Connect with us

ગુજરાત

અંબાજીમાં નકલી ઘીની સપ્લાયમાં હવે અલ્પેશ નામના વેપારીનું નામ ખુલ્યું

Published

on

દુષ્યંત સોની તો કેરીનો વેપારી નીકળ્યો, રોજેરોજ ફૂટતા આશ્ચર્યજનક ફણગા

અંબાજી પ્રસાદના ઘીમાં થયેલી ભેળસેળમાં રોજબરોજ નવા નામ ખુલી રહ્યા છે. મોહિની કેટરર્સમાંથી ઝડપાયેલ બનાવટી ઘીની તપાસ છેક અમદાવાદ સુધી પહોંચી હતી. જેમાં અમદાવાદની નિલકંઠ ટ્રેડર્સ સીલ મરાઈ અને તેના માલિક જતીન શાહની ધરપકડ થતાં પાલડીના વેપારી દુષ્યંત સોનીનું નામ ખુલ્યું હતું અને હવે દુષ્યંત સોનીની ધરપકડ બાદ વધુ એક નામ સામે આવ્યું છે. દુષ્યંત સોનીએ અલ્પેશ નામના વેપારી પાસેથી ઘીનો જથ્થો ખરીદ્યો હોવાની કબૂલાત થતા ખળભળાટ મચી ગયો છે.પાલનપુર સિવિલ હોસ્પિટલમાં દુષ્યંત સોનીએ અલ્પેશનું નામ આપ્યું છે.

વધુમાં દુષ્યંત સોનીનો મૂળ વેપાર કેરીનો હોવાનું પણ બહાર આવ્યું છે અને હવે દુષ્યંત અલ્પેશ તરફ આંગળી ચિંધી રહ્યો છે. ત્યારે હવે અલ્પેશ કોણ છે અને ક્યારે ઝડપાશે એ તો પોલીસ જ જાણે. જોકે નકલી ઘીમાં હજુ કેટલા નામ ખુલશે એ તો આગામી દિવસોમાં જ જાણી શકાશે. મહત્વનું છે કે ગત તા. 13 ના રોજ અંબાજીનાં મોહનથાળમાન નકલી ઘી સપ્લાય કરવા મામલે દુષ્યંત સોનીનું નામ ખુલ્યા બાદ તે અંબાજી પોલીસ મથકે હાજર થતા પોલીસે દુષ્યંત સોનીની અટકાયત કરી તેની તપાસ હાથ ધરી હતી.

શક્તિપીઠ અંબાજી ખાતે તા.23 થી 29 સપ્ટેમ્બર 2023 દરમિયાન ભાદરવી પૂનમનો મહામેળો આયોજિત થયો હતો. જેમાં લાખોની સંખ્યામાં આવતા શ્રદ્ધાળુઓને ગુણવત્તાયુક્ત મોહનથાળનો પ્રસાદ મળી રહે એ માટે આયોજન કરાયેલ હતું. આ મેળા દરમિયાન પ્રસાદની માંગને પહોંચી વળવા એજન્સી દ્વારા મોટા પ્રમાણમાં ઘીનો જથ્થો સ્ટોક કરવામાં આવ્યો હતો. જે ઘીના સમ્પેલ ફેઈલ થતાં હવે સમગ્ર મામલો ઉઘાડો પડ્યો છે. જેને લઈ તપાસના ધમધમાટ પણ ચાલી રહ્યો છે.

ગુજરાત

અમદાવાદ-ધોળકા હાઇવે પર ભયંકર અકસ્માત: ડમ્પર પાછળ બોલેરો કાર ઘુસી જતાં 5 લોકોના ઘટનાસ્થળે જ મોત, બે ઇજાગ્રસ્ત

Published

on

By

 

અમદાવાદ-ધોળકા હાઈવે પર ગંભીર અકસ્માતની ઘટના સામે આવી હતી. આ અકસ્માતમાં 5 શ્રમિકોનાં મોત થયાં હતા. પાર્ક કરેલા ડમ્પર સાથે બોલેરોની ટક્કર થતા બોલેરોમાં સવાર પાંચ લોકોના ઘટનાસ્થળ પર જ મોત થયા હતા. જ્યારે બે લોકો ગંભીર રીતે ઈજગ્રસ્ત થયા હતા જેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કાર રાણપુર તરફ જઈ રહી હતી આ દરમ્યાન અકસ્માત સર્જાયો હતો.

આ જાણવા મળતી વિગતો અનુસાર આજે વહેલી સવારે લગભગ 4.30 વાગ્યાની આસપાસ ધોળકા-ખેડા હાઈવે પર પુલેન સર્કલ નજીક એક પાર્ક કરેલા ડમ્પર સાથે અચાનક જ બોલેરો કારની ટક્કર થઈ હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બોલેરોમાં 7 શ્રમિકો સવાર હતા જે પોતાના કામ અર્થે ધાનપુર જઈ રહ્યા હતા. આ ભયાનક અકસ્માતમાં એક મહિલા અને એક બાળક સહિત પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે અન્ય બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા જેમને સારવાર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

અકસ્માતને લઈને હાઈવે પર ટ્રાફિક જામ થયો હતો, જો કે સ્થાનિક લોકો તેમજ રોડ પરથી પસાર થતા વાહચાલકો મદદે પહોંચ્યા હતા. અકસ્માતની જાણ થતાં જ પોલીસ તેમજ 108ની કરતા ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. હાલ ધોળકા ટાઉન પોલીસ ઘટનાની આગળની કાર્યવાહી હાથ ધરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બોલેરોમાં સવાર શ્રમિકો મૂળ મધ્યપ્રદેશના વતની છે.

 

 

Continue Reading

ગુજરાત

રીબડા પાસે રિક્ષાએ બાઇકને ઉલાળતા પિતાની નજર સામે જ દીકરીનું મોત

Published

on

By

આજે રીબડા નજીક બાઇકને રીક્ષાના ચાલકે ઠોકરે લેતા પિતા-પુત્રી ધવાયા હતાં. તે બંન્નેને રાજકોટની સિવિલમાં ખસેડવામાં આપતા પુત્રીનું મોત નીપજ્યું હતું. આ લોકો રાજકોટ આપતા હોવાનું જાણવા મળી રહયું છે.
બનાવની વિગતો અનુસાર, જેતપુર-ધોરાજી રોડ પર સંઘી પ્લોટમાં રહેતા ઇસુલભાઇ પાસીનભાઇ લાલવાણી (ઉ.વ.37) તેમની દીકરી સબીનાને લઇ રાજકોટ આંખના ડોકટરને બતાવવા આવતા હતા ત્યારે રીબડા નજીક રીક્ષાએ ઠોકરે લેતા પિતા અને પુત્રી બંન્ને રસ્તા પર ફંગોવ્યા હતા અને જેમાં બંન્નેને ગંભીર ઇજા થતાં અહીની સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવતાં પુત્રીને ફરજ પરના તબીબે મૃત જાહેર કરી હતી. ઇસુલભાઇને સંતાનમાં એક પુત્ર અને બે દીકરી હતી જેમાં સબીના નાની હતી. તેમજ ઇસુલભાઇ મજુરીકામ કરે છે. દીકરીના મોતથી પરિવારમાં માતમ છવાયો છે.

Continue Reading

ગુજરાત

દૂધસાગર રોડ પરની 12 સોસાયટીમાં અશાંતધારો લાગુ કરવા દરખાસ્ત

Published

on

By

  • ધારાસભ્ય ઉદય કાનગડે કલેકટરને મોકલી દરખાસ્ત: સબ રજિસ્ટ્રાર, મામલતદાર પાસેથી રિપોર્ટ મગાવતા કલેકટર

રંગીલા રાજકોટ શહેરને રૈયા રોડ અને કોઠારીયા રોડ પર અમક અસામાજીક તત્વોના કારણે રાજય સરકાર દ્વારા અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો છે ત્યારે દુધસાગર રોડની એક ડઝન સોસાયટીમાં પણ અશાંત ધારો લાગુ કરવા જિલ્લા કલેકટર સમક્ષ દરખાસ્ત આપતા પ્રાંત અધિકારી દ્વારા સબરજીસ્ટ્રાર કચેરી સીટી સર્વે અને મામલતદાર પાસેથી અભિપ્રાય મંગાવ્યો છે.

રાજકોટ શહેરના કોઠારીયા રોડ જંગલેશ્વર નજીકની સોસાયટી અને રૈયારોડ પર અમુક અસામાજીક તત્વોના કારણે કિંમતી મકાન સસ્તામાં પડાવી લેતા હોવાનં તંત્રના ધ્યાન પર આવતા રૈયા રોડ અને કોઠારિયા રોડ પર જિલ્લા કલેક્ટનરા અભિપ્રાયના આધારે ગૃહ વિભાગે અશાંતધારો લાગુ કરી દીધો છે.

અશાંતધારામાં આવતી સોસાયટીઓમાં મકાન કે કોમર્શીયલ બિલ્ડીંગ કે દુકાન લે-વેચ માટે જિલ્લા કલેક્ટર કે પ્રાંત અધિકારીની મંજુરી મળે તે પછી જ દસ્તાવેજ થઈ શકે છે. જેના કારણે હવે અસમાજીક તત્વોએ નવા વિસ્તારોમાં પોતાનો ડોળો જમાવ્યો છે.રાજકોટ દૂધસાગર રોડ પર આવેલ એક ડઝન જેટલી સોસાયટીમાં પણ છેલ્લા ઘણા સમયથી અસામાજીક તત્વો અને પરપ્રાતિય શખ્સોનો ત્રાસ વધી ગયો છે અને આવા વિસ્તારમાં ઘુસણખોરી કર્યા બાદ રહેવાસીઓ પાસેથી ધાક ધમકી આપી કિંમતી મિલ્કત સસ્તામાં પડાવી લેવામાં આતી હોવાની અનેક ફરિયાદો ઉઠવા પામી છે.

દૂધસાગર રોડ પર આવેલ ગુજરાત હાઉસીંગ બોર્ડ, જયહિન્દ નગર, ગંજીવાડા, ચુનારાવાડ, શિવાજી નગર, રાજારામ સોસાયટી, સીતારામ સોસાયટી, આંબાવાડી, ન્યુ શક્તિસોસાયટી સહિતના વિસ્તારના લોકોએ આ બાબતે ધારાસભ્ય ઉદય કાનગડ સમક્ષ રજૂઆત કરી હતી.લતાવાસીઓની રજૂઆતને ધ્યાને લઈને દૂધ સાગર રોડ પરની એક ડઝન જેટલી સોસાયટીઓમાં અશાંતધારો લાગુ કરવા જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી સમક્ષ દરખાસ્ત કરવામાં આવી છે.કલેક્ટર દ્વયારા આ દરખાસ્તને ધ્યાને લઈને સીટી પ્રાંત અદિકારી ચાંદલી પરમારને કાર્યવાહી શરૂ કરી દીધી છે. પ્રાંત અધિકારી દ્વારા સબ રજીસ્ટ્રાર કચેરી, સીટીસર્વે અને મામલતદાર પાસેતી છેલ્લા થોડા સમયમાં થેયલા દસ્તાવેજોની માહીતી મંગાવી છે જે અહેવાલના આધારે રિપોર્ટ તૈયાર કરી ગૃહ વિભાગને મોકલી આપવામા આવશે. તેમ જાણવા મળેલ છે.

નંદનવન સોસાયટીને અશાંતધારામાં લેવા રજૂઆત
રૈયા રોડ પર અશાંતધારો લાગુ કરવામાં આવ્યો છે. ત્યારે રૈયા રોડની વધુ એક સોસાયટી નંદનવન સોસાયટીએ પણ આ વિસ્તારમાં અશાંતધારો લાગુ કરવા કલેક્ટરને દરખાસ્ત કરતા અભિપ્રાય મંગાવામાં આવ્યા છે.

 

અશાંતધારાની બે દરખાસ્ત પેન્ડિંગ
રાજકોટમાં અસામાજીક તત્વોના કારણે કોઠારિયા રોડ અને રૈયા રોડ ર અશાંતધારો લાગુ કરવામાં આવ્યો છે ત્યારે ઢેબર રોડ ભક્તિનગર સોસાયટી અને ગાયકવાડી, જંક્શન પ્લોટ વિસ્તારના રહેવાસીઓ દ્વારા પણ અસાંતધારો લાગુ કરવા દરખાસ્ત કરવામાં આવી છે. જે બન્ને દરખાસ્ત હાલ પેન્ડીંગ છે ત્યાં દુધસાગર રોડની વધુ એક દરખાસ્ત કલેક્ટર પાસે આવી છે.

Continue Reading

Trending