિએ લીધો મોટો નિર્ણય