Site icon Gujarat Mirror

ચોટીલાના ચાંડપામાં માનસિક આધેડ ગાળો ભાંડતા હોવાની શંકાએ નશેડીએ માર માર્યો

ચોટીલાના ચાંડપા ગામે રહેતાં માનસિક અસ્વસ્થ આધેડ ગાળો બોલતાં હોવાની શંકાએ નશેડી શખ્સે પાઈપ વડે માર માર્યો હતો. આધેડને ઈજા પહોંચતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, ચોટીલા તાલુકાના ચાંડપા ગામે રહેતાં નાથાભાઈ ગોવાભાઈ વાઘેલા (ઉ.55) સાંજના સાડા સાતેક વાગ્યાના અરસામાં ગામમાં હતાં ત્યારે મનજી રજપૂતે પાઈપ વડે માર માર્યો હતો. આધેડને ઈજા પહોંચતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. પ્રાથમિક તપાસમાં નાથાભાઈ વાઘેલા માનસિક રીતે અસ્વસ્થ હોવાથી બોલ બોલ કરતાં હતાં ત્યારે મનજી રજપૂતે દારૂના નશામાં ગાળો ભાંડતા હોવાનું કહી માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

બીજા બનાવમાં વાંકાનેરમાં માર્કેટ યાર્ડ પાસે ઝુંપડપટ્ટીમાં રહેતા રામાભાઈ માનાભાઈ સિંધવ (ઉ.45) સાથે રાત્રીના દસેક વાગ્યાના અરસામાં સાયરાબેન સોહિલ અને મંજુબેન સહિતના શખ્સોએ ઝઘડો કરી પાઈપ વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા પ્રૌઢને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. પ્રાથમિક તપાસમાં હુમલાખોર શખ્સોએ રામાભાઈ સિંધવના ઝુંપડામાં સ્કુટરની લાઈટ કરી હતી. જેથી રામાભાઈએ લાઈટ કરવાની ના પાડતાં માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version