Site icon Gujarat Mirror

કલ્યાણપુરના સીદસર ગામે અકસ્માતે કૂવામાં પડી ગયેલા આધેડનું અપમૃત્યુ

કલ્યાણપુર તાલુકાના ગામે રહેતા બાપાલાલસિંહ બહાદુરસિંહ જાડેજા નામના 53 વર્ષના આધેડ ગઈકાલે બુધવારે પોતાની વાડીએ પાણી ભરવા જતાં અકસ્માતે કુવામાં પગ લપસી જતા તેઓ કુવામાં પડી ગયા હતા.
આથી સ્થાનિક રહીશો દ્વારા ખંભાળિયા ફાયર વિભાગને જાણ કરવામાં આવતા જિલ્લા ફાયર અધિકારી મિતરાજસિંહ પરમારની સુચના મુજબ ફાયર સ્ટાફના જવાનો ઘટના સ્થળે દોડી ગયા હતા અને લાંબી જહેમત બાદ બાપાલાલસિંહ જાડેજાના મૃતદેહને કૂવામાંથી બહાર કાઢ્યો હતો.

આ બનાવ અંગે મૃતકના નાનાભાઈ વીરભદ્રસિંહ બહાદુરસિંહ જાડેજા (ઉ.વ. 50, રહે. સીદસરા) એ કલ્યાણપુર પોલીસમાં જરૂૂરી નોંધ કરાવી છે.

Exit mobile version