Connect with us

ગુજરાત

રાજકોટના TRP ગેમ ઝોનમાં લાગી ભીષણ આગ, અનેક લોકો ફયાસા હોવાની આશંકા, જુઓ વિડીયો

Published

on

રાજકોટ શહેરમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટના નાના મવા રોડ પર આવેલા TRP ગેમઝોનમાં ભીષણ આગ લાગી છે. ગેમઝોનમાં લોકો ફસાયા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. આગ લાગતા ત્યાં હાજર પ્રત્યક્ષદર્શીએ દાવો કર્યો છે કે 10થી 12 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. આગ લાગતા ફાયરબ્રિગેડની 8 ટીમો ઘટનાસ્થળ પર પહોંચી છે. આગના ધૂમાડા 3 કિલોમીટર સુધી દેખાઈ રહ્યા છે. ફાયરબ્રિગેડ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળ પર હાજર છે. ગેમઝોનમાં આગ લાગવાનું કારણ હજુ સુધી બહાર નથી આવ્યું. પ્રાપ્ત માહિતી અનુસાર ૨ બાળકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે.

રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ આગના બનાવને પગલે ઘટનાસ્થળે દોડી ગયા હતા. તેમણે જણાવ્યું હતું કે, થોડીવાર પહેલા આગના બનાવની જાણ થતાં આવ્યો છું. આવ્યા પછી ગંભીરતા જોતા લાગે છે કે કાંઈક જાનહાનિ થઈ છે, ઈશ્વરને પ્રાર્થના કે બધા સલામત રીતે બહાર આવે. બાળક કે કોઈ વાલીને કોઈ નુકસાન ન થાય. અંદર કેટલા છે એની માહિતી નથી મળી રહી. હાલની પ્રાયોરિટી આગ બુઝાવવાની છે અને સલામત લાવવાની. જવાબદારોને છોડવામાં નહીં આવે તેની ખાતરી આપું છું. તંત્રમાં અધિકારીઓ જવાબદાર હશે તેમને કોઈ બાંધછોડ ન કરાય.

https://www.facebook.com/reel/323686807288108

ગુજરાત

પોણો ઇંચ વરસાદે પોલ ખોલી, રિંગરોડ પાણીમાં ડૂબ્યો

Published

on

By

બિગબજારથી નાનામવા સર્કલ સુધી ગોઠણડૂબ પાણી ભરાઇ જતા બે સિટીબસ અને અનેક વાહનો ફસાઇ ગયા

પાણીના નિકાલની વ્યવસ્થા જ નથી, લોકોએ જાતે ભૂગર્ભ ગટરના ઢાંકણા ખોલી પાણી કાઢયું


રાજકોટમાં લોકસભાની ચૂંટણીની લાં….બી.. આચારસંહિતા અને ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડના કારણે પ્રિ-મોનસુન કામગીરી સમુળગી થઈ નહીં શકતા ચોમાસાના પ્રારંભ સાથે જ શહેરીજનોને યાતના ભોગવવાનો વારો આવ્યો હતો.


ગઈકાલે રવિવારે સાંજે પડેલા પોણો ઈંચ વરસાદમાં જ મહાનગરપાલિકાની પોલ ખુલી ગઈ હતી અને શહેરના બે છેડાને જોડતો 150 ફૂટ રીંગ રોડ સ્વીમીંગપુલમાં ફેરવાઈ જતાં અનેક સ્થળે ગોઠણડૂબ પાણી ભરાઈ ગયા હતાં. અને નાના ટુ-વ્હીલરથી માંડી સીટીબસો પણ ફસાઈ જતાં લોકો હેરાન પરેશાન થઈ ગયા હતાં.માત્ર પોણો ઈંચ વરસાદના 150 ફૂટ રીંગ રોડ ઉપરના માધાપર સર્કલ, બીગ બજારથી નાનામવા સર્કલ સુધી, મવડી ઓવરબ્રીજ પછીનો ચોક સહિતના વિસ્તારો જાણે પાણીમાં ડૂબી ગયા હતાં.


આ ઉપરાંત નવા રીંગ રોડ ઉપર પણ વેગડચોક સહિતના પોઈન્ટ પાણીમાં ગરક થઈ જતાં ભારે વાહનો પણ થંભી ગયા હતાં. માત્ર પોણો ઈંચ વરસાદે જાણે રાજકોટની રફતાર રોકી દીધી હોય તેવી સ્થિતિ જોવા મળી હતી.
ખાસ કરીને 150 ફૂટ રીંગ રોડ ઉપર રવિવારની રજાના કારણે ભારે ટ્રાફિકના સમયે જ વરસાદ ત્રાટકતા અને રસ્તાઓ ઉપર પાણી ભરાઈ જતાં અનેક વાહનો ફસાઈ ગયા હતાં.બે ઈલેક્ટ્રીક સીટી બસ પણ નાનામવા સર્કલ નજીક પાણીના કારણે બંધ પડી જતાં મુસાફરોની હાલત કફોડી થઈ ગઈ હતી.


આજ રીતે પરિવાર સાથે નિકળેલા લોકોના વાહનો પાણીમાં ફસાઈ જતાં બાળકો મહિલાઓની સ્થિતિ કફોડી બની ગઈ હતી.આ સિવાય શહેરમાં ચોમાસા સમયે જ પાણીની પાઈપલાઈનો નાખવા માટે અનેક રસ્તાઓ ખોદી નાખવામાં આવ્યા છે. અને ખોદેલા રસ્તાઓમાં પુરુ બુરાણ કરવામા આવ્યું ન હોવાથી આજે સવારે પણ કાદવમાં વાહનો ફસાઈ ગયા હતાં.

શહેર ડૂબવાનો ભય: કંટ્રોલરૂમ શરૂ જ ન થયો
રાજકોટ શહેર રકાબીના આકારમાં પથરાયેલું હોવાથી સામાન્ય વરસાદમાં પણ અનેક વિસ્તારો જળબંબાકાર બની જતાં હોય છે. મહાનગરપાલિકા દ્વારા ચોમાસા પહેલા પ્રીમોન્સુન કામગીરી અંતર્ગત વોકળા સફાઈ સહિતના કામો હાથ ધરાય છે. એન ચોમાસુ બેસે તે પહેલા 15 જૂનથી ઈમરજન્સી માટે જ્યુબેલી ઝોન ખાતે ક્ધટ્રોલરૂમ શરૂ કરવામાં આવતો હોય છે. પરંતુ આજે તા. 24 અને ગઈકાલથી વરસાદ વરસવાનો પણ શરૂ થયો છે. 14 કલાકમાં દોઢ ઈંચથી વધુ પાણી પડી જતા પાણી ભરાવાની અનેક ફરિયાદો ઉઠવા પામી છે ત્યારે અગ્નિકાંડની ઘટનામાં વ્યસ્ત થઈ ગયેલ કોર્પોરેશન ક્ધટ્રોલરૂમ શરૂ કરવાનું જ ભુલીગયું હોય તેમ આજ સુધી ક્ધટ્રોલરૂમ શરૂ ન થયાની ફરિયાદો ઉઠતા સ્ટેન્ડીંગ ચેરમેને તાત્કાલીક ધોરણે અધિકારીઓ સાથે આજે બેઠક યોજી હોવાનું જાણવા મળેલ છે. જ્યારે પાણી ભરાવા સહિતની ફરિયાદો ફાયર વિભાગમાં તથા સીવીક સેન્ટર ખાતે કરવામાટે પ્રજા દ્વારા અનેક કોલ લગાવેલ પરંતુ ફોન એંગેજ આવતો હોવાની ફરિયાદો મ્યુનિસિપલ કમિશનર સુધી પહોંચી હોવાનું જાણવા મળેલ છે. આથી હાલ શહેર ઉપર ભરપુર વાદળો છવાયેલા હોય રાત્રીના વરસાદ તુટી પડે તો ઈમરજન્સી મદદ મળવાની આશા પ્રજાએ રાખવાના બદલે પોતાની રીતે બચાવ રાહતની કામગીરી શરૂ કરવી પડશે. આથી શહેર ભારે વરસાદના પગલે ડૂબવાનો ભય જળુંબી રહ્યો છે.

Continue Reading

ગુજરાત

રાજ્યની આઠ મનપામાંથી સાતમાં ચીફ ફાયર ઓફિસરની જગ્યા ખાલી

Published

on

By

ભાવનગરમાં 18 વર્ષથી, વડોદરામાં 10 વર્ષથી, અમદાવાદ કોર્પોરેશનમાં બે વર્ષથી કાયમી નિમણૂક નથી થઇ

આગ લાગે ત્યારે કૂવો ખોદવાની જેમ 15 જુલાઇ સુધીમાં જગ્યા ભરવા સરકારનો આદેશ!

ગુજરાતમાં અગ્નિશમન સેવાઓની સ્થિતિ ભયાવહ તરીકે સામે આવી છે, જેમાં અગ્નિશામક દળ, નેતૃત્વની ગંભીર કટોકટીથી પીડિત છે. ગુજરાત સરકાર અને તેના મોટા શહેરોની શહેરી સ્થાનિક સંસ્થાઓ બંને આ કટોકટી સેવાઓમાં નિર્ણાયક ટોચની જગ્યાઓ ભરવામાં નિષ્ફળ રહી છે.ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગના સંબંધમાં રાજકોટના ચીફ ફાયર ઓફિસર (સીએફઓ) ઇલેશ ખેરની ધરપકડ બાદ, જેમાં ઘણા બાળકો સહિત 27 લોકોના મોત થયા હતા, ગુજરાતના આઠ મોટા શહેરોમાંથી સાત હવે પૂર્ણ-સમયના સીએફઓ વગરના છે.
રાજકોટમાં મે મહિનામાં તાજેતરની દુર્ઘટના બની હતી, તેના સીએફઓ અને ડેપ્યુટી સીએફઓ બી જે થેબા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 22 જૂને ધરપકડ કરવામાં આવી હતી. ડિવિઝનલ ફાયર ઓફિસર્સ (ડીઓ) માટે કોઈ મંજૂર પોસ્ટ ન હોવાના કારણે, સ્ટેશન ઓફિસર હાર્દિક ગઢવીની ધરપકડ કરવામાં આવી છે.


ઉલ્લેખનીય છે કે, સીઇઓ ખેર ગુજરાતમાં માત્ર બે પૂર્ણ-સમયના સીએફઓ પૈકીના એક હતા. બીજા છે કે કે બિશ્નોઈ, જેઓ જામનગર ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસના વડા છે અને ગુજરાતના સૌથી અનુભવી ફાયર ઓફિસર છે, જેમણે એક દાયકાથી વધુ સમયથી આ ભૂમિકામાં સેવા આપી છે. જામનગર ફાયર સર્વિસમાં ચાર સ્ટેશન ઓફિસરની કમી છે, જગ્યાઓ ટૂંક સમયમાં ભરવામાં આવે તેવી અપેક્ષા છે. અમદાવાદ, રાજ્યની સૌથી મોટી મ્યુનિસિપલ કોર્પોરેશન, તેની સીએફઓ પોસ્ટ બે વર્ષથી વધુ સમયથી ખાલી છે, જેમાં ડેપ્યુટી સીએફઓ જયેશ ખાડિયા માર્ચ 2022 થી વધારાનો ચાર્જ સંભાળે છે. એડિશનલ સીએફઓ પોસ્ટ ફેબ્રુઆરી 2022 થી ખાલી છે જ્યારે અગાઉના અધિકારી નિવૃત્ત થયા હતા, ડેપ્યુટી સીએફઓ સાથે. સીએફઓ મિથુન મિસ્ત્રી પણ વધારાનો હવાલો સંભાળી રહ્યા છે.


રાજ્યના પાટનગર ગાંધીનગરમાં આ વર્ષે જ ઈઋઘની જગ્યા મંજૂર કરવામાં આવી હતી અને ઉઘની જગ્યાઓ પ્રથમ સ્થાયી સમિતિની બેઠકમાં મંજૂર કરવામાં આવે તેવી અપેક્ષા છે. દરમિયાન, અમદાવાદના ડીઓ કૈઝાદ દસ્તૂર ફેબ્રુઆરી 2022 થી વધારાનો ચાર્જ સંભાળી રહ્યા છે.સૌથી લાંબા સમયથી સીએફઓની જગ્યા ભાવનગરમાં પેન્ડીંગ છે, જ્યાં 2006 થી જગ્યા ખાલી છે. વિભાગીય અધિકારી પ્રદ્યુમનસિંહ જાડેજાને ત્રણ મહિના પહેલા ઈન્ચાર્જ સીએફઓ બનાવવામાં આવ્યા હતા, પરંતુ ત્રણ જાહેરાતો છતાં 18 વર્ષથી ફુલ ટાઈમ નિમણૂંકો પેન્ડિંગ છે.


જૂનાગઢમાં, ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી દિપકકુમાર જાની છેલ્લા બે વર્ષથી ડેપ્યુટેશન પર સીએફઓ તરીકે કામ કરી રહ્યા છે, પોસ્ટ ભરવાના અનેક નિષ્ફળ પ્રયાસો થયા છે.વડોદરામાં 2014 થી સીએફઓની જગ્યા ખાલી છે, જે માત્ર અભિનય ક્ષમતામાં ભરવામાં આવી છે. ડેપ્યુટી સીએફઓ પાર્થ બ્રહ્મભટ્ટ 2019 થી ચાર્જમાં છે. સુરતમાં, બસંત પારીક અગાઉના સીએફઓને સસ્પેન્ડ કર્યા બાદ, 2017 થી ઈન્ચાર્જ સીએફઓ છે.


શહેરી વિકાસ અને શહેરી આવાસ વિભાગ (યુડીયુએચડી) ના અગ્ર સચિવ અશ્વિની કુમારે તમામ કોર્પોરેશનોને ખાસ કરીને ફાયર સર્વિસમાં, 15 જુલાઈ સુધીમાં ખાલી જગ્યાઓ, ભરવા માટે સૂચના આપી છે.જો કે, અગ્નિશામકો અને અધિકારીઓ એકસમાન ભરતીના નિયમોના અભાવ, અલગ-અલગ શૈક્ષણિક લાયકાત, અસંખ્ય આક્ષેપો અને સમગ્ર ફાયર સેવાઓમાં લાંબા સમયથી ચાલતી પૂછપરછ અંગે ચિંતિત રહે છે. વધુમાં, વર્તમાન અધિકારીઓમાં વાસ્તવિક અગ્નિશામક અને વહીવટી અનુભવના અભાવે ગુજરાતની અગ્નિશમન સેવાઓનું મનોબળ અને કાર્યક્ષમતા વધુ બગડશે તેવી આશંકા ઊભી કરી છે.

Continue Reading

ગુજરાત

પડધરીમાં રિક્ષાચાલક યુવાનનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ

Published

on

By

પડધરીમાં રીક્ષા ચાલક યુવાન ભાડુ કરવા ગયો ત્યારે કોઈએ ફોનમાં ધમકી આપતાં લાગી આવવાથી તેણે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે સિવિલ હોસ્પિલટમાં ખસેડવામાં આવ્યો છે આ અંગે પોલીસે યુવાનનું નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી છે.


જાણવા મળતી વિગત મુજબ પડધરીમાં ગીતાનગર વિસ્તારમાં રહેતો અને રીક્ષા ચલાવી ગુજરાન ચલાવતો મયુર સોમાભાઈ રાઠોડ (ઉ.21) નામના યુવાને આજે સવારે પોતાના ઘરે ઝેરી દવા પી જતાં તેને સારવાર માટે પ્રથમ પડધરી બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં મૃતક બે ભાઈ એક બહેનમાં નાનો અને બે મહિના પહેલા જ તેના લગ્ન થયા હતાં તે રિક્ષા ચલાવતો હોય આજે સવારે રીક્ષા લઈ એસ.ટી.બસ સ્ટેશન પાસે ભાડુ કરવા ગયો હતો ત્યારે કોઈએ ફોનમાં ધમકી આપતાં લાગી આવવાથી ઘરે આવી આ પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે. આ અંગે પડધરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Continue Reading

Trending