Site icon Gujarat Mirror

ગોંડલની પારેખ શેરીનું જર્જરિત મકાન મોટી દુર્ઘટના સર્જશે

ગોંડલ ની નાનીબજાર માં ધારશી પારેખની શેરીની સામે અતિ જર્જરિત થઇ ગયેલા અને બંધ હાલત માં રહેલા જુનવાણી મકાન કોઇ દુર્ઘટના સર્જે તે પહેલા તોડી પાડવા લતાવાસીઓ દ્વારા નગરપાલિકાનાં ચિફ ઓફિસર ને રજુઆત કરીછે.વારંવાર રજૂઆત છતા કોઇ પગલા લેવાતા નાં હોય ઉપવાસ આંદોલન ની ચીમકી ઉચ્ચારાઇ છે.
પ્રાપ્ત વિગત મુજબ ટ્રાફિક થી સતત ધમધમતી નાનીબજાર માં ધાસશી પારેખની શેરી સામે અંદાજે ત્રીસ વર્ષ થી બંધ હાલત માં રહેલું જુનવાણી મકાન જર્જરીત હોય ગમે ત્યારે જમીનદોસ્ત થાય તેવી દહેશત છે.જો રાહદારીઓ કે સામે આવેલી દુકાનો પર આ મકાન નો મલબો પડેતો જાનહાની સાથે દુર્ઘટના સર્જાય તેવી સંભાવના છે.

નાનીબજાર તેના નામ મુજબ સાંકડી છે.વેપાર વાણિજ્ય ની મુખ્ય બજાર ગણાય છે.સ્વાભાવિક રીતે લોકોની અવરજવર સાથે સવાર થી લઇ રાત સુધી ધમધમતી હોય છે.નાનીબજાર ની વચ્ચોવચ આ પડુ પડુ થઇ રહેલું જર્જરીત મકાન આવેલુ છે. સામાન્ય વાવાઝોડુ કે ભુકંપ સામે આ મકાન ઝીંક જીલી શકે તેમ નથી.મકાન ગમેત્યારે જમીનદોસ્ત બને તેવી હાલત વચ્ચે લોકોનાં જીવ પડીકે બંધાયા છે.

આવા સંજોગો માં તેજસભાઇ સંપટ,દિપકભાઈ ખેતિયા, પંકજભાઈ આશર, કાંતિભાઈ શેઠીયા સહિત ધારશી પારેખ ની શેરીનાં લતાવાસીઓ એ નગરપાલિકામાં વર્ષ 2023 થી અવારનવાર રજુઆતો કરીછે.પાલીકા તંત્ર દ્વારા નોટિસ પણ અપાઇ છે.પણ જોખમી બનેલા મકાન નો ઇમલો ઉતારવા અંગે કોઈ કાર્યવાહી કરાઇ ના હોય જો યોગ્ય પગલા નહી લેવાય તો ઉપવાસ આંદોલન ની ચીમકી લતાવાસીઓ દ્વારા ઉચ્ચારાઇ છે. સુત્રો નાં જણાવ્યા અનુસાર આ મકાન વણીક પરીવાર નુ છે.અને ત્રીસ વરસથી કાનુની ગુંચ માં અટવાયુ હોય બદતર હાલત માં ઉભુછે.મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા તંત્ર જાગૃત બની જર્જરીત ઇમલો હટાવે તેવી માંગ પ્રબળ બની છે.

Exit mobile version