આગની જ્વાળાઓ દૂર સુધી દેખાતાં ટોળા એકત્ર થયા
જામનગરના જુના રેલ્વે સ્ટેશન પાસે ભીમવાસના ઢાળિયા સામેના ભાગમાં આવેલા એક ભંગારના વાડામાં આજે વહેલી સવારે 6.40 વાગ્યાના અરસામાં અકસ્માતે આગ લાગી હતી અને ભગવાનના વાડામાં રાખવામાં આવેલો પ્લાસ્ટિકપૂઠા સહિત ભંગારનો જથ્થો સળગવા લાગ્યો હતો.
તેમાં કેટલાક જૂના ટાયરો હતા. તે પણ સળગવા લાગ્યા હતા અને ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી દેખાયા હતા,
જ્યારે એક જૂની રીક્ષા પણ બળીને ખાખ થઈ હતી આજગ આ બનાવ અંગેની જાણ કરાતા જામનગર મહાનગર પાલિકાની ફાયર બ્રિગેડની ટુકડી ઘટના સ્થળે દોડી આવી હતી, અને પાણીના ટેન્ક વડે આગને કાબુમાં લઈ લીધી હતી. આગનું કારણ જાણી શકાયું નથી.