Site icon Gujarat Mirror

મુંબઇની લોકલ ટ્રેનમાં સીટનો ઝઘડો હત્યામાં પરિણમ્યો

મુંબઈના ઘાટકોપર સ્ટેશન પર લોકલ ટ્રેનમાં સીટને લઈને થયેલી લડાઈમાં હત્યાનો મામલો સામે આવ્યો છે. ટિટવાલાના રહેવાસી 16 વર્ષના છોકરા પર 35 વર્ષીય વ્યક્તિ પર છરી વડે હુમલો કરવાનો આરોપ છે, જેના પરિણામે તેનું મોત નીપજ્યું હતું. આ ઘટના 15 નવેમ્બરે બની હતી અને મૃતકની ઓળખ અંકુશ ભાલેરાવ તરીકે થઈ છે. જણાવવામાં આવી રહ્યું છે કે ટ્રેનમાં ચઢ્યા બાદ પ્રવાસ દરમિયાન કિશોર સાથે તેની ઉગ્ર બોલાચાલી થઈ હતી. છોકરો છરી લઈને આવ્યો હતો અને તેના વડે હુમલો કર્યો હતો. ઝપાઝપી દરમિયાન મૃતકે એક ફોટોગ્રાફ લીધો હતો, જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરવામાં મદદ કરી હતી.


ગવર્નમેન્ટ રેલવે પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (એસટીએફ) એ સ્ટેશન પર લગાવેલા સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરી હતી. આ રીતે આરોપીને શોધી કાઢવામાં આવ્યો હતો અને હત્યાના 2 દિવસ બાદ તે ટીટવાલામાંથી ઝડપાયો હતો. આ કેસમાં પોલીસે આરોપીના મોટા ભાઈ 25 વર્ષીય મોહમ્મદ સનાઉલ્લાહની પણ ધરપકડ કરી છે. તેના પર આરોપ છે કે તેણે તેના ભાઈને તેની છરી છુપાવવામાં અને તપાસ ટાળવામાં મદદ કરી. જણાવવામાં આવી રહ્યું છે કે આરોપી અને મૃતક બંને ટિટવાલાના રહેવાસી છે.14 નવેમ્બરે ટ્રેનની સીટ પર બંને વચ્ચે ઝઘડો થયો હતો.

Exit mobile version