Site icon Gujarat Mirror

જામકંડોરણાના સોળવદર ગામે પરિણીતાએ ઝેર પી જીવન ટૂંકાવ્યું

આપઘાતનું કારણ અકબંધ, પરિવારમાં કલ્પાંત

જામકંડોરણાના સોળવદર ગામે રહેતી પરિણીતાએ કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. પરિણીતાના મોતથી પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ જામકંડોરણાના સોળવદર ગામે રહેતી સરલાબેન અજયભાઈ નલવાયા નામની 24 વર્ષની પરિણીતા ભીખુભાઈ ધમસાણીયાની વાડીએ હતી ત્યારે કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પી લીધી હતી. પરિણીતાને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી હતી જ્યાં તેણીની સારવાર કારગત નિવડે તે પૂર્વ જ મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી.

આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે જામકંડોરણા પોલીસને જાણ કરતા જામકંડોરણા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. પોલીસે જરૂૂરી કાર્યવાહી કરી પરિણીતાના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડયો હતો. પોલીસે નોંધ કરી પરિણીતાના આપઘાત પાછળનું કારણ જાણવા તપાસનો દોર લંબાવ્યો છે.

Exit mobile version