શાળાના આચાર્યોને ફોજદારી કાર્યવાહી માટે અધિકૃત કરાયા
રાજ્ય સરકાર દ્વારા બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર માટે રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ (છઝઊ) કાયદો બનાવવામાં આવ્યો હતો. આ કાયદા હેઠળ 6 થી 14 વર્ષનાં બાળકો માટે ખાનગી શાળાઓમાં સરકારે નક્કી કરેલ અમુક બેઠકો પર વિદ્યાર્થીઓને અનામતનો લાભ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતુ. આરટીઈ કાયદા હેઠળ વિદ્યાર્થીએ પ્રવેશ મેળવવા માટે આવકનાં દાખલા સહિતનાં ડોક્યુમેન્ટ રજૂ કરવાનાં હોય છે. ત્યારે સુરતમાં 68 જેટલા વાલીઓ દ્વારા આવકનાં ખોટા દાખલા મેળવી પ્રવેશ મેળવી લીધો હોવાનું ઉઊઘનાં ધ્યાને આવતા શાળાનાં આચાર્યોનને ઋઈંછ માટે અધિકૃત કરવામાં આવ્ય છે.
મળતી માહિતી મુજબ સુરતમાં આરટીઈમાં પોતાના બાળકને પ્રવેશ અપાવવા માટે વાલીઓ દ્વારા ડોક્યુમેન્ટ સાથે ચેડા કરી પ્રવેશ મેળવ્યો હોવાનું સામે આવવા પામ્યું છે. ત્યારે આ સમગ્ર મામલે સુરત જીલ્લા શિક્ષણાધિકારી દ્વારા તમામ શાળાઓને આદેશ કર્યો છે. તેમજ જીલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. દરેક શાળાને વિદ્યાર્થીઓના નામ દીઠ માહિતી આપી તમામ સામે ફોજદારી કાર્યવાહી કરવા માટે સૂચન કરવામાં આવ્યું છે. આ સમગ્ર બાબત જીલ્લા શિક્ષણાધિકારીનાં ધ્યાને આવતા છઝઊ હેઠળ પ્રવેશ મેળવનાર 100 થી વધુ વિદ્યાર્થીઓનાં પ્રવેશ રદ્દ કરવામાં આવ્યા છે. તેમજ વાલીઓ તેઓની વાત રજૂ કરી શકે તે માટે તેઓને મોકો આપવામાં આવ્યો છે. અને જીલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા વાલીઓને હિંયરિંગ માટે બોલાવવામાં આવ્યા છે. તેમજ આ તમામ વિદ્યાર્થીઓની પ્રોફાઈલ ચેક કરવામાં આવતા તેઓ લકઝુરીયસ મકાનમાં રહે છે. તેઓ વૈભવી લાઈફ સ્ટાઈલ જીવતા હોવાનં તપાસમાં બહાર આવતા જીલ્લા શિક્ષણાધિકારી દ્વારા તમામ એડમિશન રદ્દ કરવામાં આવ્યા છે. તેમજ વાલીઓને શાળાની ફી ભરવાનું જણાવવામાં આવ્યું છે.