Site icon Gujarat Mirror

ધ્રોલના જાયવા ગામે શ્રમિકનો દવા પી આપઘાત

જામનગર જિલ્લાના ધ્રોળ તાલુકા ના જાયવા ગામ ની વાડી વિસ્તાર માં રહેતા ખેત શ્રમિકે જંતુનાશક દવા પી લેતા તેનું સારવાર માં મૃત્યુ નીપજયું હતું.પિતા એ વતન માં જવા માટે ની ના પાડતા તેણે પગલું ભર્યું હતું.
મૂળ મધ્યપ્રદેશ ના વતની અને હાલ ધ્રોલ તાલુકા ના જાયવા ગામ ના મહેશભાઈ પાચાભાઈ ની વાડી મે ખેત શ્રમિક તરીકે કામ કરતા અર્જુન કિશોરભાઈ ડાવર (20) એ ગત તા.2/9/25 ના વાડી માં જ જંતુનાશક દવા પી લેતા સારવાર માટે હોસ્પિટલ માં લઈ જવાયો હતો જ્યાં તેનું મૃત્યુ નીપજયું હતું.

અર્જુન ડાવરા મધ્યપ્રદેશથી ખેત મજૂરી માટે ધ્રોલ પંથકમાં આવ્યો હતો અને તેને પરત વતન જાવું હતું પરંતુ તેના પિતાએ વતનમાં આવવાની ના પાડતા માઠું લાગી જવાથી આ પગલું ભરી લીધું હતું.

Exit mobile version