ક્રાઇમ
ભાવનગરમાં મંદિર-જ્વેલર્સની દુકાનમાં ચોરી કરતી ટોળકી ઝડપાઇ: નવ ગુનાનાં ભેદ ખુલ્યા
રોકડ, દાગીના અને બાઇક મળી રૂા.1.59 લાખનો મુદ્દામાલ જપ્ત
ભાવનગર શહેર અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મંદિર અને જવેલર્સની દુકાનોને નિશાન બનાવી ચોરીને અંજામ આપતી તસ્કર ટોળકીને એલસીબીની ટીમે ભરતનગર ચોકડથી તરસમિયા તરફ જતાં રોડ પરથી એલસીબીએ ઉઠાવી લીધી હતી. ઝડપાયેલા શખ્સો પાસેથી રોકડ, ચાંદીના દાગીના, બાઈક મળી 1.59 લાખ રૂૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ભરતનગર ચોકડીથી તરસમિયા રોડ પર આવેલ રામદેવપીર બાપાના મંદિર પાસે ચાર શખ્સ હોન્ડા સાઈન બાઈક નં.જીજે.04. ડીકે.9975માં સોના-ચાંદીના દાગીના, રોકડ રકમ લઈને શંકાસ્પદ હાલતમાં ઉભા હોવાની ચોક્કસ બાતમીના આધારે ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે દોડી જઈ વિક્રમ મથુરભાઈ કંટારીયા (ઉ.વ.46, રહે, હાલ ધરમશીભાઈ ધાપાના મકાનની બાજુમાં, શીતળા માતાના મંદિર પાસે, ઘોઘારોડ, મુળ સુરકા, તા.ઘોઘા), સુમરીયાસીંગ ઉર્ફે નાનકો કાપસીંગ સુરસીંગ બામનિયા (ઉ.વ.21), કાપસીંગ સુરસીંગ બામનિયા (ઉ.વ.55) અને મદન બીલામસીંગ બામનિયા (ઉ.વ.19, રહે, બહેડિયા, તા.જોબટ, જિ.અલી રાજપુર, રાજ્ય મધ્યપ્રદેશ, હાલ દીલિપભાઈ કોન્ટ્રાક્ટરની સાઈટમાં, સુભાષનગર, પંચવટી ચોક) નામના શખ્સોને ઉઠાવી લઈ આગવીઢબે પૂછતાછ કરતા ચારેય શખ્સ પોલીસ સમક્ષ પોપટની જેમ બોલવા લાગ્યા હતા અને છેલ્લા ત્રણથી સાડા ત્રણ વર્ષન સમયગાળા દરમિયાન ચારેય શખ્સ અને અન્ય તેના સાથીદારો સાથે મળીને ભાવનગર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા મંદિરો અને જવેલર્સની દુકાનોમાં ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી.
જેના આધારે એલસીબીએ ઝડપાયેલી તસ્કર ટોળકી પાસેથી રોકડ રૂૂા.24,200, રૂૂા.80,170ની કિંમતના ચાંદીના અલગ-અલગ દાગીના, બાઈક મળી કુલ રૂૂા.1,59,870નો મુદ્દામાલ કબજે કરી ભરતનગર પોલીસને સોંપી દીધા હતા.
છેલ્લા સાડા ત્રણેક વર્ષથી પોલીસને હંફાવતી તસ્કર ટોળકી આખરે ઝડપાયા બાદ પૂછતાછમાં વટાણાં વેરી દીધા હતા. એલસીબીના હાથે ઝડપાયેલા ચારેય શખ્સે નવ ચોરીની કબુલાત આપી હતી.
વિક્રમ મધ્યપ્રદેશથી કડિયાકામ કરવા માણસોને બોલાવી જગ્યા દેખાડતો
મંદિરો અને સોનીની દુકાનોને નિશાન બનાવતી ભાવનગર અને મધ્યપ્રદેશની તસ્કર ટોળકી પોલીસના હાથે ઝડપાયા બાદ એલસીબીની પૂછપરછમાં સ્થાનિક આરોપી વિક્રમ અગાઉ કડિયાકામ કરવા માટે મધ્ય પ્રદેશથી માણસોને બોલાવતો હોય, તેમાંથી કેટલાક શખ્સો સાથે તેને મિત્રતા થાય એટલે તેને ચોરી કરવા માટેની જગ્યાઓ દેખાડતો હતો. ત્યારબાદ રોકી કરી અલગ-અલગ મંદિર-જવેલર્સની દુકાનોમાં રાત્રિના સમયે ચોરી કરતા હોવાનું બહાર આવ્યું હતું.
ક્રાઇમ
રેલનગર અને શિવધામ સોસાયટીમાં જુગાર રમતા 5 મહિલા સહિત 16 પકડાયા
શહેરના રેલનગર વિસ્તાર અને શિવધામ સોસાયટીમાં પોલીસે જુગારના બે દરોડા પાડી પત્તા ટીચતા પાંચ મહિલા સહિત 16 શખ્સોને ઝડપી પાડી રૂા.24000નો મુદ્દામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, પ્ર.નગર પોલીસ મથકના પીઆઈ બી.એમ.ઝણકાટના માર્ગદર્શન હેઠળ પ્ર.નગર પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો.
દરમિયાન રેલનગરમાં આવેલી છત્રપતિ શિવાજી ટાઉનશીપમાં બ્લોક નં.એફ/202 રહેતા ભક્તિબેન જેન્તીલાલ રાજગોર નામની મહિલા પોતાના મકાનમાં જુગારધામ ચલાવતી હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી જુગાર રમતા મકાન માલીક ભક્તિબેન રાજગોર ઉપરાંત ભાવનાબેન ઈલેશભાઈ ગોહિલ, અંજુબેન ચંદુભાઈ રાઠોડ, રૂપલબેન સંજયભાઈ માણેક, હંસાબેન ડાયાભાઈ ડાવેરા, કિશોરભાઈ મેધુમલભાઈ તેલવાણી, ઉમર અલ્લારખાભાઈ બ્લોચ, નિલેશ મનહરભાઈ ભાસ્કર, હનીફ જમાલભાઈ ભાવડ અને ધીરૂભાઈ લક્ષ્મણભાઈ કોરીયાને ઝડપી લઈ પટમાંથી રૂા.10,500ની રોકડ કબજે કરી હતી.
જ્યારે બીજા દરોડામાં આજી ડેમ પોલીસે કોઠારીયા ગામ નજીક આવેલી શિવધામ સોસાયટી શેરી નં.3માં રહેણાંક મકાનમાં દરોડો પાડી જુગાર રમતા ભરત પ્રેમજીભાઈ ગોસ્વામી, ગોપાલ ભીખાભાઈ પરાડીયા, અશ્ર્વિન છગનભાઈ ગોસ્વામી, જગદીશ જેન્તીભાઈ કાપડીયા, કલ્પેશ હેમંતભાઈ લોઠીયા અને મોહન દેવજીભાઈ સિધ્ધપરાને ઝડપી લઈ રૂા.23650ની રોકડ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
ક્રાઇમ
નકલી પોલીસ બની BPCLના નિવૃત્ત કર્મચારી પાસેથી ટોળકીએ 1 કરોડ પડાવ્યા
મની લોન્ડરિંગ કેસમાં ધરપકડની ધમકી આપી સુપ્રીમ કોર્ટની નોટિસ મોકલી ટોળકીએ અલગ અલગ એકાઉન્ટમાં મરણમૂડી ટ્રાન્સફર કરાવી લીધી
રાજકોટના એરપોર્ટ પાસે યોગેશ્વર સોસાયટીમાં રહેતા બીપીસીએલ કંપનીના નિવ્રુત કર્મચારીને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના નામે ફોન કરી મની લોન્ડરિંગ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી સુપ્રીમ કોર્ટની ફેક નોટિસ મોકલી ડરાવી રૂૂ.1 કરોડથી વધુ રકમ પડાવી લેતા આ મામલે રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ શરુ કરી છે.
બીપીસીએલ કંપનીના નિવ્રુત કર્મચારી અશ્વીનભાઈ માનસિંહ તલાટીયા (ઉ.વ.-65)ફરિયાદમાં જણાવ્યું છે કે,તેમને ગઈ તા-09/07/2024 ના વોટ્સએપ ઉપરથી વોટસએપ કોલ આવ્યો હતો અને ફોન કરનાર હીન્દીમા પોતે મુંબઇ ક્રાઇમ બ્રાંચથી પોલીસ ઇન્સપેકટર અજય પાટીલ બોલતો હોવાનું જણાવ્યું હતું. અને તમારા વિરુધ્ધમા મુંબઇ ક્રાઇમ બ્રાંચમા એફઆઈઆર દાખલ થયેલ છે જેમા નરેશ ગોયેલ નામના શખ્સની મની લોડરીંગ ના ગુનામાં ધરપકડ કરેલ છે અને તેની પાસેથી કેનરા બેંકનું એકાઉન્ટ તથા એ.ટી.એમ. કાર્ડ મળ્યું છે.
તેવી વિગત મને જણાવેલ હતી. ત્યારબાદ અજય પાટીલે અશ્વિનભાઈને તેના સીનીયર ઓફીસર વિનયકુમાર ચોબે સાથે વાત કરાવી હતી જેણે અશ્વિનભાઈને ધરપકડ વોરંટ નીકળેલ છે અને તમને 2 કલાકમાં સી.બી.આઇના સ્ટાફ એરેસ્ટ કરી લેશે પછી આ વિનયકુમાર કહેલ કે તમે કેસ બાબતે ચેક કરૂૂ પછી તેને કને કહેલ કે તમારા વિરૂૂધ્ધ એરેસ્ટ વોરંટ નીકળી ગયેલ છે હવે આ કેસ મારા હાથમાં નથી હવે મારા સીનીયર આકાશ કુલહરી સાથે વાત કરો આ કેસ આ તમને કોઇ રાહત થાય તો તેમ કહીને આ આકાશ કુલહરી સાથે ફોનમાં વાત કરાવેલ હતી. ત્યારબાફ અશ્વિનભાઈને સ્કાયપી એપ્લીકેસમાં સુપ્રિમ કોર્ટની નોટીસ મોકલી હતી અને બે કલાકમાં સુપ્રિમ કોર્ટમાં પહોંચી જવા વાત કરી હતી.અશ્વિનભાઈએ બે કલાકમાં સુપ્રીમ કોર્ટ કઈ રીતે પહચી શકું તેમ કહેતા,તમારૂૂ ફાઇનાન્સ આર.બી.આઇ ઓડીટર પાસે ચેક કરાવુ પડશે તેમ કહી ફરી કોલ કરવા જણાવ્યું હતું.
ત્યાર બાદ ફરી ફરીથી ફોન આવ્યો હતો અને સામે વાળાએ એકાઉન્ટમાં રૂૂપિયા ટ્રાન્સફર કરો ત્યાં સુધીમાં તમારૂૂ વોરંટ ટેમ્પરરી સ્ટોપ કરાવેલ છે અને ત્યાં સુધીમાં તમે બધા પૈસા ટ્રાન્સફર કરો તેમ કહ્યું હતું. અશ્વિનભાઈએ જે એકાઉન્ટ નંબરો આપ્યા તે અલગ અલગ એકાઉન્ટમાં રકમ ટ્રાન્સફર કરી હતી. આ દરમ્યાન આકાશ કુલહરીએ દર અડધી કલાક – કલાકે વોટસએપમાં મેસેજ કરવાનો તથા રીપોર્ટ કરવાનો છે તેમ કહી નહી કરો તો તમારી પાછળ સી.બી.આઈ તથા મની લોન્ડ્રીંગવાળા છે. તમારી જાનનુ જોખમ છે. તેમ કહી ડરાવ્યા હતા. આ ટોળકીએ અશ્વિનભાઈને આ કેસની ઇન્કવાયરી પુરી થાય એટલે જમા કરાવેલ રમક પરત આપી દેવામાં આવશે તેમ કહેલ હતુ.
અશ્વિનભાઈ પાસે તેમનું તમામ સેવિંગ આ ટોળકીએ જણાવેલ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધું હતું. છતાં આકાશ કુલહરીએ કેસના ઈન્સ્પેક્શન માટે વધુ 30,00,000 જમા કરાવવાનું કહેતા અશ્વિનભાઈએ મીત્ર હર્ષદભાઈ વિનોદરાઈ આસ2 પાસે હાથ ઉછીના રૂૂપિયા લેવા માટે ગયા અને પોતાની સાથે બનેલ સમગ્ર ઘટના અંગે વાત કરતા હર્ષદભાઈએ આ ફ્રોડ હોવાનું કહી ફરિયાદ કરવાની સલાહ આપી હતી.જેથી અશ્વિનભાઈએ ગત તા -26/07/2024 ના 1930માં ફોન કરી ફરિયાદ નોંધવી હતી જેના આઘારે સાયબર ક્રાઈમ પોલીસે અશ્વિનભાઈ સાથે થયેલ રૂૂ.1.1,03,67,000ની છેતરપિંડી અંગે ગુનો નોંધી આ ટોળકીને પકડી લેવા તપાસ શરુ કરી છે.
ક્રાઇમ
દારૂના ગુનામાં ત્રણ મહિનાથી નાસતો ફરતો બૂટલેગર ઝડપાયો
શહેરમાં ત્રણેક મહિના પહેલા કુવાડવા પોલીસ મથક વિસ્તારમાંથી ઝડપાયેલા દારૂના જથ્થામાં નાસતો ફરતો બુટલેગરને એલસીબી ઝોન-1ની ટીમે ઝડપી લીધો હતો. તેમને પકડી દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યા? એ અંગે પુછપરછ શરૂ કરી છે. ડીસીપી ઝોન-1 સજ્જનસિંહ પરમારની એલસીબી ટીમના પીએસઆઈ બી.વી. બોરી સાગર, દિવ્યરાજસિંહ જાડેજા, સત્યજીતસિંહ જાડેજા અને રવિરાજભાઈ અને ટીમે બાતમીના આધારે કુવાડવા વિસ્તારના દારૂના ગુનામાં ત્રણ મહિનાથી નાસતા ફરતા ફેનીલ મુકેશ દાફડા (રહે. આંબેડકર નગર, યુ-ફ્રેશ ડેરી વાળી શેરી, કાલાવડ રોડ)ને પકડી તેની વધુ પૂછપરછ શરૂ કરી છે.
-
ગુજરાત2 days ago
ભાવનગરના આર્મીના જવાનને હાર્ટએટેક આવતા વીરગતિ પામ્યો
-
કચ્છ2 days ago
કચ્છમાં ભેદી તાવથી મૃત્યુ આંક 15 થયો
-
આંતરરાષ્ટ્રીય23 hours ago
નિષ્પક્ષ ચૂંટણી થઇ હોત તો ભાજપને 246 બેઠકો પણ ન મળત: રાહુલ
-
ગુજરાત24 hours ago
કપરાડામાં રાજકોટની ગ્રામસેવક યુવતીનું ટ્રક અડફેટે કરુણ મૃત્યુ
-
ગુજરાત23 hours ago
ચાઈનીઝ લસણના વિરોધમાં માર્કેટ યાર્ડોમાં લસણની હરાજી ઠપ
-
Sports2 days ago
વિનેશ ફોગાટ-બજરંગ પુનિયાની રાજકીય કેરિયર પર રેલવેની બ્રેક, નોટિસ ફટકારી
-
ગુજરાત6 hours ago
સુરત બાદ ભરુચમાં પથ્થરમારો, ધાર્મિક ઝંડા લગાવવા બાબતે બે જૂથના લોકો વચ્ચે ઘર્ષણ થતાં તંગદિલી
-
રાષ્ટ્રીય1 day ago
દિલ્હીમાં લાગુ થશે રાષ્ટ્રપતિ શાસન? ભાજપ ધારાસભ્યોની માંગ પર રાષ્ટ્રપતિએ લીધો મોટો નિર્ણય