Connect with us

ગુજરાત

હળવદના સુખપર ગામ નજીકની હોટેલમાંથી પોસડોડાનો જથ્થો મળ્યો

Published

on

હળવદ-ધ્રાંગધા હાઇવે પર સુખપર ગામ પાસે આવેલ બાબા રામદેવ હોટલમાંથી રૂૂપીયા 9,993/- ના પોશડોડાના મોટા જથ્થા તેમજ અન્ય મુદામાલ સહિત રૂૂપીયા 10,993/- ના મુદ્દામાલ સાથે એક ઇસમને મોરબી એસ.ઓ.જી. ટીમે ઝડપી પાડયો છે.
મોરબી એસ.ઓ.જી. સ્ટાફને બાતમી મળેલ કે, હળવદથી ધ્રાંગધા જતા રોડની જમણી સાઇડ ઉપર સુખપર ગામની સીમમાં આવેલ બાબા રામદેવ નામની હોટલના સંચાલક ઠાકરારામ લીછમનારામ ચૌધરી રહે. હાલ બાબા રામદેવ હોટલ સુખપર ગામની સીમ હળવદ ધ્રાંગધ્રા હાઇવે રોડ તા. હળવદ જી. મોરબી મુળ રહે. શીણધરી જુના બસ સ્ટેશનની બાજુમાં તા. ગુડામાલાની જી,બાલોતરા રાજસ્થાન વાળો પોતાના કબજા ભોગવટા વાળી બાબા રામદેવ હોટલમાં ગે.કા.રીતે માદક પદાર્થ પોસડોડાનો જથ્થો પોતાના કબજામાં રાખી તેના ગ્રાહકોને ખાનગીમાં વેચાણ કરે છે. જે મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ જઇ રેઇડ કરતા ઠાકરારામ લીછમનારામ ચૌધરી ઉ.વ.45 ધંધો હોટલ સંચાલક રહે. હાલ બાબા રામદેવ હોટલ સુખપર ગામની સીમ હળવદ ધ્રાંગધ્રા હાઇવે રોડ તા. હળવદ જી.મોરબી મુળ રહે શીણધરી જુના બસ સ્ટેશનની બાજુમાં તા.ગુડામાલાની જી.બાલોતરા રાજસ્થાનવાળાને પોશડોડાનો જથ્થો 3 કિલો 331 ગ્રામ કિ.રૂા.9,993 તથા મોબાઇલ ફોન નંગ-1 કિ.રૂા.1000/- મળી કુલ રૂૂપીયા 10,993/- ના મુદામાલ સાથે મળી આવતા એન.ડી.પી.એસ. એક્ટની કલમ-8(સી),15(બી) મુજબની કાર્યવાહી કરી સદરહુ ઇસમને ધોરણસર અટક કરી હળવદ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ગુજરાત

ચોટીલામાં પોલીસ ગ્રાઉન્ડ નજીક આગથી મુદ્દામાલના વાહનો થયા ખાક

Published

on

By

  • બે બસ આગમાં ખાક: ડમ્પરના ટાયર બળી ગયા

ચોટીલા પોલીસ મથકનાં ગ્રાઉન્ડ નજીક કોઇ અગમ્ય કારણોસર આગ લાગ્યાનાં બનાવ બનતા દોડધામ મચી હતી અને પાલિકા ફાયર ટીમ આગ ઓલવવા દોડી ગયેલ હતી.
ચોટીલા પોલીસ મથકનાં ચોપડે મુદ્દામાલ તરીકે વર્ષોથી પડેલા વાહાનો પાસે કચરાનાં ગંજ ખડકાયા હતા જેમા કોઇ અગમ્ય કારણોસર આગ લાગેલ હોવાનું હાલ અનુમાન છે જે આગની જવાળા પલવારમાં જ તેની લપેટમાં મુદ્દામાલ પૈકીની બે મીની બસને લીધી હતી જેમા બસ ભડભડ સળગવા લાગી હતી જોતા જોતા બંન્ને બસો બળીને ખાક થઇ ગયેલ હતી તેમજ નજીક રહેલ એક ડમ્પરનાં ટાયરો પણ આ આગમાં સળગી ગયા હતા. મોડી સાંજ બાદ આગનો બનાવ બનતા પાલિકાના ફાયર વિભાગને જાણ કરતા બે ફાઇટર બંમ્બા દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો અને દોઢેક કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો પરંતુ ત્યાં સુધીમાં તો બે વાહાનો ભરખી લીધા હતા. આસપાસમાં રહેતા લોકો આગજનીને જોવા ટોળે વળ્યાં હતા ત્યારે આગ કચારાનાં ઢગલાઓને કારણે લાગી હોવાનું અનુમાન કરાય છે ત્યારે વાહનો જે સ્થળે આગ લાગી ત્યાં કેમ અને કેવી રીતે પહોચ્યાં? તે પણ એક સવાલ છે.

Continue Reading

rajkot

ઓરબિટવાળા વિનેશ પટેલ ઉપરાંત દાનુભા સહિતના બિલ્ડરોને ત્યાં તપાસ

Published

on

By

નિવાસસ્થાનો તેમજ બાંધકામ સાઇટો સહીતના 30 જેટલા સ્થળોએ ઇન્કમટેકસ વિભાગના 150 જેટલા અધિકારીઓનો કાફલો ત્રાટકયો હતો.મળતી માહિતી મુજબ આ બિલ્ડર ગૃપના નવા રીંગરોડ ઉપર સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે આવેલ ગેલેકસી ગાર્ડન, મોટામવામાં આવેલ ટિવન ટાવર, સ્કાય હિલ ગાર્ડન સહીતના લાડાણી એસોસીએટસના તમામ ભાગીદારોના ઠેકાણાઓ ઉપર ઇન્કમટેકસ વિભાગે તપાસ હાથ ધરી છે.

લાડાણી એસોસીએટસ સાથે દિલીપ લાડાણી ઉપરાંત ઉત્સવ લાડાણી, રાજ વિનેશ પટેલ, વિનેશ બાબુલાલ પટેલ, વિપુલ બાબુલાલ પટેલ સહીતના ભાગીદારો જોડાયેલા છે. આ તમામ ભાગીદારોના નિવાસસ્થાનો તેમજ ઓફિસો સહીતના સ્થળો ઉપર તપાસ હાથ ધરવામાં આવી છે.

ઇન્કમટેકસ વિભાગ દ્વારા લાડાણી એસોસીએટસના તમામ ભાગીદારોના કોમ્પ્યુટર, હિસાબી સાહિત્ય, કાચી-પાકી ચિઠ્ઠીઓ સહીતનાં હિસાબી સાહિત્યની ચકાસણી શરૂ કરી છે. આ તપાસ દરમિયાન મોટી રકમના બિનહિસાબી વ્યવહારો મળી આવવાની શકયતા છે.

Continue Reading

ગુજરાત

કાલાવડના નિકાવા ગામ નજીક બાઈક અને મોટર ટકરાતા ઘાયલ થયેલ શ્રમિકનું મૃત્યુ

Published

on

By

કાલાવડના નિકાવા ગામ પાસે શનિવારે સાંજે એક મોટરે સામેથી આવતા બાઈક સાથે ધડાકાભેર અકસ્માત સર્જતા નગર પીપળીયા ગામમાં મજૂરીકામ કરતા મૂળ દાહોદ જિલ્લાના શ્રમિક યુવાનનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ થયું છે. અકસ્માત પછી મોટર પણ ઉંધી પડી ગઈ હતી. મૃતકના પત્નીની ફરિયાદ પરથી પોલીસે મોટરચાલક સામે ગુન્હો નોંધ્યો છે.

કાલાવડ તાલુકાના નગરપીપળીયા ગામમાં આવેલા દેવેન્દ્રભાઈ બાબુભાઈ નામના ખેડૂતના ખેતરમાં મજૂરી કામ માટે આવીને રહેતા મૂળ દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મોટા નટવા ગામના મુકેશભાઈ નાગલાભાઈ બામણીયા નામના ચાલીસ વર્ષના શ્રમિક શનિવારે સાંજે છ વાગ્યે જીજેે-3-એલજે 7880 નંબરના મોટરસાયકલમાં નિકાવા ગામે ખરીદી કરવા માટે જતા હતા.

આ યુવાન જ્યારે નિકાવા ગામથી આગળ એક હોટલ પાસે પહોંચ્યા ત્યારે જીજે-3 એનઈ 4364 નંબરની કાળા રંગની ક્રેટા મોટર પુરપાટ ઝડપે ધસી આવી હતી. તે મોટરના ચાલકે બેફિકરાઈથી ડ્રાઇવિંગ કરી સામેથી આવતા મુકેશભાઈ ના બાઈક સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં જોશભેર રોડ પર પછડાયેલા મુકેશભાઈનું માથા સહિતના શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા થવાથી ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે બાઈકને ટક્કર મારી ક્રેટા મોટર પણ ઉંધી પડી ગઈ હતી.બનાવની જાણ થતા કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી આવ્યો હતો. પોલીસે મૃતક મુકેશભાઈ ના પત્ની ચંપાબેન બામણીયાનું નિવેદન નોંધી મોટરના ચાલક સામે ગુન્હો નોંધ્યો છે.

Continue Reading

Trending