Connect with us

જુનાગઢ

કેશોદમાં કબજે કરેલા ફટાકડા ફુટવા લાગતા પોલીસવાન બળીને ખાક

Published

on

કેશોદ શહેરી વિસ્તારોમાં દિવાળીની મોડી રાત્રે પેટ્રોલિંગ કરી રહેલી કેશોદ પોલીસ દ્વારા જાહેર માર્ગો પર જીલ્લા કલેકટરનાં જાહેરનામાંનો ભંગ કરતાં શખ્સોને મૌખિક સુચનાઓ આપવા છતાં વાહનચાલકો અને રાહદારીઓને આવવા જવામાં અડચણ ઉભી કરતાં ઈસમો પાસેથી જપ્ત કરવામાં આવેલાં ફટાકડાં પોલીસ વાનમાં ભરવામાં આવેલાં હતાં ત્યારે મોડીરાત્રે પોલીસ સ્ટેશન નજીક પહોંચતા અચાનક આગ લાગતાં પોલીસ વાહનમાં પડેલાં ફટાકડાં ફુટવાનુ શરૂૂ થતાં આગ પ્રસરી પોલીસ વાનમાં ફેલાઈ જતાં આગ વિકરાળ સ્વરૂૂપ ધારણ કરી લીધું હતું.
કેશોદ નગરપાલિકા સંચાલિત ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતાં તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી અને કોઈ આકસ્મિક ઘટના બની નહોતી. કેશોદના શહેરીજનો આનંદ ઉત્સાહથી તહેવારો ઉજવે એ માટે દિવાળી નાં તહેવારો દરમ્યાન પેટ્રોલિંગ કરી રહેલાં કેશોદ પોલીસ સ્ટેશનનાં પોલીસકર્મીઓ નો આબાદ બચાવ થયો હતો અને સદનસીબે કોઈ પ્રકારની જાનહાની થઈ નહોતી.
કેશોદ શહેરમાં પોલીસ વાનમાં આગ લાગતાં પસાર થતાં વાહનચાલકો અને રાહદારીઓ ઉપરાંત આસપાસના રહીશોનાં ટોળાંને ટોળાં ઉમટી પડયા હતાં. કેશોદ શહેરમાં પોલીસ વાનમાં આગ લાગવાની આકસ્મિક ઘટના મોડીરાત્રે બની હોવાથી મોટી જાનહાની કે નુક્સાની થયેલી નથી.

જુનાગઢ

લીલિયામાં આર્થિક ભીંસથી કંટાળી યુવકનો આપઘાત

Published

on

અમરેલી જિલ્લામાં આપઘાતના બનાવો છેલ્લા ઘણા સમયથી વધી રહ્યા છે ત્યારે જિલ્લાના લીલીયા તાલુકાના યુવાને આર્થિક ભીંસમાં આવી ઝેરી દવા પી લઈ આપઘાતનો પ્રયાસ કરતા તેમને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાં તેઓનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.
વધુ વિગતો મુજબ,નાના લીલીયામાં રહેતા મનોજભાઈ નાગજીભાઈ ગોઠડીયા નામના 22 વર્ષના યુવાને આર્થિક ભીંસમાં આવી ઝેરી દવા પી લેતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેમનું મોત નિપજયુ હતું.યુવકના મૃત્યુથી પરિવારમાં અરેરાટી મચી ગઇ છે. તેમના મૃતદેહને અહીંની હોસ્પિટલમાં મોકલી પોસ્ટમોર્ટમ કરાયું હતું.આ બનાવ અંગે લીલીયા પોલીસે તપાસ આગળ ધપાવી છે.યુવક મજૂરી કામ કરી પરિવારને મદદરૂપ થતો હતો.યુવક છેલ્લા ઘણા સમયથી ગુમસુમ રહેતો હતો.તેમના મૃત્યુથી પરિવારમાં અરેરાટી મચી ગઇ છે.

Continue Reading

જુનાગઢ

સૌરાષ્ટ્રમાં ગુનેગારોને હથિયાર સપ્લાય કરતો જૂનાગઢનો શખ્સ બે પિસ્તોલ સાથે ઝડપાયો

Published

on

સૌરાષ્ટ્રભરમાં રીઢા ગુનેગારોને હથિયાર સપ્લાય કરતો નામચીન ફિરોઝ ઉર્ફે લાલો કાસમ હાલા (ઉ.વ.32, રહે. નવી ચોબારી, જિ. જૂનાગઢ, હાલ રસુલપરા શેરી નં.2, કોઠારીયા સોલ્વન્ટ, હીરાબેનના મકાનમાં ભાડેથી) બે પિસ્તોલ સાથે ઝડપાયો હતો. ક્રાઈમ બ્રાંચે ઢોલરા ચોકડી પાસે વોચ ગોઠવી આરોપીને દબોચી લીધો હતો. રૂૂ.40 હજારની બે બંદૂક કબ્જે કરી ગુનો દાખલ કરાયો હતો.
ક્રાઈમ બ્રાંચના સૂત્રોએ જણાવ્યા મુજબ, તાજેતરમાં પોપટપરાનો કુખ્યાત આરોપી ભરત કુગશીયા હથિયાર સાથે તેની વાડીમાંથી ઝડપાયો હતો.તેની પૂછપરછમાં આ ફિરોઝ ઉર્ફે લાલાનું નામ ખુલ્યું હતું.તેની શોધખોળમાં હતા દરમિયાન બાતમી મળી હતી કે,આરોપી ઢોલરા ચોકડી પાસેથી નીકળવાનો છે.ત્યાં વોચ ગોઠવી તેને દબોચી લેવાયો હતો.લાલાની ધરપકડ કરી પૂછપરછ કરતા જાણવા મળ્યું કે,લાલો વર્ષ 2016માં જૂનાગઢના પત્રકાર કિશોર નાનાલાલ દવેની હત્યામાં સંડોવાયેલો હોય,પોલીસે ઝડપી જેલ હવાલે કર્યો હતો.તે છ વર્ષ સુધી જેલમાં રહ્યો ત્યાં ઉત્તરપ્રદેશના રીઢા ગુનેગાર રાજુ ભૈયા સાથે મુલાકાત થઈ હતી.
જેલમાંથી છૂટ્યા બાદ તેના થકી તે હથિયારના ગેરકાયદે ધંધામાં સંડોવાયો અને સૌરાષ્ટ્ર ભરમાં પોતાના હથિયાર સપ્લાયની ચેઇન બનાવી નાના મોટા રીઢા ગુનેગારોને હથિયાર વેચતો હતો.
પોતે આ પિસ્તોલ વેચવા ગ્રાહકની શોધમાં રાજકોટ બાજુ આવ્યો હતો અને પાકી બાતમી મળતા જ પકડી લેવાયો હતો.અત્યાર સુધીમાં કેટલા હથિયાર વેચ્યા? એ મુદ્દે તેના રિમાન્ડ તજવીજ હાથ ધરી છે.તેની સામે હત્યા ઉપરાંત આર્મ્સ એક્ટ,ખંડણી, મારામારી,ધમકી સહિતના 10 ગુનામાં સંડોવાયેલ છે.આ કામગીરી રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ બી.ટી.ગોહિલ તથા એ.એસ.આઇ. બલભદ્રસિંહ જાડેજા, ભરતભાઇ વનાણી તથા હેડ.કોન્સ. મહિપાલસિંહ ઝાલા, કનકસિંહ સોલંકી, સુભાષભાઇ ઘોઘારી દ્વારા કરવામાં આવી હતી.

Continue Reading

Uncategorized

ગુટકા ખાવાની આદત ભારે પડી: યુવક ચાલુ બસમાંથી પટકાયો

Published

on

કેશોદના અજાળ ગામે રહેતા યુવકને ગુટકા ખાવાની આદત ભારે પડી હોય તેમ ધોરાજીથી રાજકોટ આવતી વખતે યુવાન ગુટકા ખાવા ટ્રાવેલ્સ બસના દરવાજે ઉભો રહ્યો હતો તે દરમિયાન ભરૂૂડી ટોલનાકા પાસે ચાલુ બસમાંથી નીચે પટકાતા તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ કેશોદના અજાળ ગામે રહેતા ભાવેશ દામોદરભાઈ કનેરિયા નામનો 42 વર્ષનો યુવાન ગુરુકૃપા ટ્રાવેલ્સમાં બેસીને જઈ રહ્યો હતો ત્યારે ભરૂૂડી ટોલનાકા પાસે ચાલુ બસમાંથી પડી જતા તેને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં ભાવેશ કનેરિયા પોતે ટ્રાવેલ્સ બસમાં ડ્રાઇવિંગ કામ કરે છે અને ધોરાજીથી રાજકોટ આવતો હતો ત્યારે ગુટકા ખાવા ભાવેશ કનેરિયા દરવાજા પાસે ઉભો રહ્યો હતો તે દરમિયાન ચાલુ બસમાંથી નીચે પડી જતા ગંભીર ઇજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે આ બનાવ અંગે ગોંડલ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Continue Reading

Trending