રાજકોટના શખ્સે વેરાવળ ગામની સીમમાં આઠ દિવસ સુધી દુષ્કર્મ ગુજાર્યે રાખ્યાની ફરિયાદ
મૂળ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડની વતની 19 વર્ષની એક યુવતી મૂળ રાજકોટ પંથકના એક શખ્સની સાથે મિત્રતા કેળવ્યા પછી તેની હવસ નો શિકાર બની હતી. મૂળ રાજકોટના વતની અને હાલ જામનગરમાં રહેતા અબ્દુલ હુસેન દેથા સાથે યુવતીએ મિત્રના કેળવ્યા પછી બંને સાથે રહેતા હતા, ત્યારબાદ બંને વચ્ચે તકરાર થતાં અલગ પડી ગયા હતા, અને યુવતી પોતાની નાની પુત્રી સાથે જામજોધપુર તાલુકાના વેરાવળ ગામે આવી ગઈ હતી. જયાં આરોપી અબ્દુલ આવ્યો હતો, અને એક વાડીમાં એક અઠવાડિયા સુધી માતા પુત્રી બંનેને પતાવી દેવાની ધમકી આપી, તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ ગુજાર્યે રાખ્યું હતું.
ત્યારબાદ ભોગ બનનાર તેના સકંજામાંથી મુક્તિ મેળવીને જામજોધપુર પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો, અને પોતાની સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજારવા અંગે અને પોતાને તેમજ પોતાની પુત્રીને મારી નાંખવાની ધમકી આપવા અંગે અબ્દુલ હુસેન દેથા સામે જામજોધપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં જામજોધપુરના મહિલા પીએસઆઇ એમ.એલ. ઓડેદરાએ આ બાબતે ગંભીરતા લઇ ઊંડાણપૂર્વકની તપાસ શરૂૂ કરી છે.