નર્મદાના પૌરાણિક ધનેશ્વર મંદિરના વિવાદને લઈને કોઈ પગલા ન લેવાતા અખિલ ભારતીય સંત સમિતિ નર્મદાના સાધુ ગુમ થયા છે.. આ ઘટના માંગરોળ ગામમાં આવેલા પૌરાણિક ધનેશ્વર મંદિરના વિવાદ સાથે જોડાયેલી છે. સદાનંદ મહારાજે એક ચિઠ્ઠી લખી હતી, જેમાં તેમણે આત્મવિલોપન કરવાની વાત કહી અને ત્યારબાદ તેઓ ગુમ થઈ ગયા.
આ ચિઠ્ઠીમાં તેમણે જણાવ્યું કે, મંદિર પર જાનકીદાસ જતીન શર્મા દ્વારા ગેરકાયદેસર કબજો જમાવવામાં આવ્યો છે, જેના કારણે તેમને માનસિક ત્રાસનો સામનો કરવો પડી રહ્યો છે. તેમણે આક્ષેપ કર્યો કે જાનકીદાસ વારંવાર ઝઘડા કરીને પોલીસ અને પ્રશાસનનો દુરુપયોગ કરે છે, અને રાજકીય સમર્થન ધરાવતા જ્યોતિ મયાનંદ તેને ટેકો આપે છે. સંતના ગુમ થવાની ફરિયાદ મળતાં જ પોલીસે તપાસ શરૂૂ કરી છે અને તેમને શોધવા માટે ટીમો કામે લગાવી છે.

