વ્યવસાય
વર્લ્ડ કપમાં હવાઇ યાત્રાનો નવો રેકોર્ડ બન્યો

વર્લ્ડ કપની ફાઈનલ પૂરી થયા બાદ હવે સામે આવ્યું છે કે, ક્રિકેટ વર્લ્ડ કપ ફાઇનલે એરલાઇન્સ માટે તે કર્યું જે દિવાળીમાં પણ ન કરી શકી. એક દિવસમાં હવાઈ મુસાફરી કરવાનો રેકોર્ડ તૂટી ગયો છે. શનિવારે લગભગ 4.6 લાખ લોકોએ દેશભરમાં હવાઈ મુસાફરી કરી, જે અત્યાર સુધીનો સૌથી વધુ આંકડો છે. આ વર્ષે પણ દિવાળી પર મુસાફરોની સંખ્યામાં ઉછાળો આવ્યો હતો. પરંતુ ભારત વર્લ્ડકપની ફાઇનલમાં પહોંચતાની સાથે જ અમદાવાદ પહોંચવા માટે લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો અને નવો રેકોર્ડ સર્જાયો હતો. આ સમયગાળા દરમિયાન એરલાઈન્સે વધેલા ભાડાથી ઘણી કમાણી કરી હતી.
આ તહેવારોની સિઝનમાં એક દિવસમાં હવાઈ મુસાફરી કરનારા લોકોની સંખ્યા ક્યારેય 4 લાખ સુધી પહોંચી નથી. આ માટે એરલાઈન્સને જવાબદાર ગણવામાં આવી રહી હતી. વધતી માંગને કારણે તેણે દિવાળીના એક મહિના પહેલા હવાઈ ભાડામાં નોંધપાત્ર વધારો કર્યો હતો. આટલા ઊંચા ભાડાને કારણે મોટી સંખ્યામાં લોકોએ ટ્રેનની એસી ક્લાસની ટિકિટો બદલાવી હતી. જેના કારણે એરલાઈન્સ રાહ જોઈ રહી હતી. ભાડામાં વધારો કરવાની તેમની લાંબા સમય પહેલાની બિડ નિષ્ફળ ગઈ. પરંતુ લોકોએ વર્લ્ડ કપ ફાઈનલ માટે 20 થી 40 હજાર રૂપિયાની ટિકિટ પણ ખરીદી હતી.
ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ સોશિયલ મીડિયા પર આ વિશે લખ્યું કે, 18 નવેમ્બરે ભારતીય ઉડ્ડયન ઉદ્યોગે ઇતિહાસ રચ્યો. આ દિવસે અમે 4,56,748 મુસાફરોને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડ્યા હતા. શનિવારે મુંબઈ એરપોર્ટ પર પણ એક જ દિવસમાં સૌથી વધુ મુસાફરોની સંખ્યા જોવા મળી હતી. અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ પર લખ્યું કે આ અમારા માટે ઐતિહાસિક તક છે. એક જ દિવસમાં 1.61 લાખથી વધુ મુસાફરો મુંબઈ એરપોર્ટ પર પહોંચ્યા.
india
શેર માર્કેટ / BSE પર લિસ્ટિડનો M-Cap રેકોર્ડ ઓલટાઈમ હાઈ પર, સંયુક્ત માર્કેટમાં મૂડી 337.67 લાખ કરોડ સુધી પહોંચી

સ્ટોક એક્સચેન્જ બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)નું M-Cap આ ટ્રેડિંગ અઠવાડિયે 4 ટ્રિલિયન ડોલરને પાર ગયું છે. આ સપ્તાહે વિદેશી રોકાણકારોની ખરીદી અને શેરબજારમાં આવેલી તેજીને પગલે BSE-લિસ્ટેડ કંપનીઓનું સંયુક્ત માર્કેટ કેપિટલાઇઝેશન શુક્રવારે રૂ. 337.67 લાખ કરોડ ( 4 ટ્રિલિયન US ડોલર )એ પહોંચ્યું હતું. આ M-Cap ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયું છે.
માર્કેટમાં સતત ચોથા દિવસે ઉછાળા સાથે BSE સેન્સેક્સ 492.75 પોઈન્ટ્સ અથવા 0.74 % વધીને 67,481.19 પોઈન્ટ પર બંધ થયો હતો, શુક્રવારે દિવસ દરમિયાન તે 575.89 પોઈન્ટ અથવા 0.85 % વધીને 67,564.33 પર પહોંચ્યો હતો. છેલ્લા ચાર દિવસના ટ્રેડિંગ સેશનમાં બેન્ચમાર્ક ઈન્ડેક્સ 1,511.15 પોઈન્ટ અથવા 2.29 % વધ્યો છે.
BSE-લિસ્ટેડ કંપનીઓની માર્કેટ મૂડી વધીને રૂ. 337.67 લાખ કરોડ થઈ છે, જે 83.30 ના વિનિમય દરે 4 ટ્રિલિયન US ડોલરની સમકક્ષ છે. બજારના ઉછાળાના ચાર દિવસમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 8.95 લાખ કરોડનો વધારો થયો છે.
BSE – M CAP 4 ટ્રિલિયન અમેરિકી ડોલરને પાર
29 નવેમ્બર 2023 (બુધવારે) ના રોજ BSE પર તમામ લિસ્ટેડ કંપનીઓનું સંયુક્ત બજાર મૂલ્ય પ્રથમ વખત 4 ટ્રિલિયન અમેરિકી ડોલર સુધી પહોંચ્યું હતું. આ વર્ષે 15 સપ્ટેમ્બરે બેન્ચમાર્ક 67,927.23 પોઈન્ટની તેની સર્વકાલીન ટોચે પહોંચ્યો હતો. આંતરરાષ્ટ્રીય સ્ટોક એક્સચેન્જોમાં યુએસ, ચીન, જાપાન અને હોંગકોંગનું બજાર મૂલ્ય 4 ટ્રિલિયન અમેરિકી ડોલર કરતાં વધુ છે.
શુક્રવારે, નિફ્ટી 134.75 પોઈન્ટ્સ અથવા 0.67 % વધીને 20,267.90 પોઈન્ટ્સની સર્વકાલીન ઉચ્ચ સપાટીએ બંધ રહ્યો હતો. દિવસ દરમિયાન, નિફ્ટી 158.4 પોઈન્ટ્સ અથવા 0.78 %ના વધારા સાથે 20,291.55 પોઈન્ટ્સની ઈન્ટ્રા-ડે રેકોર્ડ હાઈને સ્પર્શ્યો હતો.
ભારતે વિશ્વની સૌથી ઝડપથી વધતી અર્થવ્યવસ્થાનો ટેગ જાળવી રાખ્યો છે, સરકારી ખર્ચ અને મેન્યુફેક્ચરિંગના બૂસ્ટર શોટ્સને કારણે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં તેની જીડીપી અપેક્ષા કરતાં વધુ 7.6 % ઝડપી વૃદ્ધિ સાથે વધી છે. શુક્રવારના રોજ જાહેર કરાયેલા માસિક સર્વે મુજબ ભારતના ઉત્પાદન ક્ષેત્રે નવેમ્બરમાં તેનું મજબૂત પ્રદર્શન ચાલુ રાખ્યું હતું.
india
નિફ્ટી ઓલટાઈમ હાઈ, સેન્સેક્સ 67500ને પાર

ભારતના જીડીપીમાં ધારણા કરતાં સારો વધારો જોવા મળતા શેરબજારને બળ મળ્યું છે અને ફરી એક વખત શેરબજારમાં તેજીનો પવન ફુંકાવાનું શરૂ થયું હોય તેમ આજે સેન્સેકસે 67500 હજારની સપાટી પાર કીર હતી. જ્યારે નિફટીએ 20291.55 નવો હાઈ બનાવ્યો હતો. ભારતીય શેરબજારે 4.1 ટ્રિલિયન ડોલર એટલે કે 330 લાખ કરોડનું વિશ્ર્વનું પાંચમાં નંબરનું કદ હાંસલ કર્યા બાદ નિફટીની નવી ઉંચાઈએ છલાંગથી મારકેટમાં રોકાણકારો ખુશખુશાલ જોવા મળી રહ્યાં છે.
ગઈકાલે નિફટી 20133ના સ્તરે બંધ થયા બાદ આજે સવારે 61 પોઈન્ટના વધારા સાથે 20199ના સ્તરે ખુલી હતી અને બપોર સુધીમાં 20291.55નો નવો હાઈ બનાવ્યો હતો. જ્યારે સેન્સેકસે આજે 67557 નું લેવલ બનાવ્યું હતું જો કે, સેન્સેકસ તેના ઓલટાઈમ હાઈ 67927થી હજુ નીચે ટ્રેડ કરી રહ્યો છે.
સેન્સેક્સ કંપનીઓમાં લાર્સન એન્ડ ટુબ્રો, એનટીપીસી, એશિયન પેઈન્ટ્સ, મારુતિ, સન ફાર્મા, આઈટીસી, ઈન્ડસઈન્ડ બેંક અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના શેર લીલા માર્કમાં જોવા મળી રહ્યા છે. આ સિવાય વિપ્રો, એચસીએલ ટેક, ઈન્ફોસીસ, ટેક મહિન્દ્રા, ટાઈટન અને મહિન્દ્રાના શેર પણ નફામાં ટ્રેડ કરી રહ્યા છે.
ભારતીય શેરબજારે એક નવો માઈલસ્ટોન સિદ્ધ કર્યો છે. બુધવારે ઇજઊનું માર્કેટ કેપિટલાઇઝેશન તેની ઓલટાઇમ હાઈ સપાટી પર પહોંચ્યું હતું. આ સપાટી ઝડપથી વધતી જોવા મળી અને 4.1 ટ્રિલિયન ડોલર એટલે કે 330 લાખ કરોડ થઇ હતી. જો આ આંકડા પર નજર કરીએ તો તે ભારતના ૠઉઙ કરતા પણ વધુ છે. આ સપાટીને પર કરતા જ ભારતીય શેરબજાર દુનિયામાં પાંચ નંબરનું સેન્સેક્સ બની ગયું છે.
મેન્યુફેકચરિંગ, માઇનિંગ અને સર્વિસ સેક્ટરના સારા દેખાવને પગલે ચાલુ નાણાકીય વર્ષના બીજા એટલે કે જુલાઇથી સપ્ટેમ્બર સુધીના કવાર્ટરમાં ભારતીય અર્થતંત્રે 7.6 ટકાના દરે વિકાસ કર્યો છે એટલે કે ૠઉઙ 7.6 ટકા રહ્યો છે તેમ સરકાર દ્વારા જારી આંકડામાં જણાવવામાં આવ્યું હતું.
india
પાંચ રાજ્યોની ચૂંટણીઓ પૂર્ણ થતા જ ગેસના ભાવમાં વધારો ઝીંકાયો

દેશના 5 રાજ્યોમાં ગઈકાલે વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ હતી અને આજથી એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે. આ વધારો 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર થયો છે અને તેના દરમાં 21 રૂૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો કરવામાં આવ્યો છે. આજથી, 1 ડિસેમ્બર, 2023 થી, તમારે રાજધાની દિલ્હીમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડર માટે 1796.50 રૂૂપિયા ચૂકવવા પડશે, જ્યારે ગયા મહિને એલપીજી ગેસની કિંમત પ્રતિ સિલિન્ડર 1775.50 રૂૂપિયા હતી.
14.2 કિલો સબસિડીવાળા ઘરેલુ એલપીજીના ભાવમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. સામાન્ય એલપીજી સિલિન્ડર ગ્રાહકોને ન તો કોઈ રાહત મળી છે કે ન તો તેમના ગેસ સિલિન્ડરના દરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો છે.
ગયા મહિનાની પહેલી તારીખ એટલે કે 1લી નવેમ્બરે પણ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 100 રૂૂપિયાથી વધુનો વધારો કરવામાં આવ્યો હતો. કઙૠના આ ભાવ 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર વધારવામાં આવ્યા છે. દેશમાં 1 નવેમ્બરના રોજ કરવા ચોથનો તહેવાર ઉજવવામાં આવ્યો હતો અને આ તહેવારના દિવસે લોકો મોંઘવારીથી હેરાન થઈ ગયા હતા. 1 ઓક્ટોબરે એલપીજી 1731.50 રૂૂપિયા પર હતો જ્યારે 1 નવેમ્બરે તેનો દર 101.50 રૂૂપિયા મોંઘો થયો અને તે સિલિન્ડર દીઠ 1833 રૂૂપિયા થઈ ગયો. આ પછી, 16 નવેમ્બરે, કોમર્શિયલ ગેસની કિંમતમાં ઘટાડો થયો અને તે 57.05 રૂૂપિયા સસ્તો થયો અને 1775.50 રૂૂપિયા થયો.
કોમર્શિયલ ગેસની વધતી કિંમતની અસર ફૂડ ઈન્ડસ્ટ્રી અને રેસ્ટોરન્ટ બિઝનેસ પર વધુ જોવા મળશે. સામાન્ય લોકો માટે બહાર ખાવાનું વધુ મોંઘું થવા જઈ રહ્યું છે અને તેમના ફરવા માટેનું બજેટ મોંઘું થશે.
-
Sports2 weeks ago
કોહલી-રોહિત નહીં આ ખેલાડી છે ઓસ્ટ્રેલિયન ટીમ માટે ખતરનાક, કાંગારુ કેપ્ટને કર્યો ખુલાસો
-
LIFESTYLE1 month ago
દિવાળી પહેલા JIO નો મોટો ધમાકો: ઓછી કિંમત ને વધારે ફિચર્સ સાથે 4G મોબાઇલ કર્યો લૉન્ચ, જુઓ કેવા છે ફીચર્સ
-
પોરબંદર1 month ago
પોરબંદર પંથકના ખેડૂત નાં રૂા. 50 હજાર સેરવી લેનાર ત્રણ ઝડપાયા
-
પોરબંદર1 month ago
સગર સમાજની ભગીરથ જનકલ્યાણ યાત્રાનું ભાણવડ ખાતે આગમન
-
પોરબંદર1 month ago
ગાંધવી સમુદ્ર કિનારે તથા ભાણવડ પાલિકા દ્વારા સ્વચ્છતા ઝુંબેશ
-
પોરબંદર1 month ago
આરોગ્યની જાળવણી માટે ખેડૂતોએ મિલેટ્સ ધાન્યોનું વાવેતર વધારવું જોઇએ: પર્યાવરણ મંત્રી
-
સુરેન્દ્રનગર1 month ago
સુરેન્દ્રનગરમાં રેલવે પાટા ઉપર કુદરતી હાજતે બેઠેલા વૃદ્ધને નીંદર ચડી જતા ટ્રેન અડફેટે ચડ્યા
-
પોરબંદર2 months ago
માણાવદરમાં વીજતારમાં ફસાયેલી પતંગ લેવા જતા તરૂણને કરંટ લાગ્યો