Connect with us

સૌરાષ્ટ્ર

કદાવર પહોંચ ધરાવતા દબાણકર્તા સામે સ્થાનિક તંત્ર વામન સાબિત થયું હોવાનું ચિત્ર ઉપસ્યું

Published

on

દેવભૂમિ દ્વારકામાં જગત મંદિર આસપાસ કોરીડોર પ્રોજેક્ટની તૈયારી થઇ રહી છે. ત્યારે જગત મંદિર આસપાસનાં કથિત દબાણો ચર્ચિત બન્યા છે. જગત મંદિરને વધુ ભવ્યતા પ્રદાન કરવા તથા યાત્રીઓની સુવિધા માટે મંદિર આસપાસ કોરીડોર નિર્માણ કરવાનો મેગા પ્રોજેક્ટ હાથ ધરવામાં આવનાર છે જેને પગલે મંદિર આસપાસની દુકાનો અને કથિત દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવી પડે એમ છે.
આ સંજોગોમાં જગત મંદિર આસપાસનાં કથિત દબાણો દૂર કેવી રીતે થશે એ ચર્ચાનો વિષય બન્યો છે.ઉલ્લેખનિય છે કે મંદિર આસપાસનાં કથિત વિરાટ દબાણો કદાવર પહોંચતા દબાણકર્તાનાં હોવાની ચર્ચા વચ્ચે આ દબાણો દૂર કરવામાં સ્થાનિક તંત્ર વામન પુરવાર થયું હોવાનું ચિત્ર ઉપસ્યું છે. જગત મંદિરનાં આસપાસનાં દબાણો દૂર કરવા સ્થાનિક તંત્ર દ્વારા જન્માષ્ટમી પૂર્વે પોલીસ બંદોબસ્ત સાથે મોટા ઉપાડે દબાણ હટાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી પરંતુ વૃષભ રાશિના વિરાટ પહોંચ ધરાવતા શખ્સના એક પણ દબાણ દુર ના થયા જ્યારે નાના રેંકડી ધારકોની રેકડીઓ ડી ટેઇન કરી પાલિકાએ સંતોષ માની લીધો હતો એવા સંજોગોમાં કોરીડોર પ્રોજેક્ટની કામગીરી કેવી રીતે આગળ વધશે? એ અંગે અટકળો થઇ રહી છે.
દ્વારકાનાં મેગા પ્રોજેક્ટ કોરીડોર યાત્રાધામને નવી ઓળખ અને ગરિમા મળશે ત્યારે આ પ્રોજેક્ટ માટે અડચણરૂૂપ કથિત દબાણો દૂર કરવાની કાર્યવાહી પર સૌની મીટ મંડાયેલી છે.
દ્વારકાના જગતમંદિર વિસ્તારમાં નસ્ત્રવૃષભસ્ત્રસ્ત્ર રાશિનો શખ્સ વીસ થી વધુ દુકાનો રાખી મંદિરના મોક્ષ દ્વાર, સ્વર્ગ દ્વાર અને સુદામા સેતુ રોડ પર તોતિંગ દબાણો તથા પથારાઓ પાથરીને સરકારી જગ્યાનો દુરૂૂપયોગ કરી મહિને લાખોની કમાણી કરતા તત્વના નસ્ત્રમીનસ્ત્રસ્ત્ર રાશીના તેમના વેવાઈ રાજકીય વગ ધરાવતા હોય જેમના લીધે અધિકારી સાથે સેટિંગ પાડી દીધાનું જાહેરમાં ચર્ચાય રહ્યું હોય જેમના લીધે તેમનું દબાણ યથાવત રાખતા અનેક તકઁ વિતકઁ સર્જાયા છે

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ગુજરાત

રીબડા પાસે રિક્ષાએ બાઇકને ઉલાળતા પિતાની નજર સામે જ દીકરીનું મોત

Published

on

By

આજે રીબડા નજીક બાઇકને રીક્ષાના ચાલકે ઠોકરે લેતા પિતા-પુત્રી ધવાયા હતાં. તે બંન્નેને રાજકોટની સિવિલમાં ખસેડવામાં આપતા પુત્રીનું મોત નીપજ્યું હતું. આ લોકો રાજકોટ આપતા હોવાનું જાણવા મળી રહયું છે.
બનાવની વિગતો અનુસાર, જેતપુર-ધોરાજી રોડ પર સંઘી પ્લોટમાં રહેતા ઇસુલભાઇ પાસીનભાઇ લાલવાણી (ઉ.વ.37) તેમની દીકરી સબીનાને લઇ રાજકોટ આંખના ડોકટરને બતાવવા આવતા હતા ત્યારે રીબડા નજીક રીક્ષાએ ઠોકરે લેતા પિતા અને પુત્રી બંન્ને રસ્તા પર ફંગોવ્યા હતા અને જેમાં બંન્નેને ગંભીર ઇજા થતાં અહીની સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવતાં પુત્રીને ફરજ પરના તબીબે મૃત જાહેર કરી હતી. ઇસુલભાઇને સંતાનમાં એક પુત્ર અને બે દીકરી હતી જેમાં સબીના નાની હતી. તેમજ ઇસુલભાઇ મજુરીકામ કરે છે. દીકરીના મોતથી પરિવારમાં માતમ છવાયો છે.

Continue Reading

કચ્છ

કચ્છથી અયોધ્યા જતી આસ્થા ટ્રેન ઉપર રાજસ્થાનમાં પથ્થરમારો

Published

on

By

અયોધ્યામાં રામમંદિર પ્રતિષ્ઠા બાદ ભગવાન રામનાં દર્શન અર્થે કચ્છથી અયોધ્યામાટે નીકળેલી વિશેષ આસ્થા એક્સપ્રેસ ઉપર કોઈ ટીખળખોરે પથ્થરો ફેકતાં દોડધામ મચી હતી. આ અંગે પ્રવાસીઓએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, આસ્થા એક્સપ્રેસ ટ્રેન અયોધ્યા માટે પ્રસ્થાન થઈ હતી, બપોરે રાજસ્થાનના ભરતપુર વિસ્તારમાં ટેન આવતાં અજાણ્યા ટીખળખોરોએ એસ-18 નંબરના કોચ ઉપર પથ્થર ફેકયા હતા.જેને કારણે આ કોચના સીટ નં. 23 અને 24ના બારીના કાચ તૂટયા હતા. ત્યારબાદ રેલવે પોલીસે બનાવ સ્થળે આવી વિવિધ દિશામાં તપાસ આરંભી હતી.સદ્ભાગ્યે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. આ કોચમાં વાગડ વિસ્તારના સામખિયાળી સહિતના ગામોના પ્રવાસીઓ બેઠેલા હતા. રાપરના ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજાએ પ્રવાસીઓના ખબર-અંતર પૂછયા હતા.

Continue Reading

ગુજરાત

બોરવેલમાં પડી ગયેલા બાળક જિંદગી સામેનો જંગ હાર્યો : સારવારમાં મૃત્યુ

Published

on

By

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ગોવાણા ગામે રમતા-રમતા બોરવેલમાં ખબકેલા બાળકને મહા મહેનતે બોરવેલમાંથી બહાર કાઢી બેભાન હાલતમાં સારવાર અર્થે જામનગરની હોસ્પિટલમાં ખસેડાવામાં આવ્યો હતો પરંતુ બાળક જીંદગી સામેનો જંગ હારી ગયો હતો અને 20 દિવસની સારવાર બાદ તેનું મૃત્યુ નીપજ્યુ હતું.

આ ઘટના અંગેની જાણવા મળતી મહીતી મુજબ લાલપુર તાલુકાના ગોવાણા ગામે રમતા-રમતા બાળક બોરવેલમાં ખબક્યો હતો આ બનાવની પરીવાર જનો દ્વારા તંત્રને જાણ કરતા ફાયરબ્રિગેડ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી જઇ મહા મહેનતે બોરવેલમાં ફસાયેલા બાળકને બહાર કાઢ્યો હતો.

બોરવેલ માંથી બેભાન હાલતમાં બહાર કઢાયેલા બાળકને સારવાર અર્થે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ 20 દિવસ સુધી જિંદગી સામેનો જંગ લડી રહેલો બાળકને મોડી રાત્રીના સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો.

Continue Reading

Trending