Site icon Gujarat Mirror

પરબધામના મહંત પૂ. કરશનદાસ બાપુના હૃદયના ધબકારા નિયમિત બનાવા પેસમેકર મુકાયુ

સૌરાષ્ટ્ર સુપ્રસિદ્ધ અને લાખો ભાવિકોના આસ્થાનું કેન્દ્ર પરબધામના મહંત પૂ. કરસનદાસ બાપુને હદયના ધબકારા વધી જતાં રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં સારવાર માટે એડમિટ કરાયા હતાં જ્યાં તેમને પેસમેકર મુકવામાં આવ્યા છે. અને તબીયત હાલ સુધારા પર હોવાની ડો. જયેશ ડોબરિયાએ જણાવ્યું હતું.

હાલ પૂ. કરશનદાસ બાપુની ડો.શ્રેણિક દોશી, ડો.વિશાલ પોપટાણી અને ડો. સત્યમ ઉધરેજાની દેખરેખમાં સારવાર ચાલી રહી છે. વિશ્વમાં જુનાગઢનું પરબધામ અત્યંત પ્રસિધ્ધ છે. અત્યંત સરળ સ્વભાવી મહંત પૂ. કરશનદાસ બાપુની ઉંમર હાલ 87 વર્ષની છે. ગઈકાલે તેઓને નબળાઈ જેવું લાગતા સેવકને લઈને રાજકોટ આવ્યા હતા અને રાબેતા મુજબ સિનર્જી હોસ્પીટલમાં હેલ્થ ચેકઅપ માટે ગયા હતા. ડોકટરોએ તેમનું હેલ્થ ચેકઅપ કરતા મહંતના હૃદયના ધબકારા ધીમા હોવાનું જણાતા તબીબોએ હાલ તેમને આઈસીયુમાં દાખલ કરીને ઓબ્ઝર્વેશન માટે રાખ્યા છે. પૂ.કરશનદાસ બાપુના ભકતો પૂ.મહંતના સ્વાસ્થ્યને લઈને ચિંતાગ્રસ્ત બન્યા છે.

Exit mobile version