Site icon Gujarat Mirror

વલ્લભીપુરના પચ્છેગામમાં સાસુ અને નણંદે કરિયાવર બાબતે ત્રાસ આપતા પરિણીતાનો આપઘાત

કરિયાવરમાં ફ્રીઝ, વોશિંગ મશીન, ડાયનિંગ ટેબલની માગણી કરતા હતા

વલ્લભીપુર તાલુકાના પચ્છેગામની પરિણીતાએ સાસુ કરિયાવર બાબતે સાસુ અને નણંદના ત્રાસથી ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવી દીધું હતું. જે અંગે પરિણીતાના પિતાએ વલ્લભીપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેસરના કાત્રોડિયા ગામે રહેતા યુવરાજસિંહ નારૂૂભા સરવૈયાએ તેમની દિકરી રિયાંશીબા ઉર્ફે રિંકલબા (ઉ.વ.24)ના લગ્ન વલ્લભીપુરના પચ્છેગામના યશપાલસિંહ હઠુભા ગોહિલ સાથે કરાવ્યા હતા.

લગ્ન બાદ શરૂૂઆતમાં તેમની દિકરીને સારી રીતે રાખ્યા બાદ તેમના સાસુ ગજરાજબા ઘેલુભા ગોહિલ અને કાજલબા જયસિંહ ઝાલા અવારનવાર કરિયાવર બાબતે મેણાં મારી તથા ફ્રીઝ, ડાઈનિંગ ટેબલ, ટીવી અને વોશિંગ મશીનની માંગણી કરી પરેશાન કરી ત્રાસ આપતા હતા. જે અંગે તેમને જણાવતા દિવાળી બાદ કપાસનું વેચાણ કરી માંગણી મુજબ વસ્તુ આપવા યુવરાજસિંહે જણાવ્યું હતું. તેમ છતાં અવારનવાર તેમની દિકરી રિયાંશીબાને હરેના કરી ત્રાસ આપતા હોવાથી ગત તા.21-07ના રોજ રિયાંશીબાએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ અંગે યુવરાજસિંહ નારૂૂભા સરવૈયાએ વલ્લભીપુર પોલીસ મથકમાં ગજરાજબા ઘેલુભા ગોહિલ અને કાજલબા જયસિંહ ઝાલા વિરૂૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

Exit mobile version