Site icon Gujarat Mirror

મોટી ખીલોરી પાસે બાઇક આડે ગાય આવી જતા ટ્રિપલસવારીને અકસ્માત નડયો: એકનું મોત

ગોંડલ તાલુકાના મોટી ખીલોરી પાસે રાત્રિના ત્રીપલ સવારી બાઈક પર પસાર થઈ રહેલા વાસાવડના યુવાનોની આડે અચાનક જ ગાય આવી ચડતા અકસ્માત સર્જાયો હતો જેમાં એક યુવાનનું કમ કમાટી ભર્યું મોત નીપજ્યું હતું જ્યારે બે યુવાનો ગંભીર રીતે ઘાયલ થતા સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા. પ્રાપ્ત વિગત મુજબ વાસાવડ રહેતા દક્ષ ઉર્ફ ચિન્ટુ કિશોરભાઈ મારડિયા ઉં.17 અને તેના બે મિત્રો વિશાખ મહેશગીરી ગોસાઈ અને દિવ્યેશ રાત્રિના દેરડી થી નાસ્તો કરી બાઈક પર વાસાવડ ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે મોટીખીલોરી ગામ નાં પુલ પાસે અચાનક રોડ પર ગાય આવી ચડતા અકસ્માત સર્જાયો હતો. જેમાં દક્ષનું ઘટનાસ્થળે મોત નિપજ્યુ હતું જ્યારે અન્ય બે યુવાનો ઘાયલ થયા હોય સારવાર માટે સાણથલી હોસ્પિટલે ખસેડાયા હતા. અકસ્માત માં મોત ને ભેટેલો દક્ષ અભ્યાસ કરતો હતો. બે ભાઇઓ નાં પરીવાર માં નાનો હતો.તેનાં પિતા ઇલેક્ટ્રોનિક નો વેપાર કરેછે.યુવાન પુત્ર નું અકાળે મોત નિપજતા પરીવાર માં કલ્પાંત સર્જાયો હતો.અકસ્માત અંગેની તપાસ સુલતાનપુર પોલીસ જમાદાર અર્જુનભાઈ દવેરા એ હાથ ધરી હતી

Exit mobile version