જામજોધપુરના બાલવા ગામે ખેત મજુરી અર્થે આવેલા યુવાને કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી. યુવકનું સારવારમાં મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. આ બનાવ અંગે પોલીસમાંથી મળતી વિગત મુજબ, જામજોધપુરનાં બાલવા ગામે અશ્ર્વિનભાઈ ભુવાની વાડીએ ખેતમજુરી કરતાં મહેશ દલસિંગભાઈ કટારા નામનો 30 વર્ષનો યુવાન સાત દિવસ પૂર્વે વાડીએ હતો ત્યારે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેમનું મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી. બીજા બનાવમાં વઢવાણનાં નગરારચ ગામે રહેતાં કાંતિભાઈ રાજુભાઈ થળેસા નામના 28 વર્ષના યુવાને કોઈ અગમ્ય કારણોસર એસિડ પી લીધું હતું. યુવકને ઝેરી અસર થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ઉપરોકત બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
