Connect with us

ગુજરાત

ધો.4ના છાત્રને ટેન્કરચાલકે કચડી નાખ્યો

Published

on

સંત કબીર રોડ પર બનેલી ઘટના: સ્કૂલેથી સાઈકલ લઈ ઘરે જતાં 12 વર્ષના તરુણને કાળ ભેંટ્યો

7 માસ પૂર્વે ટેન્કર અડફેટે બાઈક સવાર પિતા-પુત્રના મોત નીપજ્યા’ તા તે જ પ્રતિબંધ વિસ્તારમાં ફરી જીવલેણ અકસ્માત સર્જાયો

શહેરમાં વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ છાશવારે જીવલેણ અકસ્માત સર્જાતા હોવાની અનેક ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાઈ રહી છે. જ્યારે સંતકબીર રોડ ઉપર ભગીરથ સોસાયટીમાં રહેતા અને ધો. 4માં અભ્યાસ કરતો 12 વર્ષનો વિદ્યાર્થી રણછોડનગરમાં અભ્યાસ કરી સાયકલ લઈ ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે સંતકબીર રોડ ઉપર દુધેશ્ર્વર મહાદેવના મંદિર પાસે ટેન્કર ચાલકે સાયકલ સવાર વિદ્યાર્થીને ઠોકરે ચડાવતા જીવલેણ અકસ્માત સર્જાયો હતો. ગંભીર રીતે ઘવાયેલા ધો. 4ના છાત્રને ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નિપજતા પરિવારમાં કરુણ કલ્પાંત સર્જાયો છે.


આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ સંતકબીર રોડ ઉપર આવેલ ભગીરથ સોસાયટીમાં રહેતા અને રણછોડનગરમાં આવેલી શાળા નં. 15માં અભ્યાસ કરતો પવન રામનિહોરે નિશાદ નામનો 12 વર્ષનો તરૂણ સ્કૂલમાં અભ્યાસ કરી પોતાની સાયકલ લઈને ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે બપોરના સમયે સંત કબીર રોડ ઉપર દુધેશ્ર્વર મહાદેવના મંદિર પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે માતેલા સાંઢની માફક ધસી આવેલા કજીજે 3 એટી 3015 નંબરના ટેન્કર ચાલકે પવન નિશાદની સાયકલને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જી ટેન્કર ચાલક ટેન્કર મુકી નાશી છૂટ્યો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા પવન નિશાદનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું. તરૂણના મોતથી શ્રમિક પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે. આ ઘટનાને પગલે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતાં. આ અંગે જાણ થતાં બી ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી કરી તરૂણના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો.


આ અંગે પ્રાથમિક પુછપરછમાં મૃતક પવન નિશાદનો પરિવાર મુળ ઉત્તર પ્રદેશનો વતની છે અને તેના પિતા અહીં ઈમીટેશનનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. પવન નિશાદ ત્રણ ભાઈ બે બહેનમાં મોટો હતો અને રણછોડનગરમાં આવેલી શાળા નં. 15માં ધો. 4 માં અભ્યાસ કરતો હતો. પવન નિશાદ સ્કૂલેથી છૂટીને સાયકલ લઈને ઘરે જતો હતો ત્યારે જીવલેણ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે બી ડિવિઝન પોલીસે અકસ્માત સર્જી ટેન્કર મુકી નાશી છુટેલા ચાલક વિરુદ્ધ ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.

ક્રાઇમ

રામેશ્ર્વર પાર્કમાં મકાન પર ટોળકીએ સોડા-બોટલના ઘા ર્ક્યા

Published

on

By

શહેરમાં જાહેરમાં મારા મારી અને મકાન પર પથ્થરમારો કે સોડા-બોટલના ઘા કરવા અંગે વિડીયો અગાઉ સોશ્યલ મિડીયામાં થયા હતા. ત્યારે રાજકોટ શહેરમાં કોઠારીયા રોડ ઉપર આવેલા રામેશ્ર્વર પાર્કમાં મોડી રાત્રે સવા બારેક વાગ્યે બે બાઇકમાં ડબ્લ સવારીમાં નીકળેલા ચાર શખ્સોેએ રામેશ્ર્વર પાર્કમાં આતંક મચાવ્યો હતો અને સુમસામ ગલીઓમાં પૂર ઝડપે વહાનો ચલાવી એક મકાન પર સોડા-બોટલના ઘા કરી નુકશાન ર્ક્યુ હતું.
સોડા-બોટલના ઘાનો અવાજ આવતા મકાન માલીક તુરંત જાગી ગયા હતા.

જો કે, તેવામાં ટોળકીના સભ્યો ત્યાંથી ભાગી ગયા હતા. આ ઘટનાને પગલે આજુબાજુના લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજ સોશ્યલ મિડીયામાં વાઇરલ થતા ભક્તિનગર પોલીસ આરોપીઓનું પગેરું મેળવવા તજવીજ શરૂ કરી છે. તેમજ લુખ્ખા તત્વોએ મોડી રાત્રે મકાન પર સોડા-બોટલના ઘા કરી પોલીસને પડકાર ફેક્યો હતો.

Continue Reading

ગુજરાત

કપડાં ધોતા પ્રૌઢા તળાવમાં પટકાતાં ડૂબી જતાં મોત

Published

on

By

નવાગામ વિસ્તારમાં આવેલા દેવનગરના ઢોરે રહેતા ભારતીબેન ઉર્ફે બબીબેન દિલીપભાઈ બાહુકીયા નામના 50 વર્ષના પ્રોઢા પોતાના ઘર પાસે તળાવના કાંઠે કપડાં ધોતા હતા ત્યારે અકસ્માતે તળાવમાં પટકાયા હતા. પ્રોઢાને તાત્કાલિક બહાર કાઢી બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી. આ ઘટના અંગે જાણ થતા કુવાડવા રોડ પોલીસ મતગકનો સ્ટાફ દોડી ગયો હતો. પોલીસે જરૂૂરી કાર્યવાહી કરી વૃદ્ધાના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મેડિકલ કોલેજ ખાતે ખસેડયો હતો.

પ્રાથમિક પૂછપરછમાં મૃતક ભારતીબેન ઉર્ફે બબીબેન બાહુકીયાને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે અને ભારતીબેન ઉર્ફે બબીબેન બાહુકીયાના પતિ દિલીપભાઈ બાહુકીયાનું પણ દસ વર્ષ પહેલા ડૂબી જવાથી મોત નિપજયુ હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે કુવાડવા રોડ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ પ્રવીણભાઈ મકવાણા સહિતના સ્ટાફે વધુ તપાસ હાથ ધરી છે.

Continue Reading

ગુજરાત

બાબરિયા કોલોની પાસે ચાલીને ચા પીવા જતો શ્રમિક યુવાન હાર્ટએટેકથી ઢળી પડ્યો

Published

on

By

શહેરના કોઠારીયા રોડ પર હુડકો પોલીસ ચોકી પાસે રહેતો પરપ્રાંતિય શ્રમિક યુવાન કારખાનામાં બુધવારની રજા હોવાથી આંટો મારવા નીકળ્યો હતો અને બાબરીયા કોલોની પાસે ચાલીને ચા પીવા હોટલે જતો હતો ત્યારે રસ્તામાં જ હાર્ટએટેક આવતાં ઢળી પડતાં તેનું મોત નિપજ્યું હતું. આ બનાવથી પરપ્રાંતિય પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી.


જાણવા મળતી વિગત મુજબ, મુળ બિહારનો વતની અને હાલ કોઠારીયા રોડ પર હુડકો પોલીસ ચોકી પાછળ અરવિંદ મણિયાર સોસાયટીમાં રહેતો સુરજીત રામલખન પંડીત (ઉ.39) નામનો યુવાન આજે બુધવાર હોવાથી કારખાનામાં રજા હોય જેથી આંટો મારવા માટે ગામમાં નીકળ્યો હતો. દરમિયાન બાબરીયા કોલોની શેરી નં.1માંથી ચાલીને હોટલે ચા પીવા માટે જઈ રહ્યો હતો ત્યારે અચાનક બેભાન થઈ ઢળી પડતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જો કે સારવાર મળે તે પહેલા જ તેનું મોત નિપજ્યું હતું. પ્રાથમિક તપાસમાં તબીબો દ્વારા હાર્ટએટેક આવી જતાં મોત થયાનું જણાવ્યું હતું. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી ભક્તિનગર પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલે દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં મૃતક સુરજીત બે બહેનોનો એકનો એક ભાઈ હોવાનું અને તેને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.


જ્યારે બીજા બનાવમાં ગંજીવાડા શેરી નં.24માં રહેતા શૈલેષભાઈ ગીગાભાઈ વાડોદરા (ઉ.45) નામના આધેડ આજે સવારે પોતાના ઘરે બિમારી સબબ બેભાન થઈ જતાં તેમનું મોત નિપજ્યું હતું. પ્રાથમિક તપાસમાં મૃતક શૈલેષભાઈ બે ભાઈ બે બહેનમાં નાના અને છુટક મજુરી કામ કરતાં હોવાનું તથા તેમને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.

Continue Reading
ક્રાઇમ4 mins ago

રામેશ્ર્વર પાર્કમાં મકાન પર ટોળકીએ સોડા-બોટલના ઘા ર્ક્યા

ગુજરાત8 mins ago

કપડાં ધોતા પ્રૌઢા તળાવમાં પટકાતાં ડૂબી જતાં મોત

ગુજરાત10 mins ago

બાબરિયા કોલોની પાસે ચાલીને ચા પીવા જતો શ્રમિક યુવાન હાર્ટએટેકથી ઢળી પડ્યો

ગુજરાત12 mins ago

વધુ એક સહકારી સંસ્થામાં મેન્ડેટનો ઉલાળિયો

ગુજરાત15 mins ago

બોટાદના જનડા ગામે ડિમોલિશન દરમિયાન મહિલાએ ઝેરી દવા ગટગટાવી લેતા દોડધામ

ગુજરાત17 mins ago

રેવન્યુ ટ્રિબ્યૂનલના ચેરમેનને દૂર કરવા હાઇકોર્ટનો હુકમ

ગુજરાત19 mins ago

હોર્ડિંગ્સ સાઈટમાં ગોટાળાની આશંકા: દરખાસ્ત પેન્ડિંગ

મનોરંજન53 mins ago

TMKOCના ‘ટપ્પુ’ની ટીવી પર વાપસી, 5 વર્ષ પછી આ શોમાં કમબેક કરશે ભવ્ય ગાંધી

રાષ્ટ્રીય1 hour ago

VIDEO: શિમલામાં સંજૌલી મસ્જિદ મુદ્દે હિંદુ સંગઠનોનો વિરોધ, બેરિકેડ્સ તોડ્યાં, પોલીસનો લાઠીચાર્જ

રાષ્ટ્રીય2 hours ago

દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ 5.8 તીવ્રતા નોંધાઈ

ગુજરાત2 days ago

ભાવનગરના આર્મીના જવાનને હાર્ટએટેક આવતા વીરગતિ પામ્યો

કચ્છ2 days ago

કચ્છમાં ભેદી તાવથી મૃત્યુ આંક 15 થયો

આંતરરાષ્ટ્રીય23 hours ago

નિષ્પક્ષ ચૂંટણી થઇ હોત તો ભાજપને 246 બેઠકો પણ ન મળત: રાહુલ

કચ્છ2 days ago

ભચાઉના વિજપાસર નજીક દારૂના કટિંગ વેળાએ પોલીસ ત્રાટકી: 25.60 લાખનો દારૂ જપ્ત

ગુજરાત23 hours ago

કપરાડામાં રાજકોટની ગ્રામસેવક યુવતીનું ટ્રક અડફેટે કરુણ મૃત્યુ

ગુજરાત23 hours ago

ચાઈનીઝ લસણના વિરોધમાં માર્કેટ યાર્ડોમાં લસણની હરાજી ઠપ

Sports2 days ago

વિનેશ ફોગાટ-બજરંગ પુનિયાની રાજકીય કેરિયર પર રેલવેની બ્રેક, નોટિસ ફટકારી

રાષ્ટ્રીય1 day ago

દિલ્હીમાં લાગુ થશે રાષ્ટ્રપતિ શાસન? ભાજપ ધારાસભ્યોની માંગ પર રાષ્ટ્રપતિએ લીધો મોટો નિર્ણય

ગુજરાત5 hours ago

સુરત બાદ ભરુચમાં પથ્થરમારો, ધાર્મિક ઝંડા લગાવવા બાબતે બે જૂથના લોકો વચ્ચે ઘર્ષણ થતાં તંગદિલી

કચ્છ1 day ago

કચ્છના કાસેઝના ગોદામમાંથી 3.16 લાખની સોપારીની ચોરી

Trending