કાલાવડના ખીમાણી સણોસરામાં અગાસી પરથી પટકાતા યુવાનનું મોત

  કાલાવડના ખીમાણી સણોસરામાં રહેતાં યુવાન ઘરની અગાશી પરથી અચાનક પડી જતાં તેમને સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. આ…

 

કાલાવડના ખીમાણી સણોસરામાં રહેતાં યુવાન ઘરની અગાશી પરથી અચાનક પડી જતાં તેમને સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. આ ઘટનામાં કાલાવડ તાલુકા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.

વધુ વિગતો અનુસાર, ખીમાણી સણોસરામાં રહેતા અનિરૂધ્ધસિંહ ફતેસિંહ જાડેજા (ઉ.42) નામનો યુવાન પોતાના ઘરે અગાસી પરથી પડી જતાં તેમને માથાના ભાગે ઈજા થતાં તેમને સારવારમાં ખસેડવામાં આવતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો.

આ ઘટનામાં જાણવા મળ્યું હતું કે, તેઓ ખેતીકામ કરતાં હતાં અને પોતે એક ભાઈ એક બહેનમાં મોટા હતાં અને તેમને દારૂ પીવાની ટેવ હતી. તેમના મોતથી પરિવારમાં શોક છવાયો છે.