Site icon Gujarat Mirror

ગોંડલના સુલતાનપુરમાં વાડીએ કૂવામાં પડી જતાં યુવાનનું મોત


ગોંડલ તાલુકા નાં સુલતાનપુર ગામે પોતાની વાડીએ કુવામાં પડી જતા યુવાન નું ડુબી જવાથી મોત નિપજ્યું હતું. પ્રાપ્ત વિગત મુજબ સુલતાનપુર નાં પટેલ સમાજ વાડી સામે રહેતા અને ખેતીકામ કરતા વિનુભાઈ શંભુભાઇ ગોંડલીયા ઉ.46 બપોર નાં સુમારે સીમમાં આવેલી પોતાની વાડીએ હતા ત્યારે કુવામાં કબુતર મરી ગયા હોય પાણીમાં દુર્ગંધ આવતી હોવાથી કબુતર બહાર કાઢવા કુવા પડ્યાં હતાં.

કુવાની અંદર પગા પર ઉભા રહી પાણીમાં થી કબુતર કાઢી રહ્યાં હતા.તે વેળા પગ લપટી જતા કુવાનાં ઉંડા પાણીમાં ખાબક્યાં હતા.તરતા આવડતું ના હોય પાણીમાં ડુબી જવાથી તેનું મોત નિપજ્યું હતુ.દરમિયાન તેનાં નાનાભાઇ વાડીએ આવતા વિનુભાઈ ની તપાસ કરતા કુવામાં નજરે પડતા તુરંત સગા સબંધીઓ તથા પોલીસ ને જાણ કરી હતી.બાદ માં વિનુભાઈ નાં મૃતદેહ ને કુવામાં થી બહાર કાઢી પીએમ માટે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. મૃતક વિનુભાઈ બે ભાઇઓ માં મોટા હતાં.અને અપરણીત હતા.બનાવ અંગે સુલતાનપુર પોલીસે તપાસ હાથ ધરી છે.

Exit mobile version