Connect with us

Tech

મોબાઇલ ક્ષેત્રે નવી ક્રાંતિ, સિમકાર્ડ- ઇન્ટરનેટ વગર જોઇ શકાશે વીડિયો

Published

on

મોબાઈલ પર વીડિયો, ફિલ્મ કે ટીવી ચેનલ જોવા માટે સિમ કાર્ડ અને ઈન્ટરનેટની જરુર પડે છે, પરંતુ હવે સિમકાર્ડ અને ઈન્ટરનેટ વગર પણ વીડિયો જોઈ શકાશે. દેશમાં ડાયરેક્ટ ટૂ મોબાઈલ પ્રસારણ ટૂંક સમયમાં જ હકિકત બનવા જઈ રહ્યું છે. જેમાં મોબાઈલ યુઝર્સ સિમ કાર્ડ કે ઈન્ટરનેટ કનેક્શન વગર વીડિયો સ્ટ્રીમ કરી શકશે.

સૂચના તેમજ પ્રસારણ સચિવ અપૂર્વ ચંદ્રાએ એક સંમેલનમાં જણાવ્યું કે- ડાયરેક્ટ-ટૂ-મોબાઈલ ટેક્નોલોજીનું ટૂંક સમયમાં જ પરિક્ષણ થશે. સૌપ્રથમ 19 શહેરોમાં આ પરીક્ષણ કરવામાં આવશે. આ ટેક્નિક માટે 470-582 મેગાહર્ટઝ સ્પેક્ટ્રમ અનામત કરવાની જોરદાર તરફદારી કરવામાં આવશે. વીડિયો ટ્રાફિકનો 25થી 30 ટકા ડાયરેક્ટ-ટૂ-મોબાઈલમાં સ્થાળાંતરિત થવાથી 5જી નેટવર્કની ભીડ ઓછી થશે, જેનાથી દેશમાં ડિજિટલ બદલાવમાં ગતિ આવશે. ગત વર્ષે ડીયુએમ ટેક્નિકનું પરીક્ષણ કરવા માટે પાયલટ પ્રોજેક્ટ બેંગલુરુ, કર્તવ્ય પથ અને નોયડામાં કરાયો હતો.સૂચના તેમજ પ્રસારણ સચિવે કહ્યું કે- ડીયુએમ ટેક્નિક દેશભરમાં લગભગ 8-9 કરોડ ટીવી ડાર્ક ઘરો સુધી પહોંચવામાં મદદ કરશે. દેશના 28 કરોડ ઘરોમાંથી માત્ર 19 કરોડની પાસે ટેલીવિઝન સેટ છે. તેમણે કહ્યું કે- દેશમાં 80 કરોડ સ્માર્ટફોન છે અને યુઝર્સ સુધી પહોંચવાળી 69 ટકા સામગ્રી વીડિયો પ્રારુપમાં છે. ગત વર્ષે ડીયુએમ પ્રોદ્યોગિકનું પાયલટ પરીક્ષણ બેંગલુરુ, કર્તવ્ય પથ અને નોયડામાં કરાયું હતું.

Tech

આનંદો, આધાર, UPI જેવી અનેક ઓનલાઇન સર્વિસ એક જ પોર્ટલ પર

Published

on

By


કેન્દ્ર સરકારની તરફથી એક નવું યુનિફાઈડ પોર્ટલ લોન્ચ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. આ પોર્ટલ પર ડિજિટલ પબ્લિક ગુડ્સ જેવા કે આધાર, યૂનીફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ UPI અને સરકારી ઈ-કોમર્સ પોર્ટલ ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ ONDC જેવી બધી સરકારી સુવિધાઓ મળશે.એટલે કે એક જગ્યા પર દરેક ડિજિટલ સુવિધાઓ મળી જશે. તેનાથી સામાન્ય યુઝર્સને ખૂબ જ સરળતા રહેશે.


રિપોર્ટ અનુસાર આ પોર્ટલને બનાવવા માટે ઈલેક્ટ્રોનિક્સ અને સુચના પ્રોદ્યોગિકી એટલે કે MeityA કામ શરૂૂ કરી દીધુ છે. જેમાં બધા મંત્રાલય અને તેના સાથે સંબંધિત વિભાગો અન એનજન્સિઓની સાથે મળીને ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે DPIનું માળખુ તૈયાર કરવાના આદેશ આપ્યા છે.


હાલના સમયમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ માટે અલગ અલગ એપ્સ અને પોર્ટલ હાજર છે. એવામાં સામાન્ય યુઝર્સને સરકારી યોજનાઓના લાભ લેવા માટે અલગ અલગ એપ અને પોર્ટલ પર જવું પડતું હતું. સાથે જ ગામમાં સ્થિતિ વધારે ખરાબ છે.જ્યાં ડિજિટલ સુવિધાઓ માટે કોમ્પ્યુટર સેન્ટર જવું પડે છે ત્યાં મોટા ચાર્જ વસુલવામાં આવે છે. એવામાં એક જ જગ્યા પર બધી સરકારી ડિજિટલ સર્વિસ હાજર હોવાથી ખૂબ ફાયદો થઈ જશે. જેનાથી કોઈ પણ ઓનલાઈન સરકારી સુવિધાઓનો સરળતાથી ફાયદો ઉઠાવી શકાશે.


જેમ કે ભારતમાં ઓનલાઈન સર્વિસની ડિમાન્ડ ઝડપથી વધી રહી છે. સાથે જ ભારત સરકાર બધી ઓનલાઈન સર્વિસ દ્વારા પારદર્શી રીતે પોતાની સુવિધાઓને દરેક નાગરિક સુધી પહોંચવા માંગે છે. તેના માટે સરકાર સતત પ્રયત્ન કરી રહી છે. એક રિપોર્ટ અનુસાર આવનાર 5થી 6 વર્ષમાં ડીપીજીની ગ્લોબલ માર્કેટ સાઈઝ લગભગ 100 અબજ ડોલરની હશે.

Continue Reading

Tech

હવે મોબાઇલ સ્ક્રીન પર એપ વગર દેખાશે કોલરનું નામ

Published

on

By

જો તમારા સ્માર્ટફોનમાં કોઈનો નંબર સેવ નથી અને તમને કોઈ અજાણ્યા નંબર પરથી કોલ આવે છે, તો તમારા મગજમાં પહેલો પ્રશ્ન એ આવે છે કે કોલ કરનાર કોણ હોઈ શકે. જો તમારી સાથે આવું વારંવાર થતું હોય તો ચિંતા કરવાની જરૂૂર નથી, કારણ કે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ દેશભરની ટેલિકોમ કંપનીઓને કોલિંગ નેમ પ્રેઝન્ટેશન લાગુ કરવાનો આદેશ આપ્યો છે, જેના પછી જો કોઈ અજાણ્યો વ્યક્તિ તમારા ફોન પર કોલ કરે છે તમારા ફોનની સ્ક્રીન પર તેનું નામ દેખાશે.


સ્માર્ટફોન યુઝર્સ તેમના ફોન પર અજાણ્યા કોલની માહિતી મેળવવા માટે થર્ડ પાર્ટી એપ્સનો ઉપયોગ કરે છે, જેમાં ઘણા યુઝર્સ ટ્રુ કોલરનો ઉપયોગ કરે છે. થર્ડ પાર્ટી એપ્સ તેમની સુવિધાઓ પ્રદાન કરવા માટે ઇન્સ્ટોલેશન સમયે ઘણી બધી પરવાનગીઓ માંગે છે, જેમાં સંપર્ક વિગતો, ફોન ગેલેરી, સ્પીકર, કેમેરા અને કોલ હિસ્ટ્રી વિશેની માહિતીનો સમાવેશ થાય છે.


મહત્વની વાત એ છે કે જો તમે આ બધાને પરમિશન નહીં આપો તો આ થર્ડ પાર્ટી એપ્સ કામ કરતી નથી અને જો તમે પરમિશન આપો તો તમારી પર્સનલ ડિટેલ્સ લીક થઈ જવાનો ડર છે.


ઝછઅઈં એ દેશભરની તમામ ટેલિકોમ કંપનીઓને કોલિંગ નેમ પ્રેઝન્ટેશન ફીચર રોલ આઉટ કરવાનો નિર્દેશ આપ્યો છે. જે બાદ દેશમાં હાજર મોબાઈલ સેવા આપતી કંપનીઓએ તેનું ટ્રાયલ શરૂૂ કરી દીધું છે.
ઝછઅઈં અનુસાર, જો આ ટ્રાયલ સફળ થશે તો કોલિંગ નેમ પ્રેઝન્ટેશન ફીચર દેશભરમાં લાગુ કરવામાં આવશે. ત્યારપછી તમારે અજાણ્યા નંબર વિશે જાણકારી મેળવવા માટે કોઈ થર્ડ પાર્ટી એપની જરૂૂર નહીં પડે.

Continue Reading

Tech

એપલે આપી મોટી ચેતવણી!! ભારતના સ્માર્ટફોનમાં આવ્યો ખતરનાક ‘વાયરસ’, હેક કરી લેશે માહિતી

Published

on

By

કેલિફોર્નિયાની પ્રીમિયમ ટેક બ્રાન્ડ એપલે યુઝર્સને ખતરનાક માલવેર એટેકની ચેતવણી આપી છે. કંપનીએ કહ્યું છે કે ભારત અને 981 અન્ય દેશોમાં સ્માર્ટફોન યુઝર્સને ‘મર્સેનરી સ્પાયવેર’ની મદદથી હુમલાનો શિકાર બનાવવામાં આવી રહ્યા છે. એપલે કહ્યું છે કે આ માલવેર એટેક દ્વારા હુમલાખોરોને યુઝર્સના ડિવાઈસની એક્સેસ મળે છે અને તેમને નુકસાન થઈ શકે છે.

ઈકોનોમિક ટાઈમ્સે પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે NSO ગ્રુપના પેગાસસ માલવેર જેવા ભાડૂતી સ્પાયવેરને એવી રીતે તૈયાર કરવામાં આવ્યા છે કે તેને શોધવું સરળ નથી. એપલ દ્વારા મોકલવામાં આવેલા ઈમેલમાં કહેવામાં આવ્યું છે કે આ માલવેર અન્ય સાયબર હુમલા માટે ઉપયોગમાં લેવાતા માલવેર કરતા અલગ અને વધુ ખતરનાક છે. તેનો ઉપયોગ વપરાશકર્તાઓને દૂરથી હુમલો કરવા માટે કરી શકાય છે.

વપરાશકર્તાઓએ સાવચેત રહેવાની જરૂર છે

કંપનીએ ભારતમાં તેના સપોર્ટ પેજને અપડેટ કર્યું છે અને વપરાશકર્તાઓને જણાવ્યું છે કે તેઓ તેમના સ્માર્ટફોનને ભાડૂતી સ્પાયવેર હુમલાઓથી કેવી રીતે સુરક્ષિત રાખી શકે છે. એપલે કહ્યું છે કે આઇફોન યુઝર્સ પર રિમોટલી એટેક કરવા માટે નવા સ્પાયવેર અને માલવેરની મદદ લેવામાં આવી શકે છે. વપરાશકર્તા કોણ છે અથવા તે શું કરે છે તેના આધારે હુમલાખોરો હુમલો કરી શકે છે.

નવા માલવેરમાં શું અલગ છે તે એ છે કે રેન્ડમ ઉપકરણોને લક્ષ્ય બનાવવાને બદલે, હુમલાખોરો Apple ID વડે નક્કી કરી શકે છે કે તેઓ કોને લક્ષ્ય બનાવવા માગે છે. કંપની તેના વપરાશકર્તાઓને ચેતવણી આપી રહી છે અને તેમને અજાણી લિંક પર ક્લિક ન કરવા અથવા તેમની માહિતી શેર ન કરવાની સલાહ આપી રહી છે.

ગયા વર્ષે પણ મોટી ચેતવણી મળી હતી

તમને જણાવી દઈએ કે, એપલ દ્વારા યુઝર્સને આપવામાં આવેલ આ બીજી મોટી ચેતવણી છે જે મોટા જોખમની ચેતવણી આપે છે. ગયા વર્ષની શરૂઆતમાં, ઑક્ટોબર 2023 માં, Appleએ ઘણા દેશો અને ભારતમાં રાજ્ય પ્રાયોજિત હુમલાની ચેતવણી આપી હતી. જોકે, કંપનીએ આ અંગે વધુ વિગતો શેર કરી નથી.

Continue Reading

Trending