ક્રાઇમ

રાજેશ્રી ટોકીઝ પાસે ધીંગાણા મામલે 15 શખ્સો સામે ગુનો નોંધાયો

Published

on

પાણીના કેરબાના પૈસા ભૂલી જજે તેમ કહેતા બન્ને જૂથ વચ્ચે માથાકૂટ થઇ હતી: પાંચ શખ્સો હાથવેંતમાં

શહેરના ભુપેન્દ્રરોડ પર આવેલી રાજેશ્રી ટોકીઝ પાસે બે દિવસ પહેલા મોડી રાત્રે બે જુથ વચ્ચે સોડ-બોટલના ઘા કરતા અને ધોકા-પાઇપ વડે મારા મારી થતા પોલીસ કાફલો તુરંત ઘટના સ્થળે પહોંચી ગયો હતો. આ મામલે એક વ્યક્તિને ઇજા થતા તેમને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. આ અંગે એ ડીવીઝન પોલીસ મથકમાં સામ સામે 15 શખ્સો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. તેમજ પોલીસે પાંચ શખ્સોને સંકજામાં લેવા તજવીજ શરૂ કરી છે.


બનાવની વિગત મુજબ, રાજેશ્રી સિનેમાની સામે કોટક શેરીમાં રહેતા મનીષભાઇ લાલજીભાઇ ગમારા એ પોતાની ફરિયાદમાં સહેજાદના પિતા, સલમાન, ભુરા, રઇશ, સબો, સાહરુખ તથા અજાણ્યા માણસોનું નામ આપતા તમામ સામે રાયોટીંગ, ધમકી સહિતનો ગુનો નોંધવામાં આવ્યો હતો. મનીષે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતુ કે, પોતે ટોકીઝ વાળી શેરીમાં વડાપાઉંની લારી ચલાવે છે.


ગઇ તા.22ના રોજ રાત્રીના સમયે તેમના કૌટુંબિકભાઇ રવિ ગમારાને સાંગણવા ચોક પાસે આવેલી મેડિક્લ નજીક મીનરલ આર.ઓ. પ્લાન્ટ છે. તેમજ રવી લાખાજીરાજ રોડ પર આવેલી દુકાનમાં પાણીનો જગ સપ્લાય કરવા જાય છે. આ દુકાનવાળા સહેજાદ પાસેથી પાણીના જગના રૂા.800 લેવાના બાકી હોય ત્યારે રવીએ દુકાને જઇ ભુરા નામના વ્યક્તિ પાસેથી પાણીનું બીલ માંગતા તેઓએ પૈસા નથી આપવાના તેમ કહીં ઝઘડો ચાલુ ર્ક્યો હતો.
ત્યાર બાદ રાત્રીના પોણા બારેક વાગ્યે રવિ અને મનીષ લાખાજીરાજ રોડ પર હતા ત્યારે પૈસા મામલે ફરી ભૂરાએ માથાકુટ કરી હતી અને પૈસા આપવાની ના પાડી બોલાચાલી કરી હતી. ત્યાંથી નીકળી ગયા બાદ રાત્રીના સમયે મનીષભાઇ, સુનિલભાઇ, પ્રતિકભાઇ અને પ્રતિકભાઇ જરીયા એમ બધા મિત્રો રાજેક્ષી ટોકીઝની બાજુમાં બેઠા હતા ત્યારે સહેજાદ અને તેમના પિતા સહિતના શખ્સો છરી અને પાઇપ લઇ ત્યાં આવી પહોંચ્યા હતા અને તેની પાસે રહેલી સોડા-બોટલના છુટા ઘા કરી ગાળો દેવા લાગયા હતા અને પાણીના પૈસા ભુલી જવાની ધમકી આપી ત્યાંથી ભાગી ગયા હતા.


જ્યારે સામા પક્ષે કિશનપરા ચોક પાસે આલાભાઇના ભઠ્ઠા પાસે રહેતા આલાભાઇ નારણબા ગઢવીએ પોતાની ફરિયાદમાં સુનિલ ગમારા, હીરો ભરવાડ, ગોપાલ ભરવાડ, વિમલ ગમારા અને રવિ ગમારાનું નામ આપતા તેમની સામે મારા મારીની ક્લમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ઘટનામાં ફરિયાદી આલાભાઇના પુત્ર રુદ્રને પાઇપ વડે માર મારતા હાથમાં ફેક્ચર જેવી ગંભીર ઇજા થતા હોસ્પિટલમાં ખસેડાયો હોવાનું ફરિયાદમાં જણાવા મળી રહ્યું છે. તેમજ આ બંન્ને ફરિયાદની તપાસ પી.એસ.આઇ. એમ.ડી.ડાંગી ચલાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version