Connect with us

ગુજરાત

કુવાડવા નજીક પેપર કોટિંગના કારખાનામાં આગ ભભૂકી

Published

on

  • મશીનરી અને કેમિકલ તથા રો-મટિરિયલ્સ બળીને ખાખ થઈ જતાં અંદાજે 70 લાખનું નુકસાન

શહેરની ભાગોળે કુવાડવા હાઈવે પર સાતડા રોડ પર આવેલા પેપર કોટીંગના કારખાનામાં અચાનક જ આગ ભભુકી ઉઠી હતી. બનાવની જાણ થતાં ફાયરબિગેડનો સ્ટાફ તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગયો હતો. આગમાં મશીનરી કેમીકલ અને રો મટીરીયલ્સ બળીને ખાખ થઈ જતાં 70 લાખનું નુકસાન થયું હતું.

જાણવા મળતી વિગત મુજબ, કુવાડવા નજીક સાતડા રોડ પર શ્રીનાથજી ઈન્ડસ્ટ્રીઝ એરિયામાં આવેલા દ્વારકાધીશ પેપર પ્રાઈવેટ લીમીટેડ નામના પેપર કોટીંગના કારખાનામાં ગઈકાલે સાંજે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગતા કારખાનામાં હાજર કર્મચારીઓમાં દોડધામ મચી જવા પામી હતી. તાત્કાલીક આગ લાગ્યા અંગે ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતા બેડીપરા ફાયરબ્રિગેડનો સ્ટાફ ફાયર ફાઈટર સાથે ઘટના સ્થળે દોડી ગયો હતો. જો કે કર્મચારીઓએ સમય સુચકતા વાપરી કારખાનામાં રહેલા આગ બુજાવવાના સાધનો વડે આગને બુજાવી નાખી હતી. આ અંગે કારખાના માલીક કિશનભાઈ વિજયભાઈ વાઢેર સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, આગમાં મશીનરી, રો મટીરીયલ્સ અને 600 કિલો કેમીકલ બળીને ખાખ થઈ જતાં અંદાજે 70 લાખનું નુકસાન થયું હતું. જો કે આગ કયા કારણોસર લાગી ? તે જાણવા ન મળતાં વધુ તપાસ હાથ ધરી છે. સદનશીબે આગમાં કોઈ જાનહાની થવા પામી ન હતી.

ગુજરાત

ભાવનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ-હળવદમાં અકસ્માતથી 13ના મોત

Published

on

By

  • પગપાળા રાજપરા ખોડિયાર માતાજીના મંદિરે જતા સાત પદયાત્રીને ટ્રકે હડફેટે લેતા પિતા-પુત્ર સહિત ચારનાં મોત
  • વટામણ-ધોલેરા ચોકડી પાસે દીવથી અમદાવાદ જતાં પરિવારની કારને ટ્રકે ઠોકરે લીધી, બાળક સહિત ચારનો ભોગ લેવાયો

મોરબી,અમદાવાદ, ખેડા અને સુરેન્દ્રનગર જિલ્લામાં રવિવાર ગોઝારો સાબિત થયો હતો. જેમાં મહેમદાવાદનો સંઘ ખોડીયાર રાજપરા દર્શન કરવા જતો હતો.ત્યારે ગણેશગઢ પાસે ટ્રકે અડફેટે લેતા ચાર લોકોના મોત થયા હતા.જ્યારે વટામણ-ધોલેરા રોડ પર કાર-ટ્રક વચ્ચેના અકસ્માતમાં ચાર વ્યક્તિઓ જીવ ગુમાવ્યા હતા. તેમજ સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરીએ તો પાટડીમાં ટ્રેલર-ડમ્પર વચ્ચે અકસ્માત બાદ લાગેલી આગમાં બે વ્યક્તિ ભેડથુ થઈ ગયા હતા.પાટડી પંથકના ખારાઘોડા પાસે બે ટ્રક વચ્ચે અકસ્માત થતા એક ચાલકનું મોત નિપજયું હતું તેમજ હળવદમાં અકસ્માતમાં બેના મોત થયા હતા.

અકસ્માતના સૌ પ્રથમ બનાવમાં ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના વરસોલા ખાતેથી ગત તા.9ના રોજ 40 જેટલા શ્રધ્ધાળુઓનો પદયાત્રા સંઘ ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના રાજપરા ગામે આવેલા સુપ્રસિદ્ધ રાજપરા ખોડિયાર માતાજીના મંદિરે દર્શન કરવા નીકળ્યો હતો.સંઘ રાત્રિના સમયે શિવનગર તાલુકાના ગણેશગઢ ગામે રાત્રિના સવા ત્રણેક વાગ્યાના અરસામાં ચાલવાનું શરૂૂ કર્યું હતું. અમદાવાદ-ભાવનગર હાઈવે પર આવેલા સનેસ ગામે ટૂંકું રોકાણ કર્યા બાદ પદયાત્રિકો પગપાળા નીકળ્યા બાદ પરોઢિયે ભાવનગર પાસિંગની ટ્રકના ચાલકે સાત પદયાત્રીને અડફેટે લઈ કચડી નાંખી ટ્રક લઈ શખ્સ નાસી ગયો હતો.

આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત સાતેયને ભાવનગરની સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા.જ્યાં ગંભીર ઈજા પામેલા ધીરૂૂભાઈ ઉર્ફે ચંગભાઈ ઉદેસંગભાઈ ગઢવી (ઉ.વ.60), તેમનો પુત્ર વિજયદાન પીરૂૂભાઈ ગઢવી (ઉ.વ.35, રહે, બન્ને ચંદ્રાસણ, તા.કડી, જિ.મહેસાણા) અને પ્રતાપસિંહ ભીમસિંહ ચૌહાણ (ઉ.વ.30, રહે, વરસોડા ગામ)ને ગંભીર ઈજા થતાં તેમના કરૂૂણ મોત થયા હતા.જ્યારે બકાભાઈ છોટાભાઈ પટેલનું પણ સારવાર દરમિયાન મોત થયું હતું.સંઘના સાત પદયાત્રિકોને અડફેટે લેનારા ટ્રકચાલક શખ્સ સામે પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

બીજા બનાવમાં અમદાવાદના શાહપુરમાં રહેતા 67 વર્ષીય અબ્દુલ શેખ અને તેમના પરિવારના અન્ય આઠ સભ્યો દીવ ખાતે ગયા હતા.રવિવારે સવારના તેઓ કાર લઈને પરત આવી રહ્યા હતા ત્યારે વટામણ-ધોલેરા હાઇવે પર જતા સમયે ભોળાદ પાસેના હાઇવે પર કાર સામેથી પુરઝડપે આવી રહેલી ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી.આ અકસ્માતમાં અબ્દુલ શેખ,હનીશાબેગમ અબ્દુલ શેખ (59),સગુફતા પરવીન શેખ (ઉ.વ.40) અને સાત વર્ષના ઈનાન શેખ નામના બાળકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.જ્યારે જમીરભાઈ શેખ ઉ.વ.33), અબ્દુલ શેખ (ઉ.વ.40),ફરદીન શેખ (ઉ.વ.30), મહંમદ શેખ (ઉ.વ.1) અને સહિરા શેખ (ઉ.1.3)નેગંભીર ઈજા થતા સારવાર માટે ધંધુકા ખસેડાયા હતા.

રીબડા પાસે ટ્રેન હેઠળ ઝંપલાવી રાજકોટના યુવકનો આપઘાત

રાજકોટના કોઠારીયા ચોકડી પાસે રહેતા સુરેશભાઈ અરજણભાઈ ખાટરીયા ઉમર વર્ષ 41 એ માનસિક બીમારીથી કંટાળી ગોંડલ તાલુકાના રીબડા ગામ પાસે ટ્રેન નીચે ઝંપલાવી મોત મીઠું કરી લેતા તાલુકા પોલીસે ઘટના સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી હતીઘટનાની જાણ ગોંડલ તાલુકા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ જીતુભાઈ વાળા રમેશભાઈ વાગડીયા ને થતા દોડી ગયા હતા ત્યાં યુવાનનું બાઈક પડ્યું હતું અને તેને ડેકી ખોલતા તેમાં કંકોત્રી મળી હતી તેના આધારે યુવાનના પરિવારજનોનો ગણતરીની કલાકમાં જ સંપર્ક થયો હતોપોલીસ સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે સુરેશભાઈ ખાટરીયા ગોંડલ જવાનું કઈ ઘરેથી નીકળ્યા હતા બાદમાં તેમનો સંપર્ક ન થતા પરિવારજનો ચિંતામાં મુકાયા હતા અને તેમની શોધ શરૂૂ કરી હતી દરમિયાન પોલીસ નો સામેથી ફોન આવતા જાણ થતા પરિવારજનો શોક મગ્ન બન્યા હતા યુવાન માનસિક બીમારીથી પીડાતા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું.

હળવદના ચરાડવા પાસે ટ્રક પાછળ એક્ટિવા ઘૂસી જતા ચાલકનું મોત

હળવદ તાલુકાના ચરાડવા કેટી મીલ પાસે સાંજના સમયે વાતાવરણમાં પલટો આવ્યો હતો જેમાં ધુળની ડમરીઓ વચ્ચે આગળ જતો ટ્રક નહીં દેખાતા ડબલ સવારી એકટીવા પાછળ ઘુસી જતાં ચાલક જયરાજ સાકરીયા નામના યુવાનનું ઘટના સ્થળે મોત નિપજયું હતું જ્યારે અન્ય એક યુવાન ગંભીર ઈજાઓ પહોચતા મોરબી સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો તો સાથે મૃતક જયરાજ સાકરીયાની લાશ હળવદની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી અને બનાવના પગલે ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાયાં હતા તો સાથે અકસ્માત બાદ ટ્રક ચાલક નાસી છુટ્યો તો જોકે વાહનચાલકોએ પકડી પાડી પોલીસ હવાલે કર્યો હતો અને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

હળવદની હરિદર્શન ચોકડી પાસે ટ્રક પાછળ ટ્રક અથડાતા એકનું મોત

હળવદ માળીયા હાઈવે પર અવાર નવાર અકસ્માતના બનાવો બને છે. જ્યારે ફરી એકવાર હળવદ-માળીયા હાઈવે પર હરિદર્શન ચોકડી પાસે ટ્રકની પાછળ ટ્રક ઘૂસી જતા અકસ્માતની ઘટના બની હતી. હરિદર્શન ચોકડી પાસે ટ્રક નંબરના ચાલક સોમાભાઈ બીજલભાઈ રબારી રહે. કચ્છ વાળાએ બેદરકારી પૂર્વક ટ્રક ચલાવી આગળ જતા ટ્રકની પાછળ ઠાઠામાં અથડાવતા તેઓને ગંભીર ઈજા પહોંચી હતી.જે બાદ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટનાને પગલે હળવદ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

પાટડી તાલુકાના ગવાણા ગામ નજીક પેટ્રોલ પંપ સામે રવિવારે વહેલી સવારે ટ્રેલર તથા ડમ્ફર વચ્ચે જોરદાર ટક્કર સાથે અકસ્માત સર્જાયો હતો જેમાં અકસ્માત બાદ તુરંત વાહનોમાં આગ ભભુકી ઉઠી હતી આ તરફ પેટ્રોલ પંપ સંચાલક દ્વારા તાત્કાલિક ફાયર વિભાગ અને પોલીસને જાણ કરતા તુરંત ઘટના સ્થળે પહોંચ્યા હતા પરંતુ આગ વિકરાળ અને ઝડપથી પ્રસરી હોવાથી અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલ ડમ્ફર ચાલક સહિત બે લોકો ગંભીર રીતે દાઝી જતા મોત નિપજ્યું હતું આ બંને મૃતકોની લાશને પાટડી હોસ્પિટલ પીએમ આર્થેની કામગીરી શરૂૂ કરી સ્થાનિક પોલીસ દ્વારા અકસ્માત બાદ આગની ઘટનાના બનાવની તપાસ શરૂૂ કરી છે.

પાટડી પાસે ટ્રેલર-ડમ્પર વચ્ચે અકસ્માત બાદ આગ લાગતા બેનાં કરૂણ મોત

પાટડી તાલુકાના ખારાઘોડા રણ વિસ્તારમાં મીઠાની સિઝન પૂર્ણ થતાં વેપારીઓ દ્વારા મીઠું ખરીદી કરી અન્ય વાહન થકી મીઠું ભરવા માટેની કામગીરી હાથ ધરાઇ છે ત્યારે શનિવારે બપોરના સમયે ખારાઘોડા રણમાં સામસામે ટ્રકનું અકસ્માત થયું હતું સ્થાનિક મીઠું પકવતા અગરિયાઓ દ્વારા જણાવાયું હતું કે ધૂળની ડમરી ઉડવાના લીધે બંને ટ્રક ધડાકાભેર સામસામે અથડાતાં હતા જેમાં ટ્રક ચાલક આગળની કેબિનમાં ફસાયો હતો જેથી તાત્કાલિક ક્રેનની મદદથી ટ્રક ચાલકને બહાર કાઢવાના કલાકોના પ્રયત્ન બાદ ફસાયેલા ટ્રક ચાલકને બહાર કાઢ્યો હતો આ તરફ બંને ગંભીર રીતે ઘાયલ ટ્રક ચાલકને સારવાર અર્થે પાટડી સરકારી હોસ્પિટલ ખસેડાતા હતા જ્યાંથી વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડાયા હતા આ દરમિયાન પોલાભાઈ બાથાણી નામના ટ્રક ચાલકનું મોત થયું હતું જ્યારે ભાવેશભાઈ બાથાણીને ગંભીર ઈજા હોવાથી તેઓને વધુ સારવાર શરૂૂ કરી હતી.

Continue Reading

ગુજરાત

શક્તિ પ્રદર્શન સાથે ભાજપના મનસુખ માંડવિયા સહિત છ ઉમેદવારોએ ફોર્મ ભર્યા

Published

on

By

  • અમદાવાદ પૂર્વમાં હસમુખ પટેલ, સુરેન્દ્રનગરમાં ચંદુ શિહોરા, પંચમહાલ રાજપાલસિંહ જાદવ, વલસાડ ધવલ પટેલ અને ભરૂચમાં મનસુખ વસાવાએ લોકસભા માટે તથા પોરબંદરમાં અર્જુન મોઢવાડિયા અને વાઘોડિયાથી ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ વિધાનસભા માટે ફોર્મ ભર્યા

ભારતીય જનતા પાર્ટીએ લોકસભા અને પેટા ચૂંટણી હેઠળની વિધાનસભા બેઠકો પર સત્તાવાર ઉમેદવારો સામેના વાંધા, વિરોધો, નારાજગીને હાલ પૂરતી કોરાણે મૂકી સોમવારથી અલગ અલગ બેઠકો પર સભાઓ, રોડ શોના માધ્યમથી વિશાળ શક્તિપ્રદર્શનનો ચાર દિવસનો કાર્યક્રમ જાહેર કર્યો છે. આ શક્તિપ્રદર્શનની સાથે જુદા જુદા ઉમેદવારો બુધવારને બાદ કરતાં સોમવારથી શુક્રવાર વચ્ચેના ચાર દિવસમાં ઉમેદવારી પત્રો ભરનાર છે.

ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો અને 5 વિધાનસભાની બેઠકો માટે 7 મેના રોજ ત્રીજા તબક્કામાં મતદાન થવાનુ છે. ભાજપે આ તમામ બેઠકો પર બુથ અને પેજ કમિટીના સ્તરથી લઇને મંડલ સ્તરની સભાઓ થકી પ્રચારની શરૂૂઆત કરી દીધી છે. પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જુદી જુદી 26 લોકસભા બેઠકોના બુથ પ્રમુખોના સંમેલનો, મતદાર સંપર્ક અભિયાનોમાં હાજરી આપી ભાજપના ઉમેદવારો માટે પ્રચાર કર્યો છે. હવે સોમવારથી આ ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવશે અને એની સાથે રોડ શો તથા જાહેરસભાઓ યોજનાર છે. એમાં ગાંધીનગર લોકસભા મતવિસ્તારના ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ 18મીએ ગ્રાન્ડ રોડ શો યોજી પ્રથમ વખત પોતાનો પ્રચાર કરશે. એમની સાથે મુખ્યમંત્રી સામેલ થશે. જ્યારે 19મીએ ફોર્મ ભરશે ત્યારે મુખ્યમંત્રી ઉપરાંત પ્રદેશ પ્રમુખ પણ જોડાશે. 18મીએ નવસારીના ઉમેદવાર અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સભા યોજી ફોર્મ ભરશે. જામનગરના ઉમેદવાર પૂનમ માડમ 18મીએ રોડ શો યોજી 19મીએ ફોર્મ ભરવાના છે. રામનવમીની જાહેર રજાને બાદ કરતાં સોમવારથી શુક્રવારના ચાર દિવસમાં મુખ્યમંત્રી ગાંધીનગર ઉપરાંત આણંદ, નવસારી ખાતે ફોર્મ ભરતી વખતે ઉમેદવાર સાથે ઉપસ્થિત રહેશે. પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ પણ ગાંધીનગર ઉપરાંત કચ્છ, પોરબંદર, સુરત ખાતે ઉપસ્થિત રહેશે. જ્યારે કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયા ભાવનગર ખાતે હાજર રહેશે.

કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડા છોટાઉદેપુર તથા રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા બનાસકાંઠા ખાતે હાજર રહેશે તેમ ભાજપે જાહેર કર્યું છે. આ નેતાઓમાં કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂૂપાલાને ક્ષત્રિય સમાજના વિરોધને લીધે અન્ય કોઇ લોકસભા કે વિધાનસભા વિસ્તારની જવાબદારી સોંપાઇ નથી.આજે લોકસભા: અમદાવાદ પૂર્વના હસમુખ પટેલ રોડ શો યોજી ફોર્મ ભરવા જશે. સુરેન્દ્રનગરમાં ચંદુ શિહોરા, પોરબંદર મનસુખ માંડવિયા, પંચમહાલ રાજપાલસિંહ જાદવ, વલસાડ ધવલ પટેલ, ભરૂૂચ મનસુખ વસાવા જયારે વિધાનસભામાં પોરબંદર ખાતે અર્જુન મોઢવાડિયા, વાઘોડિયાથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા ફોર્મ ભર્યા હતા.18મીએ લોકસભા: નવસારી સી.આર. પાટીલ, અમરેલી ભરત સુતરીયા વિધાનસભામાં ખંભાત ચિરાગ પટેલ, માણાવદર અરવિંદ લાડાણી ફોર્મ ભરશે.

કાલે કોણ ભરશે

લોકસભામાં કચ્છ વિનોદ ચાવડા, બનાસકાંઠા ડો. રેખા ચૌધરી, પાટણ ભરતસિંહ ડાભી, મહેસાણા હરિભાઇ પટેલ, સાબરકાંઠા શોભના બારૈયા, અમદાવાદ પશ્ચિમ દિનેશ મકવાણા, રાજકોટ પરશોત્તમ રૂૂપાલા, જૂનાગઢ રાજેશ ચૂડાસમા, ભાવનગર નીમુબેન બંભાણીયા, આણંદ મિતેશ પટેલ, ખેડા દેઉસિંહ ચૌહાણા, દાહોદ જશવંતસિંહ ભાભોર, વડોદરા હેમાંગ જોશી, છોટાઉદેપુર જશુ રાઠવા, બારડોલી પ્રભુ વસાવા, સુરત મુકેશ દલાલ વિધાનસભા: વિજાપુર સી.જે. ચાવડા કાલે ફોર્મ ભરશે.

Continue Reading

ગુજરાત

રાજકોટને જોડતા હાઈવે પર અનેક સ્થળે ક્ષત્રિયો માટે ભોજન વ્યવસ્થા કરાઈ

Published

on

By

  • અનેક ટોલનાકા પર વાહનોને ટોલમાંથી મુક્તિ આપી

રાજકોટના રતનપર ખાતે ક્ષત્રિય અસ્મિતા સંમેલનમાં જન સૈલાબ ઉમટી પડયો હતો. લોકસભાના ઉમેદવારને હટાવવાની માંગ સાથે ચાલી રહેલા ક્ષત્રિય સમાજના આંદોલનમાં લાખો લોકો ઉમટી પડયા હોવા છતાં કોઈ જાતની અવ્યવસ્થા કે અંધાધુંધી સર્જાઈ નહોતી એટલું જ નહીં પરંતુ રાજ્યના ધોરીમાર્ગ પર આવેલા અડધો ડઝનથી વધુ હોટલોમાં મહારેલીમાં ઉપસ્થિત લોકોની જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

રાજકોટના રતનપર ગામે ક્ષત્રિય સમાજનાં અસ્મિતા મહાસંમેલનમાં ખરા બપોરે ધોમધખતા તાપમાં રાજ્યના ખૂણે ખૂણેથી લાખોની સંખ્યામાં ક્ષત્રિય સમાજનાં લોકો ઉમટી પડયા હતાં ત્યારે રાજપૂત સમાજનાં આ આંદોલનમાં અસંખ્ય લોકોએ પોતાની યથા શક્તિ પ્રમાણે મદદ કરી હતી. જેમાં સુરેન્દ્રનગર હાઈ-વે, ભાવનગર હાઈ-વે, ખેરવી હાઈવે, માળીયા મીયાણા, જામનગર હાઈ-વે પર અનેક સ્થળોએ ક્ષત્રિય સમાજની મહારેલીમાં ઉપસ્થિત રહેલા લોકોની ભોજન વ્યવસ્થા રાખવામાં આવી હતી.
એટલું જ નહીં પરંતુ ટોલનાકાનો કોન્ટ્રાકટ ધરાવતાં અનેક ક્ષત્રિય આગેવાનોએ પોતાની શકિાત મુજબ મહારેલીમાં આવતી જતી લકઝરી બસ, ફોર વ્હીલ વાહનોના ટોલ પણ માફ કરી દીધા હતાં.

Continue Reading

Trending