ગુજરાત
શામળાજી દર્શન કરી પરત ફરી રહેલા પરિવારને નડ્યો અકસ્માત, કાર પુલ નીચે ખાબકતાં 4ના મોત
દેવ દિવાળીના દિવસે ભક્તો વધુ એક ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે. આજ રોજ એક પરિવારને દર્શન કરીને પરત ફરતા સમયે ગોઝારો અકસ્માત નડ્યો હતો. જેમાં અરવલ્લીના મોડાસાના ગળાદર પાસે પુલ ઉપરથી કાર નીચે ખાબકી હતી. આ અકસ્માતમાં એક જ પરિવારના ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
આ ઘટના અંગેની મળતી માહિતી અનુસાર અમદાવાદ-ઉદયપુર નેશનલ હાઈ-વે પર થયેલ દુર્ઘટનામાં શામળાજી મંદિર દર્શન કરીને પરિવાર પરત ફરી રહ્યો હતો આ દરમિયાન સર્જાયો આ અકસ્માત સર્જાયો હતો. જેમાં નેશનલ હાઈ-વેના પુલ ઉપરથી કાર નીચે ખાબકી હતી. ગાડીમાં બેઠેલા એક મહિલા, બે પુરૂષ અને એક બાળકનું ઘટનામાં મોત થયું હતુ.
આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચરઘાણ વળી ગયો. કારમાં સવાર એક જ પરિવારના ચારેય લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતા. ટીંટોઈ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. મૃતકોને હાલ શામળાજી સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયા છે. મળતી માહિતી મુજબ મૃતકો નડિયાદ બાજુના છે.
ટીંટોઈ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. મૃતકોને હાલ શામળાજી સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયા છે. મળતી માહિતી મુજબ મૃતકો નડિયાદ બાજુના છે.