Connect with us

મોરબી

મોરબીના લાલપર નજીક સિરામિક કંપનીમાં મજૂર ગાંજા સાથે ઝડપાયો

Published

on

મોરબી તાલુકાના લાલપર ગામની સીમમાં પ્રિયા ગોલ્ડ કારખાનાની મજુરોની ઓરડીમાંથી એક ઇસમને વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજા સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.
મોરબી તાલુકા પોલીસ સ્ટેશન પોલીસ સબ ઇન્સ્પેક્ટરને મળેલ ખાનગી ચોકકસ અને ભરોસાપાત્ર બાતમીના અધારે લાલપર ગામની સીમ, પ્રિયા ગોલ્ડ કારખાનાના મજુરોની ઓરડીમાંથી આરોપી કુલદિપ કેશરબક્ષ વર્મા ઉ.વ.24, રહે. હાલ-લાલપર ગામની સીમ, પ્રિયા ગોલ્ડ કારખાનાની મજુરોની ઓરડીમાં, તા.જી.મોરબી, મુળ રહે. નવી બજાર, ઉત્તર મહેમુદાબાદ, જી.સીતાપુર, ઉત્તરપ્રદેશ વાળાને વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજો વજન 154 ગ્રામ કિં.રૂૂ.1540/- સાથે પકડી પાડી એન.ડી.પી.સી. એકટ હેઠળ ગુન્હો રજી. કરી આગળની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.એમ.બગડા નાઓ ચલાવી રહેલ છે.

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ગુજરાત

નકલી ટોલનાકા પ્રકરણમાં ઉમિયાધામ – સિદસરના પ્રમુખ જેરામ વાંસજાળિયા નૈતિક કારણોસર રાજીનામું આપે

Published

on

By

સમગ્ર પાટીદાર સમાજમાં આ મુદ્દે આક્રોશ હોય આંતરરાષ્ટ્રીય ક્રુર્મી સેનાએ પ્રેસ કોન્ફરન્સ દ્વારા માંગ ઉઠાવી

તાજેતરમાં ગુજરાતના મોરબી જિલ્લામાં આવેલ વઘાસીયા ટોલનાકાને સમાંતર બીજું નકલી ટોલનાક ઊભું કરી વાહન ચાલકો પાસેથી પૈસાનું ઉઘરાણું થતું હોવાનું મામલો સામે આવતા આ જગ્યાના માલિક અમરસિંહ પટેલ સહિત અન્ય આરોપીઓ સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ સમગ્ર પ્રકરણમાં પાટીદાર સમાજની અગ્રણી સંસ્થા ઉમિયાધામ સિદસર નાં પ્રમુખ જેરામ વાંસડિયા ના પુત્ર અમરસિંહ પટેલ મુખ્ય આરોપી હોય આ બનાવના પાટીદાર સમાજમાં ખૂબ જ ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને સંસ્થાના પ્રમુખ એવા જેરામ વાંસજાળીયા સામે આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે પાટીદાર સમાજની લડાયક સંસ્થા આંતરરાષ્ટ્રીય કૂર્મી સેના દ્વારા આ ઘટનાની ગંભીરતાને લઈને કેસની ન્યાયિક તપાસમાં કોઈ અડચણ ન આવે તેમ જ સમાજની બદનામી ન થાય તે હતું થી ઉમિયાધામ શીદસરના પ્રમુખ પદેથી જેરામ વાંસજાળીયાએ તાત્કાલિક રાજીનામું આપી દેવું જોઈએ તેવી માંગ પત્રકાર પરિષદ યોજીને ઉઠાવવામાં આવી છે.

 

આ બાબતે યોજાયેલ પત્રકાર પરિષદમાં જીગ્નેશ કાલાવડીયાએ જણાવ્યું હતું કે પાટીદાર સમાજ એ રાષ્ટ્રવાદી વિચારોને વરેલો સમાજ છે. સરદાર પટેલ જેવા રાષ્ટ્રના મહાનાયકના સીધા વારસદાર તરીકે પાટીદાર સમાજે નૈતિકતાના ઉચ્ચ મૂલ્યોનું પાલન કરીને અઢારે વરણને રાહ ચિંધવાનો હોય છે ત્યારે રાષ્ટ્રની તિજોરીને સીધું નુકસાન પહોંચાડતી આ ઘટનામાં ઉમિયાધામ શીદસરના પ્રમુખ જેરામ પટેલનાં પુત્રની સીધી સંડોવણી નજરે ચડતી હોય તેઓએ નૈતિકતાની પરંપરાને અનુસરીને પોતાના પદ પરથી રાજીનામું આપીને દાખલો બેસાડવો જોઈએ આંતરરાષ્ટ્રીય કૂર્મી સેના રાષ્ટ્રવાદને વરેલી સંસ્થા હોય તેમ જ સમાજમાં સુચારુ વ્યવસ્થા જળવાઈ રહે અને ઉત્કૃષ્ટ કોટીનું નેતૃત્વ મળી રહે તે હેતુથી પ્રેસના માધ્યમથી પાટીદાર સમાજને અપીલ કરે છે કે આ બાબતને ગંભીર ગણીને તમામ સંસ્થાના શ્રેષ્ઠિઓ તેમજ સમાજના બહેનો, માતાઓ વડીલો, યુવાનોએ સાથે મળીને એકતાનો નાદ બુલંદ કરી આ બાબતે આગળ આવવું જોઈએ. આ પત્રકાર પરિષદને સંબોધન કરતા પાટીદાર સમાજના યુવા અગ્રણી મનોજ પનારાએ જણાવ્યું હતું કે પાટીદાર સમાજ એક છે અને કાયમ માટે એક રહેવાનો જ અમારી માંગણી માત્ર અને માત્ર સમાજની એકતા અને નૈતિકતાને બનાવી રાખવાની છે સમાજ કોઈ એક વ્યક્તિની જાગીર ન બની જાય તે જોવાનું કામ આપણા સૌનું છે. આંતરરાષ્ટ્રીય કૂર્મી સેનાના ચિરાગ કાકડીયા એ આ તકે જણાવ્યું હતું કે અમે પાટીદાર સમાજના દરેક સંસ્થાના આગેવાન શ્રીઓને પણ વિનંતી કરીએ છીએ કે તેઓ પણ આ મુદ્દે પોતાનું વલણ સ્પષ્ટ કરે અને સમાજના હિતમાં જે સત્ય વાત હોય એ ઉજાગર કરે અમારી આ માંગ એ સમગ્ર પાટીદાર સમાજની માંગણી છે. સમાજના તમામ વર્ગની માગણી છે અને આ બાબતે જો યોગ્ય નિર્ણય નહી લેવાય તો અગામી દિવસોમાં આગળની રણનીતિ નક્કી કરીને અમો આગળ વધીશું.

Continue Reading

મોરબી

લાલપર ગામની સીમમાંથી દેશી દારૂ ભરેલી 2 કાર સાથે 2 શખ્સ ઝડપાયા

Published

on

મોરબી તાલુકા પોલીસ ટીમે બાતમીના આધારે લાલપર ગામની સીમમાં અને જાંબુડીયા ગામ પાસેથી દેશીદારૂૂનો જથ્થો ભરેલ બે કાર સાથે બે આરોપીને ઝડપ્યા છે તો અન્ય બે આરોપીઓના નામ ખુલતા તેને ઝડપવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
બનાવની મળતી વિગત મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ટીમને બાતમી મળી હતી કે લાલપર ગામની સીમમાં કારમાં દારૂની હેરાફેરી થઈ રહી છે જેથી પોલીસ વોચમાં હતી તે દરમિયાન શંકાસ્પદ કાર નીકળતા પોલીસ રોકીને ચેક કરતા તેમાંથી પાંચસો લીટર દેશી દારૂ ભરેલી કાર સહીતના મુદામાલ સાથે એક આરોપી સલીમભાઇ બાબુભાઇ વિકીયાણીને ઝડપી લઈ તેમજ માલ મંગાવનાર મુસ્કાનબેન અબ્બાસભાઇ કટીયાને ઝડપવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
બીજા બનાવની મળતી વિગત મુજબ મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન જાંબુડીયા ગામની સીમમાંથી શંકાસ્પદ કાર પસાર થતા તેને રોકી ચેક કરતા તેમાંથી ચારસો લીટર દેશી દારૂ સાથેનો મુદામાલ કબજે કરી આરોપી પ્રવીણભાઈ દેવાભાઈ ઉધરેજા ઝડપી લીધો હતો જયારે અને નવઘણભાઈ કરમશીભાઈ ઉધરેજા નાસી જતા તેને ઝડપવા માટે કાર્યવાહી હાથ ધરી છે.

Continue Reading

મોરબી

આમરણ- જોડિયા રોડ પર ટ્રેક્ટરની અડફેટે બાળકીનું મોત

Published

on

મોરબી તાલુકાના આમરણ થી જોડીયા તરફ જતા રોડ ઉપર મેલડી માતાજીના મંદિરની સામે આવેલ ખુલ્લી જગ્યામાં ટ્રેક્ટરે હડફેટે લેતા ચાર વર્ષની માસૂમ બાળકીનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ મોરબી તાલુકાના આમરણ ગામે ટાટા -નગર હરીભાઇ પટેલના મકાનમા રહેતા નેપાલભાઈ સુનિલભાઈ વસુમીયા ઉ.વ.24 વાળાએ આરોપી ટ્રેક્ટર રજીસ્ટર નંબર – GJ-36-L-3085 ના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.08-12-2023 ના રોજ સાંજના સાડા છએક વાગ્યાના અરસામાં આરોપી ટ્રેકટર નંબર – GJ-36-L-3085 ના ચાલકે પોતાના હવાલાવાળુ ટ્રેકટર કાંઇપણ જોયા વગર અને બેદરકારી થી ચલાવી ફરીયાદીની દિકરી શિવાનીબેન ઉવ-04 વાળી ને હડફેટે લઇ માથાના ભાગે ગંભીર ઇજા પોહંચાડી મોત નિપજાવી નાશી ગયો હતો. જેથી આ બનાવ અંગે ભોગ બનનાર બાળકીના પિતા નેપાલભાઈએ આરોપી ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -279,304(અ) એમ.વી. એક્ટ કલમ-177,184 મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Continue Reading

Trending