Connect with us

ક્રાઇમ

અવધના ઢાળિયા પાસે આવાસમાં કચરો નાખવા મામલે મહિલાને દંપતીએ માર માર્યો

Published

on

કાલાવાડ રોડ પર આવેલ અવધના ઢાળિયા પાસે વીર સાવરકર આવાસ યોજના ના ક્વોટરમાં કચરો નાખવા મામલે પાડોશીઓ વચ્ચે માથાકૂટ થઈ હતી.જે મામલે યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.વધુ વિગતો મુજબ,વીર સાવરકર યોજનાના કવાર્ટરમાં રહેતા નીતાબેન રાજુભાઈ ભરાડીયા (ઉ.વ.40)એ ફરિયાદમાં તેમના પાડોશી માધવીબેન ખીમશુરિયા અને વિજયભાઈ ખીમશુરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.નીતાબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે,ગઈકાલે સાંજે હુ તથા મારો દિકરો અવિનાશ એમ અમારા ઘરે હતા.ત્યારે નીચેના માળે રહેતા માધવીબેન એકાદ કલાક થી બોલતા હતા કે ઉપર ના માળ વાળા કચરો નાખે છે અને જેમ ફાવે તેમ માધવીબેન ગાળો બોલતા હતા બાદમાં હુ ઉપરના માળે રહેતી હોય ને માધવીબેન ને ગાળો બોલવાની ના પાડતા થોડીવારમાં આ માધવીબેન તથા તેના પતિ વિજયભાઈ ખિમસુરીયા મારા ઘર પાસે આવીને ઝધડો કરવા લાગ્યા હતા.

આ દરમ્યાન અમારા વચ્ચે ઝધડો ઉગ્ર થતા વીજયભાઈએ મને લાકડી ડાબા હાથમાં મારી હતી અને આ બન્ને પતિ-પત્નિએ મારી સાથે ઝધડો કરીને મને ગાળો આપીને જતા જતા જાનથી મારી નાખવાની ધમકી આપીને તેઓ જતા રહ્યા હતા અને આ બનાવમાં મને શરીરે હાથે પગે મુઢ ઈજાઓ થતા હોસ્પિટલમાં સારવાર લીધી હતી.આ મામલે યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઈ એસ.વી.પટેલ અને સ્ટાફે તપાસ શરૂૂ કરી છે.

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ક્રાઇમ

ધોરાજીમાં હવાલા રેકેટ; 15 શખ્સોને ઉપાડી લેતી પોલીસ

Published

on

By

  • અનેક લોકોના ખાતામાં કર્ણાટક-હૈદ્રાબાદથી લાખો રૂપિયાની શંકાસ્પદ લેવડ દેવડ: સાયબર સેલની ટીમ ત્રાટકી, સૂત્રધાર પણ સકંજામાં, મોટા ધડાકા થવાની શકયતા

દેશભરમાં લોકસભાની ચૂંટણીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે ત્યારે ચૂંટણીપંચ દ્વારા શંકાસ્પદ નાણાંકીય વ્યવહારો ઉપર બાજ નજર રાખવામાં આવી રહી છે અને શંકાસ્પદ વ્યવહારોનું સતત સ્કેનીંગ થઈ રહ્યું છે ત્યારે રાજકોટ જિલ્લાના ધોરાજીમાંથી મોટુ હવાલા રેકેટ ઝડપાયાનું જાણવા મળી રહ્યું છે. આ હવાલા રેકટે સંદર્ભે ગાંધીનગર સાયબર સેલની ટીમે ધોરાજીમાં ત્રાટકી 15 થી 20 શખ્સોને ઉપાડી લીધા હોવાના અહેવાલો મળી રહ્યાં છે. આ ઘટનામાં ચૂંટણી લક્ષી નહીં પરંતુ અન્ય કોઈ પ્રકારનું હવાલાનું રેકેટ ચાલી રહ્યાનું બહાર આવી રહ્યું છે. જેના પગલે સાઈબર સેલ દ્વારા કેટલાક શંકાસ્પદ શખ્સોના બેંક ખાતા પણ સીઝ કરાવવામાં આવ્યા હોવાનું આધારભૂત સુત્રોમાંથી જાણવા મળી રહેલ છે.

મળતી માહિતી મુજબ, ગત નાણાકીય વર્ષ 2023-24ના અંતિમ મહિનાઓમાં ધોરાજીના કેટલાક છાપેલ કાટલા જેવા શખ્સોના બેંક ખાતાઓમાં હૈદ્રાબાદ અને કર્ણાટકના અલગ અલગ વિસ્તારોમાંથી લાખો રૂપિયાની રકમો જમા થઈ હતી. આ બારામાં હૈદ્રાબાદ સાઈબર સેલે ગુજરાત સાઈબર સેલને જાણ કરતાં સાઈબર સેલ સક્રિય બન્યું હતું અને શંકાસ્પદ ખાતાઓની તપાસ શરૂ કરી હતી. જેમાં ધોરાજીના 15 જેટલા નામચીન શખ્સોના ખાતામાં લાખો રૂપિયાની લેવડ દેવડ થયાનો ઘટસ્ફોટ થતાં આ તમામ શખ્સોના બેંક ખાતાઓ સ્થગિત કરી દેવામાં આવ્યા છે અને 15 જેટલા શખ્સોને સાયબર સેલની ટીમ ગાંધીનગર ઉઠાવી ગઈ હોવાના અહેવાલો મળી રહ્યાં છે.

જો કે આ શખ્સોના ખાતામાં લાખો રૂપિયા કોણે અને કયા હેતુથી નાખ્યા છે ? તે અંગે કોઈ વિગતો હજુ સુધી બહાર આવી નથી પરંતુ પોલીસે આ તમામ લોકોના ખાતામાં નાણા ટ્રાન્સફર કરવાનો હવાલો લેનાર મોઈન નામના સ્થાનિક સુત્રધારને પણ ઝડપી લીધો હોવાથી તેની પુછપરછ દરમિયાન ચોંકાવનારા ધડાકા થવાની શકયતા જાણકારો દર્શાવી રહ્યાં છે. આ ઘટના સંદર્ભે સ્થાનિક સાઈબર સેલને હજુ સુધી કોઈ જાણ કરવામાં આવી નથી પરંતુ ગાંધીનગર સાયબર સેલ દ્વારા જ સમગ્ર ઓપરેશન અત્યંત ગુપ્તતા પૂર્વક પાર પાડવામાં આવ્યું હોવાનું જણાવાય છે.

એક એવી પણ માહિતી મળી છે કે સુત્રધાર મોઈને કેટલાક નાના માણસોને પણ ભોળવી તેના ખાતામાં લાખો રૂપિયાની રકમ અન્ય રાજયોમાંથી જમા કરાવડાવી અને રોકડા ઉપાડી લીધા હોવાનું પણ ખુલી રહ્યું છે. આ ઘટનામાં કોઈ ચોક્કસ ગેંગનો કે દેશ વિરોધી તત્વોનો હાથ છે કે કેમ ? તેના એંગલ ઉપર તપાસ કરવામાં આવી રહી છે. સત્તાવાર રીતે પોલીસ અને સાઈબર સેલના અધિકારીઓ કાંઈ બોલવા તૈયાર નથી પરંતુ 15 જેટલા શખ્સોને રાઉન્ડ અપ કરી પુછપરછ થઈ રહી હોવાનું જણાવી રહ્યાં છે.

Continue Reading

ક્રાઇમ

માતાની ઉત્તરક્રિયામાં ગયેલા મહિલાના મકાનમાંથી રાણી સિક્કા, દાગીના મળી 91 હજારની ચોરી

Published

on

By

શહેરના રેલનગર વિસ્તારમાં આવેલી શાંતિકુંજ રેસીડેન્સીમાં રહેતાં મહિલા અને તેનો પરિવાર માતાની ઉતરક્રિયામાં બહાર ગામ ગયો હતો ત્યારે તસ્કરોએ મકાનને નિશાન બનાવી દરવાજાના તાળા તોડી તિજોરીમાં રાખેલા રાણી સિક્કા, સોનાના દાગીના અને રોકડ મળી રૂા.91 હજારની ચોરી કરી ગયાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતા પ્ર.નગર પોલીસે અજાણ્યા શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ, રેલનગરમાં આવેલી શાંતિકુંજ રેસીડેન્સીમાં બ્લોક નં.બી-3માં રહેતા ભાવનાબેન કિશોરભાઈ નિમાવત (ઉ.45) નામના બાવાજી મહિલાએ પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, તેઓ તેમના પતિ અને સંતાનો સાથે અહિં રહે છે ગત તા.31-3નાં રોજ ગુંદાસરા ગામે રહેતા તેના માતાનું અવસાન થયું હોય ત્યારથી તેઓ ગુંદાસરા ગામે હતાં. ગત તા.11નાં રોજ તેમના માતાની ઉતરક્રિયા હોવાથી પતિ મકાનને તાળુ મારી ગુંદાસરા ગામે આવ્યા હતાં. પાડોશમાં રહેતા બે જમાઈ પણ ગુંદાસરા ગામે આવેલા દરમિયાન જમાઈ ભાવેશભાઈને તેના માતા ભારતીબેનનો ફોન આવેલો અને કહેલું કે ‘તારા સાસુના મકાનમાં લાઈટ ચાલુ છે અને દરવાજાને તાળુ મારેલું નથી’ તેમ જણાવતાં ફરિયાદી અને પરિવારજનો રાજકોટ દોડી આવ્યા હતાં અને તપાસ કરતાં તસ્કરો મકાનના દરવાજાનો નકુચો તોડી મકાનમાં પ્રવેશ કરી માલસામાન વેરવિખેર કરી નાખ્યો હતો તથા લોખંડના કબાટનો લોક તોડી તિજોરીમાંથી સોનાની ચાર બંગળી કિ.રૂા.50 હજાર, સોનાના બુટીયા કિ.રૂા.10 હજાર, સો વર્ષ જુના ચાંદીના રાણી સિક્કા નં.30 કિ.રૂા.1000 તથા રોકડા રૂપિયા 30 હજાર મળી કુલ રૂા.91 હજારના માલમત્તાની ચોરી કરી ગયા હતાં. આ અંગે પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે અજાણ્યા શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી પીએસઆઈ જે.જી.તેરૈયાએ તસ્કરોની શોધખોળ હાથ ધરી છે.

Continue Reading

ક્રાઇમ

સામાકાંઠે બે મુસાફરોના મોબાઈલ તફડાવી લેનાર રિક્ષા ગેંગ ઝડપાઈ : તપાસનીશનો નનૈયો

Published

on

By

શહેરના સામાકાંઠા વિસ્તારમાં રિક્ષા ગેંગે તરખાટ મચાવી છેલ્લા થોડા જ સમયમાં બે મુસાફરોના મોબાઈલ તફડાવી લીધા હતાં. જે બનાવમાં પોલીસે ફરિયાદ નોંધી રિક્ષા ગેંગ બેલડીને ઝડપી લીધી હતી. જો કે કોઈ કારણોસર પોલીસને આરોપીઓ બતાવવામાં મુશ્કેલી પડી રહી હોય તેમ પોલીસ સ્ટેશનમાં ઘર જમાઈ તરીકે રાખ્યા હતાં. આ અંગે તપાસનીશ પીએસઆઈ મારૂનો સંપર્ક કરતાં તેમણે હજુ આરોપીઓ પકડાયા ન હોવાનું અને તપાસ ચાલી રહી હોવાનો નનૈયો ભણ્યો હતો ત્યારે આરોપીઓની ધરપકડ છુપાવવા પાછળ પોલીસનો ઈરાદો શું? તે અંગે સવાલો ઉઠી રહ્યાં છે.

જાણવા મળતી વિગત મુજબ કુવાડવા રોડ પર રહેતો રાજસ્થાની યુવાન રાહુલ તુલસીરામ ગાવડીયા ગત તા.27 માર્ચના રોજ રીક્ષામાં બેસી જતો હતો ત્યારે રીક્ષામાં ચાલક અને પાછળ એક અજાણ્યો શખ્સ બેઠો હતો જેણે પેડક રોડ પર બાલકહનુમાન પાસે યુવકને ઉતારી દીધો હતો. બાદમાં તેને ખીસ્સામાંથી મોબાઈલ ગાયબ હોવાનું જાણવા મળતાં બી ડીવીઝન પોલીસ મથકમાં લીલા કલરના હુડ વાળી રીક્ષામાં આવેલા બે અજાણ્યા શખ્સો વિરૂધ્ધ મોબાઈલ ફોન તફડાવી લીધાની ફરિયાદ નોંધાવી હતી. આ ઉપરાંત બીજા બનાવમાં માલીયાસણ ગામે રહેતા અને દૂધનો વેપાર કરતાં વિજયભાઈ મશરૂભાઈ ખોડા (ઉ.39) નામનો યુવાન ગત માર્ચ મહિનાની પાંચ તારીખે રાજકોટ દવા લેવા આવ્યો હતો ત્યારે ગ્રીનલેન્ડ ચોકડીથી પેડક રોડ પર બાલક હનુમાન ચોક ખાતે જવા માટે રિક્ષામાં બેસતાં રીક્ષા ચાલક અને પાછળની સાઈડ એક અજાણ્યો શખ્સ બેઠો હતો. રીક્ષામાં બેઠા બાદ પાછળ બેઠેલા શખ્સે બેસવા બાબતે ધક્કા મુકી કરી હતી અને બાદમાં પેડક રોડ પર સેટેલાઈટ ચોક પાસે પહોંચતાં રિક્ષા ચાલકે ‘મારે હવે બાલક હનુમાન બાજુ જવું નથી’ તેમ કહી તેને રીક્ષામાંથી ઉતારી દીધો હતો અને રીક્ષા જતી રહી હતી ત્યારબાદ તેણે ખીસ્સામાં તપાસતા તેનો મોબાઈલ ગાયબ હોય જેથી રીક્ષામાં બેઠેલા અજાણ્યા શખ્સે ધક્કામુક્કી કરી ખીસ્સામાંથી મોબાઈલ સેરવી લીધો હોવાનું જણાતા તેણે બી ડીવીઝન પોલીસ મથકમાં અરજી કરી હતી.

ત્યારબાદ પોલીસે રીક્ષા ચોર બેલડીને ઝડપી લીધી હોય જેથી માલીયાસણના યુવાનને તેનો મોબાઈલ સેરવી લીધા અંગેની ફરિયાદ નોંધાવવા માટે પોલીસ મથક ખાતે બોલાવવામાં આવ્યો હતો અને આ અંગે તેની ફરિયાદ નોંધવામાં આવી હતી. આ ફરિયાદ બાબતે તપાસનીશ પીએસઆઈ કે.ડી.મારૂનો સંપર્ક કરતાં તેમણે હજુ સુધી આરોપીઓ પકડાયા ન હોવાનો નનૈયો ભણી દીધો હતો અને આ બાબતે તપાસ ચાલુ હોય હજુ આરોપીઓની શોધખોળ ચાલુ છે તેમ જણાવ્યું હતું. પહેલી ફરિયાદ બે દિવસ પહેલા નોંધાઈ ગઈ હતી ત્યારે જ આરોપીઓને પોલીસે ઝડપી લીધા હોય આમ છતાં બે દિવસથી હજુ સુધી ધરપકડ કરી નથી ત્યારે તપાસનીશ પીએસઆઈ કે.ડી.મારૂ હજુ કયારે આરોપીઓની ધરપકડ બતાવશે ? તે અંગે સવાલો ઉઠી રહ્યાં છે.

Continue Reading

Trending