જામજોધપુરના તરસાઇ ગામે ટ્રેનની ઠોકરે પોરબંદરના યુવાનનું મૃત્યુ

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના તરસાઈ ગામ પાસેથી પસાર થતી રેલવે લાઈન પર ગઈકાલે પોરબંદરના રહેવાસી સાહિલ વિજયભાઈ જુંગી નામના 27 વર્ષના ખારવા યુવાન નું કોઈ…

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના તરસાઈ ગામ પાસેથી પસાર થતી રેલવે લાઈન પર ગઈકાલે પોરબંદરના રહેવાસી સાહિલ વિજયભાઈ જુંગી નામના 27 વર્ષના ખારવા યુવાન નું કોઈ ટ્રેન ની ઠોકરે ગંભીર સ્વરૂૂપે ઈજાગ્રસ્ત બન્યા પછી તેનું મૃત્યુ નિપજ્યું છે. આ બનાવ અંગે મૃતકના નાના ભાઈ ક્રીશ વિજયભાઈ જુંગી એ પોલીસને જાણ કરતાં જામજોધપુરના પોલીસ હેડ કોન્સ્ટેબલ બી.એમ. જાડેજા બનાવના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.