કચ્છ
કચ્છ માતાના મઢ ખાતે કાલે ભવ્ય હોમાદિક ક્રિયા યોજાશે

ભારતીય સંસ્કૃતિમાં શકિત ઉપાસનાનુ સ્થાન અલૌકિક, અનોખું અને અજોડ છે. માતાના મઢમાં આશાપુરા શકિત પીઠ ખાતે આસો નવરાત્રી અને ચૈત્રી નવરાત્રી ભવ્ય રીતે ઉજવવામાં આવે છે. આશાપુરાનું 19મી સદીનુ ભવ્ય તીર્થધામ છે. સૌરાષ્ટ્ર-ગુજરાત, મહારાષ્ટ્રમાંથી ભાવિકો પગપાળા, સાઇકલ દ્વારા વિશાળ સંખ્યામાં માતાજીના ગુણગાન ગાતામાં આશાપુરા ઉપર અપાર શ્રધ્ધા અને વિશ્વાસ સાથે ચરણ સ્પર્શ કરવા આવે છે. ભારતની 108 શકિત પીઠોમાં માતાના મઢની ગણના થાય છે. માં આશાપુરાનું મંદિર ઉપર બાવન ગજની ધજા છે. નિજ મંદિરમાં વિશાળ ઘંટ છે. મુખ્ય મંદિર 58 ફુટ લાબુ અને 32 ફુટ પહોળુ છે. માં આશાપુરા વિશાળ કદની 6 ફુટની મૂર્તિ છે. માં આશાપુરા મઢ ખાતે હોમાદિક ક્રિયાનું અતિ ભારે મહત્વ છે લાખોની સંખ્યામા માંની માનેલ માનતા અને શ્રધ્ધા આસ્થા સાથે ભાવિકો દર્શન કરવા આવે છે. આસો સુદ-7 શનિવાર, તા.21-10-2023ના રાત્રીના 08-00 કલાકે રાજાબાવાશ્રી યોગેન્દ્રસિંહજીના અધ્યક્ષસ્થાને ગોર મહારાજશ્રી દેવકૃષ્ણ મુળશંકર જોષી હોમાદિક ક્રિયાનો પ્રારંભ થશે. હોમાદિક ક્રિયા વિધિ સમયે દરેક દેવતાઓને આહવાન આપી ફળ, ફુલોથી હોમાદિક ક્રિયામાં આહુતિ આપવામાં આવશે. આ સમયે ચંડીપાઠ, શ્રલોક, સંક્રાતિપાઠ, માંના ગરબા ગવાશે. આ સમયે વાતાવરણ ભકિતમય બની જાય છે. મધ્યરાત્રિએ રાજાબાવા યોગેન્દ્રસિંહજી રાત્રીના 12:15 કલાકે શ્રીફળ હોમશે. સમગ્ર વાતાવરણ માં આશાપુરાના નાદ સાથે ગુંજી ઉઠશે, તા.22-10-2013, રવિવાર આસો સુદ આઠમના કચ્છ રાજવી પરિવારના કચ્છ ભાયાતો દ્વારા સવારે માં આશાપુરાને જાતર(પતરી) ચડાવશે. કચ્છ રાજવી પરિવાર ચાચરા કુંડથી સામૈયા સાથે સવારી આવે છે. ત્યારે શરણવાદક આમદ ઓસમાણ લંગા, નોબતવાદક લતીફ હાસમ લંગા, જાગરીયા ડાક મુસ્લીમ પરિવાર દ્વારા વિધિ કરવામાં આવે છે. આ સમયે સમગ્ર વાતાવરણ ભકિતમય બની જશેમાં આશાપુરા મંદિરમાં ભુવા દિલુભા ચૌહાણ તથા ગજુભા ચૌહાણ માતાજીને ધુપ સેવાપુજા કરે છે. માં આશાપુરા ધામમાં નિજ મંદિરની અંદર હનુમાનજી, ગણેશજી, શંકર-પાર્વતી, ખેતરપાળ દાદા તેમજ ચાચર કુંડ પાસે માં ચાચરા ભવાની માતાજીનું મંદિર આવેલ છે.
માં આશાપુરા મંદિર પાસે માં હિંગળાજ માંનુ ભવ્ય મંદિર આવેલ છે. ત્યા પ્રકાશભાઇ છોટાલાલ પંડયા છેલ્લા ત્રણ પેઢીથી માતાજીની આરતી તેમજ સેવાપુજા કરે છે. તથા સ્થાનિક કક્ષાએ મયુરસિંહ જાડેજા સેવા આપે છે. આરતીનો સમય સવારના 5:00 કલાકે મંગળા આરતી. સવારે 9:00 કલાકે ધૂપ આરતી, તેમજ સુર્યાસ્ત સમય મુજબ સંધ્યા આરતી થાય છે. માતાના મઢ જાગીર ટ્રસ્ટ સમગ્ર હોમાદિક ક્રિયા કરવામાં આવશે. રાજાબાવાશ્રી યોગેન્દ્રસિહજીમાં આશાપુરાને વંદનપૂર્વક પ્રાર્થના કરી સૌ દેશવાસીઓની મનોકામના માં આશાપુરા પૂર્ણ કરે તેવી વંદનપૂર્વક પ્રાર્થના કરશે.
કચ્છ રાજવી પરિવારના સભ્યો ભાયતો આ વિધિ તા.22,10.2023 રવિવાર સવારે પત્રી (જાતર) વિધિ ધાર્મીક વિધિથી કરવામાં આવે છે. કચ્છ રાજવી પરિવારના ભાયતો માઇભકતોની ઉપસ્થિતીમાં યોજાશેમાં આશાપુરાના દર્શનમાત્રથી સૌની મનોકામના પૂર્ણ થાય છે. માતાના મઢ ટ્રસ્ટ્રીઓ સેવકગણ દ્વારા સમ્રગ વ્યવસ્થા ખુબજ સારી રીતે કરવામાં આવે છે. દર્શનાર્થીઓને વિનંતી કે સેવકગણ ટ્રસ્ટ્રીગણ નના સાથ સહકાર આપવા વિનંતી.
કચ્છ
કચ્છમાં બન્નીના ઘાસના મેદાનોમાં વિહરશે ચિત્તા

ચિત્તાના સંરક્ષણ- સંવર્ધન માટેના બ્રીડિંગ સેન્ટરને કેન્દ્રની મંજૂરી
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સીધા માર્ગદર્શનમાં કચ્છ આજે માત્ર ભારત જ નહીં પણ પ્રવાસન ક્ષેત્રે વિશ્વમાં પોતાનું આગવું સ્થાન ધરાવે છે. નકચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખાથના મંત્રને સાકાર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં કચ્છ માટે વધુ એક નજરાણું ઉમેરાયું છે. કચ્છમાં પ્રથમવાર બન્નીના ઘાસના મેદાનમાં ચિત્તાના સંરક્ષણ- સંવર્ધન માટેના બ્રિડિંગ સેન્ટરને કેન્દ્ર સરકાર દ્વારા આજે મંજૂરી આપવામાં આવી વન મંત્રી મુળુભાઇએ વધુ વિગતો આપતાં કહ્યું હતું કે, દેશમાં ચિત્તાની વસ્તી પુન:સ્થાપિત કરવા માટે ચિત્તાના સંવર્ધનને ટેકો આપવાના હેતુ સાથે ગુજરાતના કચ્છ જિલ્લાના બન્ની ઘાસના મેદાનોમાં ચિત્તાના સંરક્ષણ સંવર્ધન માટેનો પ્રોજેક્ટ રાજ્ય સરકાર દ્વારા તૈયાર કરીને નેશનલ કોમ્પેન્સેટરી ફોરેસ્ટેશન ફંડ મેનેજમેન્ટ ઓથોરિટી (નેશનલ કેમ્પા) હેઠળ પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય, નવી દિલ્હીને મંજૂરી માટે મોકલી આપવામાં આવ્યો હતો.
આ પ્રોજેક્ટને આજે તા. 08.12.2023ના રોજ રાષ્ટ્રીય ઈઅખઙઅની કાર્યકારી સમિતિની બેઠકમાં મંજૂરી આપવામાં આવી છે જે ગુજરાત માટે ગૌરવ સમાન છે. નેશનલ ટાઈગર ક્ધઝર્વેશન ઓથોરિટી (ગઝઈઅ) આ પ્રોજેક્ટની પ્રગતિ પર નજર રાખશે.
મંત્રીએ કહ્યું હતું કે, ભૂતકાળમાં બન્ની ગ્રાસલેન્ડ ચિત્તાનું રહેઠાણ હતું. સમયાંતરે ચિત્તા લુપ્ત થયા હતા. ગુજરાતે પહેલ કરીને બન્ની ગ્રાસલેન્ડ વિસ્તારમાં ચિત્તાનું બ્રીડીંગ સેન્ટર બનાવવા માટેનો પ્રોજેકટ તૈયાર કરીને ભારત સરકારને મોકલવામાં આવ્યો હતો. જેને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપતા હવે કચ્છનું બન્ની ગ્રાસલેન્ડ પુન: ચિત્તાના નિવાસસ્થાન તરીકે વિશ્વફલક પર જાણીતું થશે અને કચ્છ સહિત ગુજરાતના પ્રવાસન ઉદ્યોગને વધુ વેગ મળશે.
કચ્છ
કચ્છમાં બન્નીના ઘાસના મેદાનોમાં વિહરશે ચિત્તા

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સીધા માર્ગદર્શનમાં કચ્છ આજે માત્ર ભારત જ નહીં પણ પ્રવાસન ક્ષેત્રે વિશ્વમાં પોતાનું આગવું સ્થાન ધરાવે છે. નકચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખાથના મંત્રને સાકાર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં કચ્છ માટે વધુ એક નજરાણું ઉમેરાયું છે. કચ્છમાં પ્રથમવાર બન્નીના ઘાસના મેદાનમાં ચિત્તાના સંરક્ષણ- સંવર્ધન માટેના બ્રિડિંગ સેન્ટરને કેન્દ્ર સરકાર દ્વારા આજે મંજૂરી આપવામાં આવી વન મંત્રી મુળુભાઇએ વધુ વિગતો આપતાં કહ્યું હતું કે, દેશમાં ચિત્તાની વસ્તી પુન:સ્થાપિત કરવા માટે ચિત્તાના સંવર્ધનને ટેકો આપવાના હેતુ સાથે ગુજરાતના કચ્છ જિલ્લાના બન્ની ઘાસના મેદાનોમાં ચિત્તાના સંરક્ષણ સંવર્ધન માટેનો પ્રોજેક્ટ રાજ્ય સરકાર દ્વારા તૈયાર કરીને નેશનલ કોમ્પેન્સેટરી ફોરેસ્ટેશન ફંડ મેનેજમેન્ટ ઓથોરિટી (નેશનલ કેમ્પા) હેઠળ પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય, નવી દિલ્હીને મંજૂરી માટે મોકલી આપવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટને આજે તા. 08.12.2023ના રોજ રાષ્ટ્રીય ઈઅખઙઅની કાર્યકારી સમિતિની બેઠકમાં મંજૂરી આપવામાં આવી છે જે ગુજરાત માટે ગૌરવ સમાન છે. નેશનલ ટાઈગર ક્ધઝર્વેશન ઓથોરિટી (ગઝઈઅ) આ પ્રોજેક્ટની પ્રગતિ પર નજર રાખશે.
મંત્રીએ કહ્યું હતું કે, ભૂતકાળમાં બન્ની ગ્રાસલેન્ડ ચિત્તાનું રહેઠાણ હતું. સમયાંતરે ચિત્તા લુપ્ત થયા હતા. ગુજરાતે પહેલ કરીને બન્ની ગ્રાસલેન્ડ વિસ્તારમાં ચિત્તાનું બ્રીડીંગ સેન્ટર બનાવવા માટેનો પ્રોજેકટ તૈયાર કરીને ભારત સરકારને મોકલવામાં આવ્યો હતો. જેને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપતા હવે કચ્છનું બન્ની ગ્રાસલેન્ડ પુન: ચિત્તાના નિવાસસ્થાન તરીકે વિશ્વફલક પર જાણીતું થશે અને કચ્છ સહિત ગુજરાતના પ્રવાસન ઉદ્યોગને વધુ વેગ મળશે.
કચ્છ
ખાવડા નજીક વિશ્વના સૌથી મોટા ગ્રીન એનર્જી પાર્કનું નિર્માણ પુરજોશમાં

ગુજરાતના ભુજના ખાવડા પાસેના કરીમ શાહી ગામના મીઠાના રણમાં અદાણી ગ્રીન એનર્જી લિમિટેડના રિન્યુએબલ એનર્જી પાર્કના નિર્માણ સ્થળ પર સોલાર પેનલ ઇન્સ્ટોલેશન માટેના સપોર્ટ સ્ટ્રક્ચર પર કામદારો શિકંજો કસી રહ્યાં છે. ભારતને પાકિસ્તાનથી અલગ કરતા વિશાળ મીઠાના રણના ખુલ્લા વિસ્તારમાંથી ઉભરી રહેલો આ પ્રોજેક્ટ હવેથી ત્રણ વર્ષ પૂર્ણ થશે ત્યારે વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ હશે.
સૌર અને પવન ઉર્જા પ્રોજેક્ટ એટલો મોટો હશે કે તે અવકાશમાંથી દેખાશે, પ્રોજેક્ટ સાઇટની સૌથી નજીકના ગામના નામ પરથી ખાવરા રિન્યુએબલ એનર્જી પાર્ક તરીકે ઓળખાશે.
આ સ્થળ પર હજારો કામદારો થાંભલાઓ લગાવે છે જેના પર સોલાર પેનલ લગાવવામાં આવશે. સ્તંભો સંપૂર્ણ રીતે સંરેખિત કોંક્રિટ કેક્ટસની જેમ વધે છે તમારી જ્યાં સુધી આંખો જોઈ શકે ત્યાં સુધી આ નજારો તમે જોઈ શકો છો. અન્ય કામદારો વિશાળ વિન્ડ ટર્બાઇન સ્થાપિત કરવા માટે પાયો બનાવી રહ્યા છે; તેઓ બાંધકામ સામગ્રીનું પરિવહન, સબસ્ટેશન બનાવવા અને અનેક કિલોમીટર સુધી તારોનું ઝૂમખું તૈયાર કરશે. અદાણીએ આજે ટ્વીટ કરીને જણાવ્યું છે કે, અમે વિશ્વના સૌથી મોટા ગ્રીન એનર્જી પાર્કનું નિર્માણ કરી રહ્યા છીએ ત્યારે રિન્યુએબલ એનર્જીમાં ભારતના પ્રભાવશાળી પગલામાં નિર્ણાયક ભૂમિકા ભજવવા બદલ ગર્વ અનુભવીએ છીએ. પડકારરૂૂપ આ રણમાં 726 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો આ સ્મારક પ્રોજેક્ટ અવકાશમાંથી પણ જોઈ શકાય છે. અમે 20 મિલિયન ઘરોને પાવર આપવા માટે 30ૠઠ જનરેટ કરીશું. ઉપરાંત, માત્ર 150 કિમી દૂર અમારી કર્મભૂમિ મુન્દ્રામાં, અમે સૌર અને પવન માટે વિશ્વની સૌથી વધુ વ્યાપક અને સંકલિત નવીનીકરણીય ઉર્જા ઉત્પાદન ઇકોસિસ્ટમ બનાવી રહ્યા છીએ. સોલાર એલાયન્સ અને આત્મનિર્ભર ભારત પહેલ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને રેખાંકિત કરીને, ટકાઉ ઉર્જા તરફની ભારતની સફરમાં આ એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂૂપ છે.
જ્યારે આ પ્રોજેક્ટ પૂર્ણ થશે, ત્યારે પ્રોજેક્ટ સિંગાપોર જેટલો મોટો હશે, જે 726 ચોરસ કિલોમીટર (280 ચોરસ માઇલ)ને આવરી લેશે. ભારત સરકારનો અંદાજ છે કે તેના પર ઓછામાં ઓછા 2.26 બિલિયનનો ખર્ચ થશે.
ચાલુ ઈઘઙ28 ક્લાઈમેટ સમિટમાં રિન્યુએબલ એનર્જીમાં સ્થળાંતર એ મુખ્ય મુદ્દો છે. કેટલાક નેતાઓએ કોઈપણ અંતિમ કરારમાં વિશ્વભરમાં નવીનીકરણીય ઉર્જાને ત્રણ ગણો વધારવાના ધ્યેય માટે સમર્થન વ્યક્ત કર્યું છે જ્યારે કોલસો, તેલ અને કુદરતી ગેસના ઉપયોગ પર અંકુશ મૂક્યો છે, જે વાતાવરણમાં ગ્રહ-વર્મિંગ વાયુઓ ફેલાવે છે.
ગુજરાત માટે ગર્વની બાબત એટલે છે કે, પશ્ચિમ ભારતના ગુજરાત રાજ્યમાં કચ્છના રણના મધ્યમાં થઈ રહી છે. રણ એ અક્ષમ્ય મીઠું રણ અને સૌથી નજીકના માનવ વસવાટથી ઓછામાં ઓછા 70 કિલોમીટર (43.5 માઇલ) દૂર દલદલ વાળી જમીન છે, પરંતુ દક્ષિણ એશિયાના બે દેશોને અલગ કરતી વિશ્વની સૌથી વધુ તનાવપૂર્ણ આંતરરાષ્ટ્રીય સરહદોમાંથી આ એક છે.
વાર્ષિક 30 ગીગાવોટ એનર્જી સપ્લાય કરશે
મુશ્કેલ પરિસ્થિતિઓ હોવા છતાં, અંદાજિત 4,000 કામદારો અને 500 એન્જિનિયરો પ્રોજેક્ટને આગળ ધપાવવા અને ચલાવવા માટે છેલ્લા ઘણા સમયથી કામચલાઉ કેમ્પમાં રહે છે. એકવાર પૂર્ણ થયા પછી તે વાર્ષિક 30 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી સપ્લાય કરશે, જે લગભગ 18 મિલિયન ભારતીય ઘરોને પાવર આપવા માટે પૂરતી છે. ભારતે દાયકાના અંત સુધીમાં 500 ગીગાવોટ સ્વચ્છ ઉર્જા સ્થાપિત કરવાનું અને 2070 સુધીમાં શુદ્ધ શૂન્ય ઉત્સર્જન સુધી પહોંચવાનું લક્ષ્ય રાખ્યું હોવાથી, આ પ્રોજેક્ટ સાઇટ વિશ્વના સૌથી વધુ વસ્તી ધરાવતા દેશના બિન-કાર્બન ઉત્સર્જન સ્ત્રોતોમાંથી ઉર્જા ઉત્પાદનમાં સંક્રમણમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.ભારત હજુ પણ મોટાભાગે અશ્મિભૂત ઇંધણ, ખાસ કરીને કોલસા દ્વારા સંચાલિત છે, જે ભારતની 70% થી વધુ વીજળી ઉત્પન્ન કરે છે. રિન્યુએબલ એનર્જી હાલમાં ભારતની વીજળીની જરૂૂરિયાતોમાં લગભગ 10% યોગદાન આપે છે. આ દેશ હાલમાં ચીન અને યુનાઇટેડ સ્ટેટ્સ પછી ગ્રહ-વર્મિંગ વાયુઓનું ત્રીજું સૌથી મોટું ઉત્સર્જક છે.
-
Sports3 weeks ago
કોહલી-રોહિત નહીં આ ખેલાડી છે ઓસ્ટ્રેલિયન ટીમ માટે ખતરનાક, કાંગારુ કેપ્ટને કર્યો ખુલાસો
-
LIFESTYLE1 month ago
દિવાળી પહેલા JIO નો મોટો ધમાકો: ઓછી કિંમત ને વધારે ફિચર્સ સાથે 4G મોબાઇલ કર્યો લૉન્ચ, જુઓ કેવા છે ફીચર્સ
-
પોરબંદર2 months ago
પોરબંદર પંથકના ખેડૂત નાં રૂા. 50 હજાર સેરવી લેનાર ત્રણ ઝડપાયા
-
પોરબંદર2 months ago
આરોગ્યની જાળવણી માટે ખેડૂતોએ મિલેટ્સ ધાન્યોનું વાવેતર વધારવું જોઇએ: પર્યાવરણ મંત્રી
-
પોરબંદર2 months ago
સગર સમાજની ભગીરથ જનકલ્યાણ યાત્રાનું ભાણવડ ખાતે આગમન
-
પોરબંદર1 month ago
બોટાદ જિલ્લામાં વીજતંત્ર આકરા પાણીએ : 228 કનેક્શનમાંથી રૂા. 1.11 કરોડની વીજચોરી પકડાઈ
-
પોરબંદર2 months ago
ગાંધવી સમુદ્ર કિનારે તથા ભાણવડ પાલિકા દ્વારા સ્વચ્છતા ઝુંબેશ
-
પોરબંદર1 month ago
રૂા. 1.35 કરોડના મામલે રિક્ષાચાલક, વકીલ અને પોલીસ વચ્ચે ગેમ