કચ્છ
સામખિયાળી ટોલ પ્લાઝા નજીકથી 23.91 લાખના ડ્રગ્સ સાથે પંજાબી પકડાયો
કચ્છના સીમાવર્તી દરિયાઈ વિસ્તારમાંથી દર વર્ષે સુરક્ષા એજન્સીઓને બિનવારસી કિંમતી માદક પદાર્થના પેકેટો મળતા રહે છે, તો થોડાં સમય પહેલા ગાંધીધામના કોસ્ટલ ગ્રામ્ય વિસ્તારમાંથી 120 કરોડનું ડ્રગ્સ પોલીસને મળી આવ્યું હતું. ત્યાં હવે બહુમૂલ્ય કિંમત ધરાવતા નશાખોરીના પદાર્થોની જાણે કચ્છમાં ચલણ વધી રહ્યું હોય તેમ આજે પૂર્વ કચ્છના જંકશન મથક સામખિયાળી ધોરીમાર્ગ પરથી એસઓજીએ પંજાબના એક શખ્સને 47.830 ગ્રામ હેરોઇનના જથ્થા સાથે ઝડપી લેવામાં આવતા ચકચાર પ્રસરી જવા પામી છે.
રૂૂ. 23 લાખ 91 હજાર 500ની કિંમતના માદક પદાર્થના જથ્થાને કચ્છમાં ક્યાં અને કોણે હવાલે કરવા સહિતના પ્રશ્ને પોલીસ વિભાગે તપાસ આરંભી છે. જોકે, લગાતાર કચ્છનું જોડાણ ડ્રગ્સ સહિતના ગંભીર નશાખોરી સાથે બહાર નીકળતા સ્થાનિકે ચિંતાનો માહોલ સર્જાયો છે.
આ અંગે સામે આવેલી વિગતો મુજબ એસ.ઓ.જી.ટીમના પો.હેડ.કોન્સ વિરેન્દ્રસિંહ રતનલાલ પુરોહિત તથા ધર્મેન્દ્રસિંહ હાકમસિંહ સોઢાનાઓને મળેલ બાતમીના આધારે સામખીયારી ટોલ પ્લાઝાથી સામખીયારી ગામ તરફ જતા નેશનલ હાઇવેના સર્વિસ રોડ ઉપર આવેલ પીકઅપ સ્ટેન્ડ પાસે દરોડો પાડી પંજાબના રહેવાસી પરગટસિંગ સુલેખણસિંગ પાસેથી માદક પદાર્થ હેરોઈનનો જથ્થો વેચાણ કરે તે પહેલાજ ઝડપી પાડ્યો હતો. આરોપી પાસેથી રૂૂ.23.91 લાખની કિંમતનો 47.830 ગ્રામ માદક પદાર્થ હેરોઇનનો જથ્થો ઝડપી તેના વિરૂૂધ્ધ એનડીપીએસએક્ટ હેઠળ ગુનો દાખલ કરાવી સામખિયારી પોલીસ મથકના હવાલે કરવામાં આવ્યો હતો. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, પકડાયેલા ઇસમ પાસેથી રેલવેની મુસાફરી ટીકીટ પણ મળી આવી છે.
કચ્છ
PM મોદીએ કચ્છ સરહદે જવાનો સાથે ઉજવી દિવાળી
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજે કેવડિયા કોલોની સ્ટેચ્યુઓફ ુયનિટી ખાતે એકતા પરેડ સહિતના કાર્યક્રમોમાં હાજરી આપ્યા બાદ કચ્છ શરહદે ફરજ બજાવતા બીએસએફના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી.
મળતી માહિતી મુજબ વડાપ્રધાન મોદી બપોરે કેવડિયાથી સીધા કચ્છના નલિયા ભૂજ થઈ એરબેઝ ઉપર પહોંચ્યા હતા. અને ત્યાં પાક. સરહદે ફરજ બજાવતા બીએસએફના જવાનો સાથે દિપાવલીની ઉજવણી કરી હતી. વડાપ્રધાન મોદી દર વર્ષે દિવાળીની ઉજવણી જવાનો સાથે કરે છે તે પરંપરા મુજબ આ વર્ષે કચ્છ સરદે દિવાળી ઉજવવાના હોય સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે. અને ઉચ્ચ અધિકારીઓ પણ પહોંચી ગયા છે.
કચ્છ
દિવાળીને લઈ સલામતી માટે કચ્છ સરહદે બીએસએફના જવાનો સાથે એસપી સાગર બાગમારની અધ્યક્ષતામાં બેઠક
બાલાસર પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઈન્સ્પેક્શન કરાયું, બીએસએફના જવાનો અને પોલીસકર્મીઓએ એકમેકને દિવાળીની શુભકામનાઓ પાઠવી
દીવાળીના પાવન પર્વે લોક સલામતી અંતર્ગત પૂર્વ કચ્છ પોલીસ અધિકારીઓ વાગડના સરહદી ગામોની મુલાકાત લઈ જાત સમીક્ષા મેળવી હતી. સાથે જ રાપર તાલુકાના સરહદી બેલા પોસ્ટના બીએસએફ કેમ્પની પણ મુલાકાત લઈ સુરક્ષા જવાનો સાથે પોલીસની બેઠક યોજાઈ હતી.પોલીસ વડા સાગર બાગમારે વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડા, બાલાસર પીએસઆઇ એસવી ચૌધરી, ખડીર પીએસઆઇ ડીજી પટેલ, રિડર પીએસઆઇ ડીજે પ્રજાપતિ સાયબર પીએસઆઇ જેઆર અમૃતીયાએ બેલા પાસેના કેમ્પમાં તહેનાત બીએસએફના ઈન્સ્પેક્ટર રામલાલ પંત અને બીએસએફના જવાનો સાથે મુલાકાત કરી દિવાળી અને નવા વર્ષની આગોતરી ઉજવણી કરી હતી.
પોલીસ અધિકારીઓ અને સુરક્ષા જવાનોએ એકમેકને શુભેચ્છાઓ પાઠવી હતી. અધિકારીઓ અને જવાનોએ બેઠક યોજી હમ સબ એક હૈ નો સદેશો વ્યક્ત કર્યો હતો. પોલીસ વિભાગ દ્વારા તમામ જવાનોને મીઠાઈ આપવામા આવી હતી. બીએસએફ દ્વારા પણ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓનુ મીઠું મોઢું કરાવ્યું હતું. આ સમયે હરપાલસિંહ રાણા, દુર્ગાદાન ગઢવી, વિક્રમ દેસાઈ, જયપાલસિંહ રાણા, રલજી ચૌધરી, પ્રકાશ ચૌધરી, કાંતિસિંહ, દલસિંગ કાનાણી, સુમતિ પરમાર, નાથાભાઈ પરમાર વગેરે જોડાયા હતા.
સરહદી રાપર તાલુકાના બાલાસર પોલીસ મથકમાં પૂર્વ કચ્છ પોલીસ વડા બાગમાર દ્વારા વાર્ષિક ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ પરેડ, નોટ રિડીંગ, સરહદી પેટ્રોલિંગ, પોલીસ સ્ટાફની ધટ ચર્ચા સાથે તથા બેલા ગામજનો સાથે લોક દરબારનુ આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત બાલાસર જાટાવાડા રોડ પર બની રહેલા નવા પોલીસ સ્ટેશનનુ નિરિક્ષણ કર્યું હતું. આગામી માર્ચ મહિનામાં બાલાસર પોલીસ મથક નવા બની રહેલા બિલ્ડીંગમા કાર્યરત થઈ જશે, જેથી બાલાસર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા સુદ્રઢ બનાવવા માટે આયોજન કરવામાં આવ્યું હતું.
કચ્છ
ભુજમાં ધનતેરસે નકલી સોનાના બિસ્કિટ સસ્તામાં વેચવા નીકળેલો હિસ્ટ્રીશીટર ઝડપાયો
16 નકલી સોનાના બિસ્કિટ જપ્ત, અગાઉ પણ આ આરોપી છેતરપિંડીમાં પોલીસ ચોપડે ચડી ચૂકયો છે
ભુજમાં સસ્તું સોનું વેચાણે આપવાની લાલચ આપી કોઈને છેંતરવાના ઈરાદાથી નીકળેલા ઠગબાજને એલસીબીએ પીતળ જેવી ધાતુના લંબ ચોરસ 16 નંગ બિસ્કીટ સાથે ઝડપી પાડ્યો હતો. અસલ સોનાના બિસ્કીટ તરીકે ખપાવી છેતરપીંડી કરવાની કોશીસ કરતા આ ઇસમને રંગેહાથ ઝડપી આગળની કાયદેસરની કાર્યવાહી માટે એ ડિવિઝન પોલીસને હવાલે કરાયો હતો. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ પકડાયેલા ઇસમ ઉપર છેતરપિંડીના કેસ પોલીસ દફ્તરે નોંધાઈ ચુક્યા છે.
પ્રાપ્ત વિગતો મુજબ પશ્વિમ કચ્છ એલસીબી પીઆઇ એસએન ચુડાસમા તથા પીએસઆઇ ટીબી રબારીના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ હેડ કોન્સ્ટેબલ મયુરધ્વજસિંહ જાડેજા, રણજીતસિંહ જાડેજા, મહીપાલસિંહ રાજપુરોહીત તથા સુનીલભાઇ પરમારનાઓ પેટ્રોલીંગમાં હતા , તે દરમ્યાન ખાનગી રાહે મળેલી બાતમીના આધારે ભુજના એરપોર્ટ રીંગ રોડથી મોટાપીર દરગાહ રોડ તરફ સસ્તું સોનું વેચાણે આપવાની લાલચ આપી કોઈને છેતરવાના ઈરાદાથી નીકળેલા મૂળ નખત્રાણા તાલુકાના કોટડા જદોડરના અને હાલે માધાપર કેસરબાગ સોસાયટી ખાતે રહેતા અમીતકુમાર અમૃતલાલ સોનીને પીતળ જેવી ધાતુના લંબ ચોરસ બિસ્કીટ સાથે પકડી પાડ્યો હતો.
પકડાયેલો ઇસમ નકલી સોનાના બિસ્કિટને અસલ સોનાના બિસ્કીટ તરીકે ખપાવી છેતરપીંડી કરવાના ઇરાદાથી મોટાપીર દરગાહ બાજુ સ્વીફટ કાર નં-ૠઉં-12-અઊ-4303 વાળીથી પસાર થતો હતો તે વેળાએ એલસીબીએ રંગેહાથ તેને ઝડપી લીધો હતો. ઉલ્લેખનીય છે કે ભુજમાં સસ્તા સોનાના નામે છેતરપિંડી ના અનેકવિધ ગુનાઓ નોંધાઈ ચુક્યા છે, ત્યારે વધુ છેતરપિંડી નો બનાવ બને તે પહેલાજ એલસીબીએ આરોપીને ઘટનાના અંજામ પહેલા પકડી પાડ્યો હતો.