rajkot
રેસકોર્સમાં નવી આર્ટ ગેલેરીનું ખાતમુહૂર્ત

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રેસકોર્ષ સંકુલ ખાતે રૂૂ.503 લાખના ખર્ચે શ્રી શ્યામાપ્રસાદ આર્ટ ગેલેરીના નવા બિલ્ડીંગ બનાવવાના કામનું ખાતમુહૂર્ત આજે તા.19ના રોજ રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ ખાતમુહુર્ત કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહ્યા હતા.
આ ખાતમુહુર્ત કાર્યક્રમમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનિષભાઈ રાડીયા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલિયા, ડો.માધવ દવે, બાંધકામ સમિતી ચેરમેન ભાવેશભાઈ દેથરીયા, માધ્યમિક શિક્ષણ અને આનુષાંગિક શિક્ષણ સમિતિ ચેરમેન રસિલાબેન સાકરિયા, એસ્ટેટ સમિતિ ચેરમેન મગનભાઈ સોરઠીયા, ફાયર અને શિશુ કલ્યાણ સમિતિ ચેરમેન દિલીપભાઈ લુણાગરિયા, વોર્ડ નં.2ના કોર્પોરેટર મીનાબા જાડેજા, કોર્પોરેટર જયાબેન ડાંગર, વિનુભાઈ સોરઠિયા, કંકુબેન ઉઘરેજા વગેરે હાજર રહ્યા હતા.
નવી નિર્માણ પામનાર આર્ટ ગેલેરીમાં બાંધકામનું ક્ષેત્રફળ 976.00 ચો.મી., ગ્રાઉન્ડ ફ્લોર પર મલ્ટીપર્પઝ ગેલેરી/ એક્ઝિબિસન હોલ, સ્ટોરરૂૂમ, ટોઇલેટ બ્લોક, વોટરરૂૂમ, ઇલેકટ્રીકરૂૂમ, લીફટ તથા અન્ય બે ગેલેરી તેમજ ફસ્ટ ફલોર પર બે ગેલેરીનો સમાવેશ થાય છે. આ રેસકોર્ષ સંકુલમાં આર્ટ ગેલેરીનું કામ થવાથી રાજકોટનાં આર્ટીસ્ટોને તેમની કલાના પ્રદર્શન માટે એક પ્લેટફોર્મ મળી રહેશે.
આ ઉપરાંત હસ્તકલા, પેઇન્ટીંગ તથા અન્ય પ્રદર્શનો થઇ શકશે.દર વર્ષે આર્ટ ગેલેરીનો અંદાજીત 1 લાખથી વધુ લોકોને લાભ મળી રહેશે તેવું તંત્રનું માનવું છે.
rajkot
રાજકોટનો કારખાનેદાર પિસ્તોલ સાથે ઝડપાયો

શાપર વેરાવળના ગંગા ફાર્જીંગ ગેઈટ પાસે શાપર-વેરાવળ પોલીસનું સઘન વાહન ચેકીંગ ચાલુ હતું ત્યારે એક સ્કોર્પિયોના ચાલક ત્યાંથી શંકાસ્પદ હાલતમાં નીકળતાં તેને અટકાવી સ્કોર્પિયોની તલાસી લેતાં કારમાંથી 1 પિસ્તોલ, 51 જીવતા કાર્ટીસ, ખાલી મેગ્જીન મળી આવી હતી. આ સાથે તેની ધરપકડ કરી કાર અને મોબાઈલ સહિત રૂા.20.80 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આરોપીએ અગાઉની માથાકુટ ચાલતી હોય જેથી તેમણે યુપીના શખ્સ પાસેથી પિસ્તોલ લઈ સાથે રાખી હતી અને પોતે શાપરમાં કારખાનું ધરાવતો હોવાનું જાણવા મળી રહ્યું છે.
બનાવની વધુ વિગતો મુજબ, રાજકોટ રૂરલ એલસીબીના પીઆઈ વી.વી.ઓડેદરાની રાહબરીમાં પીએસઆઈ એચ.સી.ગોહિલ, ડી.જી.બડવા, એએસઆઈ રવિદેવભાઈ બારડ, હેડ કોન્સ્ટેબલ રોહિતભાઈ બકોતરા અને મનોજભાઈ બાયલ સહિતનો સ્ટાફ શાપર વેરાવળમાં આવેલા ગંગા ફોર્જીંગના ગેઈટ પાસે વાહન ચેકીંગ કરી રહ્યો હતો ત્યારે ત્યાંથી એક સ્કોર્પિયો કાર નીકળી હતી. તેને અટકાવી પોલીસ સ્ટાફે તલાસી લેતાં ચાલક પાસેથી 1 પિસ્તોલ, 51 કાર્ટીસ અને મેગ્જીન મળી આવ્યા હતાં તેમજ ચાલકનું નામ પુછતાં પોતે પોતાનું નામ કૈલાસકુમાર રામસુમીરન શુકલા (ઉ.50, રહે.રાજકોટ ધરમનગર શિવમ પાર્ક મેઈન રોડ બ્લોક નં.53-એ 150 ફુટ રીંગ રોડ ગાંધીગ્રામ મુળ શુકલાપુર ઉત્તરપ્રદેશ)હોવાનું જણાવ્યું હતું.
ચાલક કૈલાસકુમારની પુછપરછ કરતાં પોતે શાપર વેરાવળમાં કારખાનું ધરાવે છે અને તેમને અગાઉ માથાકુટ થઈ હોય જેથી યુપીના અજય કુમાર ચૌહાણ નામના શખ્સ પાસેથી આ હથિયાર ખરીદયું હતું અને સાથે રાખ્યું હતું. પોલીસે આરોપી વિરૂધ્ધ આર્મ્સ એકટ હેઠળ ગુનો નોંધી રૂા.20.80 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
rajkot
કોટડાસાંગાણીના મોટી મેંગણી ગામે શ્રમિક યુવાનનો ઝેર પી આપઘાત

કોટડા સાંગાણીના મોટી મેંગણી ગામે રહેતા યુવાને કોઈ અગમ્યકારણોસર ઝેરી દવા પી જીવન ટૂંકાવી લીધું હતું. યુવકના આપઘાતથી પરિવારમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી છે.આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, કોટડાસાંગાણીના મોટી મેંગણી ગામે ખેત મજુરી અર્થે આવેલા રાકેશ સિતારામ વર્મા નામના 40 વર્ષના યુવાને ધીરૂભાઈ ઉકાભાઈ સિધ્ધપરાની વાડીએ કોઈ અગમ્ય કારણોસર સાંજના છએક વાગ્યાના અરસામાં ઝેરી દવા પી લીધી હતીં. યુવકને ઝેરી અસર થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન યુવાને હોસ્પિટલનાં બીછાને દમ તોડી દેતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી.આ ઉપરાંત અન્ય બનાવમાં ગોંડલ તાલુકાના પાંચ ખીલોરી ગામે દિલીપભાઈની વાડીએ રાધિકા લક્ષ્મણભાઈ પરીહાર (ઉ.5) અને પેપીયા (ઉ.3) નામના બે બાળકો રમતા રમતા રતનજયોતના બીજ ખાઈ ગયા હતાં. બન્ને બાળકોને ઝેરી અસર થતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં.
rajkot
ધોરાજીના પીપળિયા ગામે જૂની અદાવતે શાકભાજીના વેપારી પર છરી વડે હુમલો

રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકા પીપળીયા ગામે બે વર્ષથી ચાલી આવતી અદાવતનો ખાર રાખીને બે શખ્સોએ શાકભાજીના વેપારી પર છરી અને ગુપ્તી વળે હુમલો કરી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે બન્ને હુમલાખોરોની ધરપકડ કરવાના ચક્રોગતિમાન કર્યા છે.
આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ, ધોરાજીના પીપળીયા ગામે રામદેવપીર સોસાયટીમાં રહેતાં રતિભાઈ જેઠાભાઈ દાફડા (ઉ.46)એ પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં હુમલાખોર તરીકે પીપળીયા ગામના જગદીશ ઉર્ફે હુશેન પ્રવિણભાઈ દાફડા, અરવિંંદ ઉર્ફે લુખ્ખો ભીખાભાઈ બાંભણીયાના નામ આપ્યા છે.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદી શાકભાજીની રીક્ષામાં ફેરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. બે વર્ષ પહેલા યુવાનને આરોપી જગદીશ ઉર્ફે હુશેન દાફડા સાથે માથાકુટ થઈ હતી. જે અંગે પાટણવાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ પાંચ મહિના પછી પણ માથાભારે જગદીશે ફરિયાદીના પરિવાર પર હુમલો કર્યો હતો.
બે વર્ષથી ચાલી આવતી માથાકુટમાં અગાઉ સમાધાન થઈ ગયું હતું. પરંતુ ગઈકાલે ફરિયાદી પોતાના ઘરે હતો ત્યારે બન્ને આરોપીઓ ઘરે આવ્યા હતાં અને ઘર પાસે બેફામ ગાળો બોલી ફરિયાદીને ઘરની બહાર બોલાવી બન્ને આરોપીઓએ જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી છરી અને ગુપ્તી વળે હુમલો કર્યો હતો.
શાકભાજીનાં ધંધાર્થી પર બન્ને શખ્સોએ હુમલો કર્યો ત્યારે ફરિયાદીના ભાણેજે સમગ્ર ઘટનાનું વીડિયો શુટીંગ પોતાના મોબાઈલમાં કરી લીધું હતું. આ બનાવ અંગે ધોરાજી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી બન્ને આરોપીની ધરપકડ કરવાન ચક્રોગતિમાન કર્યા છે.
-
Sports3 weeks ago
કોહલી-રોહિત નહીં આ ખેલાડી છે ઓસ્ટ્રેલિયન ટીમ માટે ખતરનાક, કાંગારુ કેપ્ટને કર્યો ખુલાસો
-
LIFESTYLE1 month ago
દિવાળી પહેલા JIO નો મોટો ધમાકો: ઓછી કિંમત ને વધારે ફિચર્સ સાથે 4G મોબાઇલ કર્યો લૉન્ચ, જુઓ કેવા છે ફીચર્સ
-
પોરબંદર2 months ago
પોરબંદર પંથકના ખેડૂત નાં રૂા. 50 હજાર સેરવી લેનાર ત્રણ ઝડપાયા
-
પોરબંદર2 months ago
આરોગ્યની જાળવણી માટે ખેડૂતોએ મિલેટ્સ ધાન્યોનું વાવેતર વધારવું જોઇએ: પર્યાવરણ મંત્રી
-
પોરબંદર2 months ago
સગર સમાજની ભગીરથ જનકલ્યાણ યાત્રાનું ભાણવડ ખાતે આગમન
-
પોરબંદર1 month ago
બોટાદ જિલ્લામાં વીજતંત્ર આકરા પાણીએ : 228 કનેક્શનમાંથી રૂા. 1.11 કરોડની વીજચોરી પકડાઈ
-
પોરબંદર2 months ago
ગાંધવી સમુદ્ર કિનારે તથા ભાણવડ પાલિકા દ્વારા સ્વચ્છતા ઝુંબેશ
-
પોરબંદર1 month ago
રૂા. 1.35 કરોડના મામલે રિક્ષાચાલક, વકીલ અને પોલીસ વચ્ચે ગેમ