ક્રાઇમ
રાજકોટની સિવિલ હોસ્પિ.માં નર્સના ગળે છરી મૂકી લૂંટનો પ્રયાસ
રાત્રે પોલીસ ચોકીની સામે જ બનેલી ચોંકાવનારી ઘટના, દેકારો મચી જતાં ટોળાંએ પરપ્રાંતીય શખ્સને ઝડપી લઈ પોલીસને સોંપ્યો
કોલકત્તાની આરજીકાર હોસ્પિટલમાં મહિલા તબીબ સાથે બનેલી ઘટના બાદ રાત્રી દરમિયાન સિવિલ હોસ્પિટલના મહિલા તબીબ અને સ્ટાફને સુરક્ષા આપવાના સરકારના વાયદા વચ્ચે પોલીસ ચોકી નજીક જ રાજકોટમાં મહિલા નર્સના પાછળથી મોઢે ડુમો દઈ ગળા પર છરી રાખી લુંટ ચલાવવાના પ્રયાસની ઘટનાબનતા સનસનાટી મચી ગઈ છે અને હોસ્પિટલ દ્વારા કરોડોના ખર્ચે સિક્યોરીટીની વ્યવસ્થાની પોલ ખુલી ગઈ છે. જો કે, આ મામલે દેકારો થતાં ટોળાએ મહિલા નર્સને છરી બતાવી લુંટવાનો પ્રયાસ કરનાર પરપ્રાંતિય શખ્સની ધરપકડ કરી પોલીસ હવાલે કર્યો હતો. આ મામલો સિવિલ હોસ્પિટલમાં ચર્ચાનો વિષય બન્યો છે. હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થા કરતી ખાનગી સિક્યોરીટીની બેદરકારીપણ સામે આવી છે.
મળતી વિગતો મુજબ સૌરાષ્ટ્ર-કચ્છની સૌથી મોટી ગણાતી રાજકોટની સિવિલ હોસ્પિટલમાં મહિલા તબીબ અને સ્ટાફ સહિતની સુરક્ષા વ્યવસ્થા માટે કરોડોનો ખર્ચ કરવામાં આવે છે. ત્યારે ગઈકાલે રાત્રે પોલીસચોકી સામે જ બનેલી આ ઘટનાથી સનસનાટી મચી ગઈ છે. સિવિલહોસ્પિટલમાં મહિલા નર્સ પોતાની નોકરી પુરી કરી હોસ્પિટલના ગ્રાઉન્ડમાં પાર્કિંગમાં રાખેલ પોતાનું સ્કૂટર લઈ ઘરે જવા નિકળવાનીતૈયારી કરતા હતા ત્યારે પોલીસ ચોકીની નજીક જ એક શખ્સ મહિલા નર્સનીપાછળ ધસી આવ્યો હતો અને મોઢે ડુમો દઈ આ મહિલા નર્સના ગળા ઉપર છરી રાખી દીધી હતી અને ધારદાર છરી ગળા પર રાખી મહિલા નર્સે પહેરેલ સોનાના ચેઈનની લૂંટનો પ્રયાસ કર્યો હતો.
આ મહિલા નર્સે દેકારો કરતા ત્યાં હાજર દર્દીના સગાઓ તેમજ સિક્યોરીટી સ્ટાફ તાત્કાલીક દોડી આવ્યો હતો અને ધારદાર છરી સાથે મહિલા નર્સને લુંટવાનો પ્રયાસ કરનાર શખ્સને ટોળાએ ઝડપી લઈ તેને મેથીપાક ચખાડ્યો હતો અને આ મામલે પોલીસને જાણ કરતા પ્ર.નગર પોલીસ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી. અને આ શખ્સની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં જાણવા મળતી માહિતી મુજબ પકડાયેલ શખ્સ મુળ ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લાના સલેમપુર તાલુકાના બઢ્યા હડદો ગામનો અને હાલ રાજકોટમાં સિવિલ હોસ્પિટલ પાસે જ રખડતો ભટકતો રહેતો અમરજીતકુમાર રાજવંશીપ્રસાદ યાદવ ઉ.વ.25 હોવાનું ખુલ્યું હતું. આ શખ્સને બે મહિના પૂર્વે જ દેશી દારૂ સાથે સિવિલ હોસ્પિટલમાંથી ઝડપી લેવામાં આવ્યો હતો.
સિવિલ હોસ્પિટલમાં પડ્યા પાથર્યા રહેતા આવારા અને લુખ્ખા તત્વો સામે અગાઉ પોલીસે ચેકીંગ કરી મુહીમ ચલાવી કાયદેસરની કાર્યવાહી કર્યા છતાં સિવિલ હોસ્પિટલમાં પડ્યા પાથર્યા રહેતા તત્વોને નિશુલ્ક ભોજન અને રહેવા માટેની વ્યવસ્થા મળી જતી હોય જેથી આવા ગુનેગારો અને લુખ્ખાઓ ત્યાં જ અડ્ડો જમાવીને આવા શખ્સો ગુનાને અંજામ પણ આવે છે. જો કે મહિલા નર્સની સતર્કતાથી રાત્રે મોટી ઘટના બનતી અટકી હતી.
ક્રાઇમ
ટંકારા PI ગોહિલ અને કોન્સ્ટેબલ સોલંકી સામે 51 લાખનો તોડ કર્યાનો ગુનો દાખલ
ટંકારાના હાઈ પ્રોફાઈલ જુગારધામ પ્રકરણમાં એસ એમ સીએ તપાસમાં ઝુકાવી પીઆઇ અને કોન્સ્ટેબલને સસ્પેન્ડ કર્યા બાદ વધુ એક ઘટસ્ફોટ કરી ન્યૂઝ મીડિયામાં સમાચાર નહિ આપવા અને ભળતા નામ દર્શાવવા માટે વ્યક્તિ દીઠ છ – છ લાખ કટકટાવી 51 લાખનો તોડ કર્યો હોવાનું તપાસમાં સામે આવતા પીઆઇ વાય.કે.ગોહિલ અને કોન્સ્ટેબલ મહિપત સોલંકી વિરુદ્ધ લાંચ રુસવત લેવા સહિતની કલમો મુજબ ગુન્હો રજીસ્ટર કરાવતા ખળભળાટ મચી ગયો છે.
ગત તા. 26 ઓક્ટોબરના રોજ મોરબી રાજકોટ હાઈ વે ઉપર કમ્ફર્ટ રીસોર્ટના રૂૂમ નં.105 માં દરોડો પાડી ટંકારા પીઆઇ વાય કે. ગોહિલ અને તેમની ટીમે જુગારના હાઈ પ્રોફાઈલ કેસમાં આરોપી (1) નિરવભાઈ અશોકભાઇ ફળદુ, (2) નિતેષભાઈ ઉર્ફે નિતીન ભાઈ નારણભાઈ ઝાલરીયા, (3) ભાસ્કરભાઈ પ્રભુદાસ પારેખ, (4) વિમલભાઈ રામજીભાઈ પાદરીયા, (5) રઘુવિરસિંહ દિપકસિંહ બહાદુરસિંહ જાડેજા, (6) કુલદિપસિંહ વનરાજસિંહ ગોહિલ (7) નીલેષભાઈ ગંગદાસભાઈ ઠુમ્મર (8) ગોપાલ રણછોડભાઈ સભાડ તથા (9) ચિરાગ રસીકભાઈ ધામેચા વિરુદ્ધ ટોકન ઉપર જુગાર રમવા મામલે કેસ કરી 12 લાખની રોકડ તેમજ બે ફોર્ચ્યુનર કાર સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
બીજી તરફ મોટમાથાઓને સંડોવતા આ જુગાર દરોડા પ્રકરણમાં આરોપીઓના નામ ખોટા દર્શાવવામાં આવ્યા હોવાનું સામે આવતા અખબારોમાં સમાચાર પ્રસિદ્ધ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ ચોકી ઉઠ્યા હતા અને રાજકીય આગેવાનની રજુઆત રાજ્યના પોલીસવડા સુધી પહોંચતા સ્ટેટ મોનીટરીંગ સેલને તપાસ સોંપવામાં આવતા પી.આઇ. વાય.કે.ગોહિલ તથા કોન્સ્ટેબલ મહિપતસિંહ સોલંકીને એસએમસીની તપાસ બાદ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.
બીજી તરફ એસએમસીની તપાસ બાદ ગઈકાલે રાત્રે એસએમસી પીઆઇ આર.જી.ખાટ દ્વારા તત્કાલીન ટંકારા પીઆઇ વાય.કે.ગોહિલ અને કોન્સ્ટેબલ મહિપત સોલંકી વિરુદ્ધ પોતે રાજ્ય સેવકો હોવા છતાં, કાયદા હેઠળના આદેશની અવજ્ઞા કરી, પંચનામા-ફરીયાદમાં ખોટી હકીકત દર્શાવી ખોટા દસ્તાવેજી પુરાવાઓ બનાવી, ઉભા કરી, તે પુરાવાઓ ખોટા દસ્તાવેજી પુરાવાઓ હોવાનું પોતે જાણતાં હોવા છતાં કોર્ટમાં મોકલી આપી, તેનો સાચા તરીકે ઉપયોગ કરી, ગુના હિત કૃત્ય કરવાના હેતુથી પોતાનો સામાન્ય ઈરાદો પાર પાડવા માટે ગુનાહિત કાવતરું રચી, ગુનો કરવામાં એકબીજાએ મદદગારી કરી આરોપીઓ પાસેથી અને અધિકૃત રીતે લાંચની માંગણી કરી, સાહેદો મારફતે રાજ્ય સેવક તરીકે પ્રથમ રોકડા રૂૂપિયા 12,00,000 વિમલભાઈ પારદરીયાના મિત્ર સુમીત અકબરી મારફતે રાજકોટથી મંગાવી જુગારની રેઈડમાં બતાવી અને ત્યારબાદ રોકડા રૂૂપિયા 41,00,000/- તથા રોકડા રૂૂપિયા 10,00,000/- ન્યુઝ-મિડીયા આવે તે પહેલાં જામીન ઉપર મુક્ત કરી દેવા, ન્યૂઝ પેપર કે સૌશીયલ મિડીયામાં ફોટો નહીં આપવા તેમજ ભળતાં-ખોટા નામો આપવા, પંચનામા ફરી યાદમાં ખોટુ નામ લખવા, મોબાઈલ ફોનો પૈકી જરૂૂરીયાતવાળા મોબાઈલ ફોન પરત આપવા વગેરે હેતુ માટે ખોટી રીતે બળજબરીથી કઢાવી લઈ, પોતે રાજ્ય સેવકો હોવા છતાં સત્તાનો દુરઉપયોગ કરી, પોતાના તાબા હેઠળના નીચલા વર્ગના કર્મચારીઓને ગેરકાયદેસર કૃત્ય કરવા ફરજ પાડી, ગેરકાયદેસર રીતે જાતે અને અન્ય મારફતે પોતાના કાયદેસરના મહેનતાણા સિવાય રૂૂપિયા 51 લાખ જેવી માતબર રકમની લાંચની માંગણી કરી-સ્વીકારવા મામલે અલગ અલગ કલમો મુજબ ગુન્હો દાખલ કરાવ્યો હતો.
ક્રાઇમ
પૈસા પડાવવા 4નું અપહરણ, સાળા-બનેવીના હાથ-પગ ભાંગી નાખ્યા
રાજકોટના આજી વસાહત પાસેથી કારમાં ટંકારાના જબલપુર ગામે ઉપાડી જઈ રાત આખી માર માર્યો
પ્લમ્બિંગ-ફર્નિચરનું એક કરોડનું કામ આપી પૈસા આપવાના બદલે સામા એક કરોડ માંગી ચાર શખ્સોએ મચાવ્યો આતંક
રાજકોટના રણુજા મંદિર પાછળ કોઠારિયા મેઈન રોડ ઉપર આકાશદીપ સોસાયટીમાં રહેતા અને પ્લમ્બીંગનુંકામ કરતા યુવાન અને તેના બનેવી તેમજ બે મિત્રોનું ઉઘરાણી મામલે રાજકોટથી ટંકારાના જબલપુર ગામના ચાર શખ્સોએ બે કારમાં અપહરણ કરી ગોંધી રાખી સાળા-બનેવીના હાથપગ ભાંગી નાખતા ઈજાગ્રસ્ત સાળા-બનેવીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. રાજકોટથી ચારેયનું અપહરણ કરી ટંકારાના જબલપુર ગામે લઈ જઈ બેફામ મારમારવામાં આવ્યો હતો. આ મામલે આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે ચારેય અપહરણકારોની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ આ મામલે ગૌતમભાઈ મનુભાઈ વ્યાસ ઉ.વ.29ની ફરિયાદના આધારે બાબુભાઈ વિરાભાઈ ઝાપડા, મેહુલ ઉર્ફે લાલો, હકાભાઈ ઝાપડા અને સાહિલ સાહમદાર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો છે. ફરિયાદમાં ગૌતમ વ્યાસે જણાવ્યા મુજબ તે પ્લમ્બીંગનું કામ કરતો હોય તેના કાકા મારફતે બાબુ હિરા ઝાપટાનો સંપર્કથયો હતો. જેને ટંકારા તાલુકાના જબલપુર ગામે રામવાડી નજીક મકાનનું કામ કરવાનું હોય ત્યાં પ્લમ્બીંગ અને ફર્નિચર કામનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. દોઢ વર્ષ પૂર્વે ગૌતમ અને તેના મિત્ર પ્રશાંત ગઢિયા કે જે ફર્નિચરનું કામ કરતો હોય તેણે બાબુનું કામ કર્યુ હતું. જેમાં થયેલ ખર્ચની રકમ લેવાની હોય ત્યારે બાબુએ પોતાના બંગલાના કામમાં થયેલ ખર્ચ આપવાના બદલે સામા એક કરોડ રૂપિયા માંગ્યા હતા અને અવાર નવાર ગૌતમને ધમકી આપતો હતો.
ગઈકાલે સવારે 11 વાગ્યાના સુમારે ગૌતમ અમદાવાદ નેશનલ હાઈવે પર કોઠારિયા ચોકડીથી આજીડેમ ચોકડી તરફ પોતાની હોન્ડા સીટી નંબર જીજે 1 આરજી 3767 લઈને સર્વિસ કરાવા ગયો ત્યારે બાબુ અને હકા ઝાપડા ત્યાં આવ્યા હતા અને રોડ ઉપર રાખેલ સ્વીફ્ટ કારમાં હિસાબ કરવા માટે વાત કરી હતી. પોતે ગાડીમાં બેસવાની ના પાડતા હકા અને લાલાએ ધક્કો મારી પરાણે ગાડીમાં બેસાડી દીધો હતો અને ગૌતમની હોન્ડા સીટી કાર લાલા અને હકાએ ચલાવી હતી. સ્વીફ્ટ કારમાં બેઠેલા બાબુએ રેલનગર તરફ ગાડી હંકારી હતી અને ફર્નિચરનું કામ કરનાર પ્રશાંંત ગઢિયાને પણ ગાડીમાં બેસાડ્યો હતો. પ્રશાંતના ફોનમાંથી ગૌતમના બનેવી વિપુલ ખિમજી પાંભર અને ભગીરથ શાંતિભાઈ વ્યાસને ફોન કરી બન્નેને રેલનગર બોલાવ્યા હતા ગૌતમ અને વિપુલને બાબુએ તેની સ્વીફ્ટકારમાં બેસાડ્યા હતા જ્યારે ભગીરથ અને પ્રશાંતને હોન્ડાસીટી કારમાં બેસાડી ટંકારાના જબલપુર ગામે રામવાડી પાસે અપહરણ કરીને લઈ ગયા હતાં.
રામવાડી પાસે પહોંચતા ગૌતમ અનેતેના બનેવી વિપુલને નીચે ઉતારી બાબુ ઝાપડા, હકા ઝાપડા, મેહુલ અને સાહિલે સ્વીફ્ટ કારમાંથી લોખંડનો પાઈપ કાઢી બન્નેના હાથપગ ભાંગી નાખ્યા હતા અને ત્યાંથી ભાગી ગયા હતાં. મિત્ર પ્રશાંત ગઢિયા અને ભગીરથ કે જે ગૌતમની હોન્ડાસીટી કાર લઈને સાળાબનેવી સાથે હોય જેણે 108ને ફોન કરી પ્રથમ ટંકારા અને બાદમાં વધુ સારવાર માટે રાજકોટ ખસેડ્યા હતાં. સાળા-બનેવી પાસે પૈસા પડાવવા માટે અપહરણ કર્યાનું ગૌતમે પોલીસ સમક્ષ જણાવતા આજીડેમ પોલીસે આ મામલે ચારેય શખ્સો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.
દિવાળીના તહેવાર સમયે ગૌતમનું અપહરણ કરી 20 દિવસ ગોંધી રખાયો હતો
છેલ્લા દોઢ વર્ષથી જબલપુર ગામે બાબુ વિરા ઝાપડાના બંગલાનું ફર્નિચર અને પ્લમ્બીંગનુંકામ પુરુ થઈ ગયું હોવા છતાં રૂપિયા આપવાના બદલે સામે રૂપિયા પડાવવા માટે બાબુ અવાર નવાર ગૌતમને ધમકી આપતો હતો દિવાળીના તહેવાર સમયે પણ બાબુએ ગૌતમનું અપહરણ કરી ટંકારાના જબલપુર ગામે લઈ જઈતેને 20 દિવસ ગોંધી રાખ્યો હતો અને ગૌતમના માતા-પિતા અને પત્નીને એક કરોડ પડાવવા માટે ધમકી આપી મકાન લખી આપવા માટેનું દબાણ કર્યુ હતું. જે બનાવ અંગે જે તે વખતેગૌતમે તાલુકા પોલીસ મથકમાં અરજી કરી હોય અને બાબુ વિરા ઝાપડા સામે પોલીસે અટકાયતી પગલા લીધા છતાં. બીજી વખત હિંમત કરીને બાબુએ ગૌતમ અને તેના બનેવી વિપુલ પાંભરનું અપહરણ કર્યુ હોવાનું જાણવા મળ્યું છે.
ક્રાઇમ
ભાવનગરમાં વ્યાજે લીધેલા નાણાની ઉઘરાણીમાં હીરાઘસુ યુવાનની હત્યા
ભાવનગર શહેરના સાગવાડી વિસ્તારમાં રહેતા અને હીરા ઘસવાનું કામ કરતા યુવકનો બોરતળાવ પાસેની ખુલ્લી જગ્યામાં હત્યા કરાયેલી હાલતે મૃતદેહ મળી આવ્યો હતો. જે અંગે પોલીસે તપાસ હાથ ધરતા યુવકની વ્યાજે લીધેલા પૈસાની લેતી-દેતી મામલે હત્યા થઈ હોવાનું ખુલ્યું હતું.
પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર શહેરના કાળિયાબીડ નજીક બોરતળાવની ખુલ્લી અને અવાવરૂૂ જગ્યામાંથી એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. બનાવની જાણ થતાં જ જિલ્લા પોલીસ વડા અને નિલમબાગ પોલીસ સ્ટેશન તથા એલસીબી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થલે દોડી ગયો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવકની તિક્ષ્ણ હથિયારો વડે હત્યા થઈ હોવાની શક્યતા જણાઈ આવી હતી. જેના પગલે નિલમબાગ પોલીસે મૃતદેહનો કબ્જો લઈ પેનલ પીએમ અર્થે ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડયો હતો.
અને તેની ઓળખની તજવીજ હાથ ધરી હતી. પોલીસની તપાસમા મૃતદેહ ભાવનગર શહેરના જુની દરબારી સાગવાડી પારીજાત સ્કુલવાળા ખાંચામાં રહેતા પ્રદિપભાઈ ઉર્ફે ઘુઘો ઝવેરભાઈ ડાભી નામના 36 વર્ષીય યુવકનો હોવાનું ખુલ્યું હતું. વ્યવસાયે હીરાના કારખાનામાં હીરા ઘસતા રત્ન કલાકાર યુવકની પૈસાની લેતીદેતી મામલે કરપીણ હત્યા કરવામાં આવી હોવાનું પોલીસ તપાસમાં ખુલતાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂૂ કર્યો હતો.
દરમિયાનમાં બનાવ અંગે મૃતક યુવકના નાના ભાઈ પરેશભાઈ ઝવેરભાઈ ડાભીએ હોસ્પિટલ આવી મૃતદેહની ઓળખ કરી હતી. જયારે, બનાવ અંગે પરેશભાઈએ નિલમબાગ પોલીસ મથકમાં વિશાલ ભગાભાઈ સોહલા (રહે.ભાંગલીગેટ, ભાવનગર) અને નિરવ દિનેશભાઈ સોહલા (રહે.ભાવનગર) વિરૂૂદ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, ફરિયાદીના મોટાભાઈ અને મૃતક યુવક એવા પ્રદિપભાઈ હીરા ઘસવાનું કામ કરતા હોય અને તેમને રૂૂપિયાની જરૂૂરિયાત ઉભી થતાં વિશાલ ભરવાડ પાસેથી વ્યાજે રૂૂપિયા લીધાં હતા. જેથી વિશાલ અવારનવાર તેમના ઘરે તથા ઘર પાસે આવેલા પાનના ગલ્લા પાસે આવી તેમના ભાઈ પ્રદિપભાઈ પાસે વ્યાજે આપેલા રૂૂપિયાની ઉઘરાણી કરતો હતો. જેમાં પ્રદિપભાઈ તેની સાથે વાતચીત કરી પરત આવી જતાં હતા. ઘણીવાર તેમના પિતા પણ વિશાલતથા નિરવને કહેતા કે ‘હીરાના કારખાના ખુલે એટલે તમારા રૂૂપિયા ભરી આપીશું’ પરંતુ ગત બુધવાર રાત્રિના સમયગાળામાં ઉક્ત બન્ને શખ્સો તેમના ઘરે આવ્યા હતા. જયાં મૃતક બન્ને શકશો એ સાથે તેમની બાઈક પર બેસીને બહાર ગયો હતો. ત્યાર બાદ આજે સવારે તેમનો બોરતળાવ નજીક નિર્જન સ્થળેથી મૃતદેહ મળી આવ્યો હતો. જેથી ઉક્ત બન્ને શખ્સોએ વ્યાજે આપેલા પૈસાની ઉઘરાણી બાબતે દાઝ રાખી તિક્ષ્ણ હથિયારો વડે તેમના ભાઈની હત્યા કરી મૃતદેહને નિર્જન સ્થળે છોડી નાસી છૂટયા હતા. પોલીસે મૃતકના ભાઈની ફરિયાદના આધારે નિલમબાગ પોલીસે બન્ને હત્યારા વિરૂૂદ્ધ હત્યા સહિતની કલમ અન્વયે ગુન્હો નોંધી ગુનો નોંધ્યો હતો. દરમિયાન પોલીસે બંને આરોપીઓને ઝડપી લીધા હોવાનું જાણવા મળેલ છે.
-
ગુજરાત2 days ago
દોઢ વર્ષના માસૂમ બાળકનું રમતાં રમતાં પાણીની ડોલમાં પડી જતાં મોત
-
ગુજરાત2 days ago
શુક્ર-શનિ જેમીનીડ્સ ઉલ્કાવર્ષાનો નજારો
-
ગુજરાત2 days ago
બસપોર્ટમાં ચાલતી લાલિયાવાડી અને અધિકારીઓના વર્તનની મુખ્યમંત્રીને ફરિયાદ
-
ગુજરાત2 days ago
મનપામાં અરજદારો માટે મુકાશે ડેશ બોર્ડ: લોકો ફરિયાદ કરી શકશે
-
ગુજરાત2 days ago
અશાંતધારાના ભંગની રજૂઆત બાદ સિટી પ્રાંત દ્વારા નિવેદન નોંધવાનું શરૂ
-
ગુજરાત2 days ago
હૃદયરોગનો હુમલો વધુ ત્રણ માનવ જિંદગી ભરખી ગયો
-
ગુજરાત2 days ago
મેટોડામાં ગોપાલ નમકીનના પ્લાન્ટમાં વિકરાળ આગ
-
ગુજરાત2 days ago
અમુક વિસ્તારોનો જંત્રી દર ખૂબ જ વધારે, રાજ્ય સરકારમાં રિપોર્ટ રજૂ