જસદણના કાળાસરમાં રિસામણે આવેલી પરિણીતાનો આપઘાત

જસદણના ગઢડીયા ગામે સાસરુ ધરાવતી પરિણીતા કાળાસર ગામે માવતરે હતી ત્યારે ઝેરી દવા પી લેતા તેમને સારવાર માટે સિવિલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે મૃત…

જસદણના ગઢડીયા ગામે સાસરુ ધરાવતી પરિણીતા કાળાસર ગામે માવતરે હતી ત્યારે ઝેરી દવા પી લેતા તેમને સારવાર માટે સિવિલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કરી હતી.

વધુ વિગતો મુજબ,ગઢડિયા ગામે રહેતી કિરણબેન રોહિતભાઈ કાગળિયા(ઉ.21)નામના પરિણીતા ગઈ ગઈકાલે તેમના પિતાના ઘરે કાળાસર ગામે હતી ત્યારે ઝેરી દવા પી જતા તેમને સારવારમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કરી હતી.તેમના લગ્નને એક વર્ષ થયું છે તેમના પતિ ખેતીકામ કરે છે.પરિવારે જણાવ્યું હતું કે,કિરણબેન નો મગજ ભમતો હતો અને તેણીએ પતિ સાથે ઝઘડો કરી ત્રણ મહિનાથી રિસામણે જતી રહી હતી.આ અંગે જસદણ પોલીસે વધુ કાર્યવાહી શરૂૂ કરી છે.