Site icon Gujarat Mirror

આણંદપર બાઘીના યુવાનનું અચાનક બેભાન થતા મોત

કુવાડવાના આણંદ પર બાઘી ગામે રહેતા 38 વર્ષના યુવાનનું બેભાન થઈ જવાથી મોત નીપજ્યું હતું.
આ અંગે કુવાડવા પોલીસ મથકના સ્ટાફે કાર્યવાહી કરી હતી. વધુ વિગતો મુજબ આણંદ પર બાઘી ગામે રહેતા ઝવેર દિલીપભાઈ સોલંકી નામના 38 વર્ષના યુવાન નું બેભાન થઈ જવાથી મોત નીપજ્યું હતું. ઝવેરભાઈ ખેતીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા અને બે ભાઈ બે બહેનમાં મોટા હતા તેમજ તેઓને સંતાનમાં ત્રણ દીકરા હતા.તેમને દારૂૂ પીવાની કુટેવ હોવાનું પરિવારે જણાવ્યું હતું.

જ્યારે બીજા બનાવમાં માણાવદરમાં રહેતા દક્ષાબેન ઠાકરશીભાઈ વાળોદરા કઈ તા.14/4 ના રોજ પોતાના ઘરે અકસ્માતે દાજી ગયા હતા જેનું સારવાર દરમિયાન મૃત્યુની ભર્યું હતું.મહિલાના મોતથી પરિવારમાં શોક છવાયો છે.

Exit mobile version