Site icon Gujarat Mirror

વીરપુરના સર્વેયર અને ધોરાજીના એન્જિનિયર સામે 30 હજારની લાંચ માગ્યાનો ગુનો નોંધાયો

ધોરાજી નગરપાલિકા કચેરીમાં અરજદાર પાસે લાંચ મગાઇ: આવાસ યોજનાની સહાય મંજૂરી માટે લાંચ માગનાર બન્નેની ધરપકડ માટે શોધખોળ

ધોરાજીના રાયડી ગામના કરાર આધારીત એન્જીનીયર અને સર્વેયર સામે રૂૂ.30 હજારની લાંચ માગ્યાની રાજકોટ એસીબીમાં ફરિયાદ નોંધાતા એસીબીએ ડીમાન્ડ કેશનો ગુનો નોંધ્યો છે અને કરાર આધારીત એન્જીનીયર અને સર્વેયરની ધરપક માટે તપાસ શરૂૂ કરી છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાની સહાયના હપ્તા મંજુર કર્યાના અવેજમાં લાંચ માંગી હતી.ધોરાજીમાં રહેતા એક અરજદારને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પોતાના પ્લોટમાં બાંધકામ કરવાની સહાય મંજુર થયેલ હતી.

જે મંજુર થયેલ સહાયના પ્રથમ બે હપ્તા અરજદારને ચુકાવાઇ ગયેલ ત્યારબાદ અરજદારનો ત્રીજો હપ્તો મંજુર થતા પ્રધાનમંત્રી આવાસ યોજનાની સહાયના ત્રીજા હપ્તા મંજુર કર્યાના અવેજ પેટે ધોરાજીના રાયડી ગામના કરાર આધારીત એન્જીનીયર મિલનભાઈ રામજીભાઈ કંડોરીયા અને કરાર આધારીત સર્વેયર રાધાકુષ્ણ સોસાયટી શેરી નં.1, હનુમાન મંદિર પાછળ, વિરપુર રહેતા ભાવીકભાઈ જગદીશભાઈ ટાઢાણીએ રૂૂા. 30,000 આપવા અરજદાર સાથેની વાતચીત કરી હતી. બન્ને સરકારી સેવકોએ ગેરકાયદેસર લાંચની રકમની માંગણી કરી પોતાનાઓ માટે અનુચીત લાભ લેવા પ્રયત્ન કરી જાહેર સેવક તરીકેના હોદ્દાનો દુર ઉપયોગ કરી, લાંચની માગણી અંગે ગુન્હાહિત ગેરવર્તણુંક આચરી અરજદારને ધમકાવ્યા હતા.

આ મામલે રાજકોટ એસીબીમાં ફરિયાદ કરવામાં આવી હતી. એસીબીના નાયબ નિયામક બલદેવસિંહ વાધેલાની સુચના અને મદદનીશ નિયામક જે.ડી.મેવાડાના સુપરવિઝન રાજકોટ ગ્રામ્ય એસીબીના પી.આઈ આર. આર. સોલંકીએ આ મામલે ડીમાન્ડ કેશનો ગુનો નોંધ્યો હતો અને કરાર આધારીત એન્જીનીયર અને સર્વેયરની ધરપકડ માટે તજવીજ શરૂૂ કરી છે.

Exit mobile version