Connect with us

ક્રાઇમ

અમીન માર્ગ પર બે વર્ષથી ધમધમતું બિલ્ડરોનું જુગારધામ ઝડપાયું

Published

on

ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડી ફલેટ માલિક સહિત પાંચ શખ્સોની રૂા.2 લાખ રોકડા સાથે ધરપકડ, સાત મોબાઇલ અને બે મોંધી કાર જપ્ત કરાઇ

શહેરનાં પોશ અમીન માર્ગ નજીકની વિદ્યાકુંજ સોસાયટી મેઈન રોડ પરનાં તારીકા એપાર્ટમેન્ટનાં બ્લોક નંબર 201માં બીજા માળિ સ્થિત બિલ્ડર વલ્લભભાઈ નાથાભાઈ ભલાણીનાં ફલેટમાં આજે બપોરે ક્રાઈમ બ્રાંચે દરોડો પાડી જુગાર રમતાં પાંચ આરોપીઓને ઝડપી લીધા હતા. ચોકકસ બાતમીનાં આધારે ક્રાઈમ બ્રાંચના પીઆઇ વાય.બી.જાડેજાની રાહબરીમાં પીએસઆઈ એમ.જે.હુણ સહિતના સ્ટાફે આવતા રૂમમાં દરોડો પાડતા ફલેટનો દરવાજો અર્ધખૂલ્લો જોવા મળ્યો હતો.અંદર જોતાં હોલ બાદ લાકડાનાં ટેબલ ફરતે જુગાર રમાતાં હતો.ફલેટમાંથી ક્રાઈમ બ્રાંચે ફ્લેટ માલીક વલ્લભભાઈ નાથાભાઈ ભલાણી, પિનાકીનભાઈ કંચનભાઈ વાછાણી(ઉ.વ.63, રહે. સમર્થ ટાવર, બ્લોક નં.42, અક્ષર માર્ગ), જયેશભાઈ માવજીભાઈ વિરડીયા(ઉ.વ.51, રહે. રોયલ શેલ્ટર એપાર્ટમેન્ટ, બ્લોક નં.201, નાના મવા મેઈન રોડ), હેતુલભાઈ ચંદુભાઈ શાહ (ઉ.વ.62, રહે.શરદ કુંજ એપાર્ટમેન્ટ,પંચનાથ પ્લોટ) અને જયંતિભાઈ જગસિંહભાઈ ઝાલા(ઉ.વ.50,રહે. ગુલમહોર રેસીડેન્સી, રૈયા રોડ)ને ઝડપી લીધા હતા.
ક્રાઈમ બ્રાંચે રોકડા રૂૂ.2.02 લાખ રૂૂા.1.55 લાખની કિંમતના સાત મોબાઈલ ફોન કબ્જે કર્યા હતા.ઉપરાંત પાર્કિંગમાંથી વલ્લભ ભાઈની ઓડી કાર અને જયંતીભાઈની હોન્ડા સિટી કાર મળી રૂૂા.16.57 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.ક્રાઈમ બ્રાંચમાંથી જાણવા મળ્યું હતું કે,મોટાભાગનાં જુગારી બાંધકામનાં વ્યવસાય સાથે સંકળાયેલા છે. જયારે જયંતિભાઈ નોકરી કરે છે.આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ક્રાઇમ બ્રાન્ચે પાડેલાં દરોડામાં ચાર બાંધકામના વ્યવસાય સાથે જોડાયેલા શખ્સો સહિત પાંચને ઝડપી લેવામાં આવ્યા છે.ત્યારે બિલ્ડર જુગારમાં ઝડપાયાની વાત વહેતી થતા જ તેઓના લાગતા વળગતાઓએ પોલીસને ભલામણના કોલ કર્યાની ચર્ચાઓ થઈ રહી છે.

 

પોશ વિસ્તારમાં બે વર્ષથી કોની રહેમરાહમાં ચાલતું હતું જુગારધામ?
ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચના વાય.બી.જાડેજાની ટીમના પીએસઆઈ એમ.જે.હુણ અને સ્ટાફે અમીન માર્ગ નજીક તારીકા એપાર્ટમેન્ટમાં વલ્લભભાઈના ફ્લેટમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા પોલીસે બાંધકામ કોન્ટ્રાકટર સહિત પાંચ શખ્સોને રોકડ અને મોંઘી કાર સાથે ઝડપી લીધા હતા. ત્યારે ક્રાઇમબ્રાન્ચના સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું કે,આરોપીઓ દ્વારા છેલ્લા બે વર્ષથી જુગાર રમતા હતા તો પછી આ લોકો પર કોની રહેમરાહ હતી? તેની પણ તપાસ ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે.તેમજ આ જુગાર રમવા અન્ય કોઈ આવતું કે કેમ?તે પણ પૂછપરછ કરવામાં આવનાર છે.

 

કુબલિયાપરામાં નદીકાંઠે જુગાર રમતા 20 શખ્સો ઝડપાયા,રૂ.70 હજારની રોકડ જપ્ત
કુબલીયાપરામાં સાધુ સમાધી સ્મશાન પાસે નદીના કાંઠે જાહેરમાં અંદર બહાર માંગ પત્તાનો જુગાર રમતાં 20 પત્તાપ્રેમીઓને ક્રાઈમ બ્રાંચે રૂા. 70 હજારની રોકડ સાથે પકડી લઈ કાર્યવાહી કરી હતી.ધરપકડ કરાયેલાઓમાં પાનની દુકાન ધરાવતા વિક્રમ લાભુ રાઠોડ, ઇકબાલ સલીમ સૈયદ, પ્રકાશ નાનુ જોટાણીયા, નરેશ જાદુ ડાભી, કિશન ગટુર વાલાણી, રાજેશ જાદવ શિંગાળા, રજાક મામદ પીપરવાડીયા, મહેશ જેઠા ચાવડા, પિયુષ હેમત પાંડવ, સોહન રવજી મકવાણા, રાજેશ અર્જુન સંઘાણી, સુરશ પોપટપરમાર, દુષ્યંત ઇચ્છાશંકર જાની, દિલીપસિંહ બળવંતસિંહ સરવૈયા, અજય મનસુખ સોલંકી, રાજેશ અરવિંદ હેરમા, સુનિલ મનોજ રાઠોડ, યુસુફ મહમદ ખેડારા, દિનેશ લવજી કુમરખાણીયા અને ફિરોઝ જસમુન અંસારીનો સમાવેશ થાય છે.પકડાયેલા આરોપીઓ પૈકી મોટાભાગના મજૂરી કામ કરે છે જ્યારે બે પાનની દુકાન અને બે રિક્ષાચાલક છે.

ક્રાઇમ

ભાવનગરમાં પાંચ વર્ષની બાળા સાથે નરાધમનું સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય

Published

on

By

  • માવો લઈ આપવાનું કહી હવસખોરે દુષ્કર્મ આચર્યું: આરોપીની ધરપકડ

ભાવનગરમાં એક પાંચ વર્ષની ફૂલ જેવી માસૂમ બાળકી કે જેણે હજુ દુનિયાદારીને સમજવામાં પાપા પગલી માંડી છે, ત્યાં એક નરાધમ શખ્સે બાળાને હવસનો શિકાર બનાવી પીખી નાંખતા ભારે ચકચાર મચી જવા પામી છે. હવસખોર શખ્સને પોલીસે ગણતરીની કલાકોમાં જ ઝડપી લઈ આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

સાંપ્રત સમાજ માટે લાલબત્તીરૂૂપ ઘટનાની મળતી વિગત અનુસાર શહેરના રાણિકામાં જૂના કુંભારવાડા વિસ્તારમાં રહેતા મનીષ ઉર્ફે ગોળિયો સુરેશભાઈ ભીલ નામના નરાધમ શખ્સને હવસનો કીડો સળવળતા ગઈકાલે શનિવારે બપોરના સમયે એક પાંચ વર્ષની બાળકીને પૈસા દેખાડી માવો લઈ આપવાનું કહીં માસૂમને તેના ઘરે લઈ ગયો હતો. ત્યાં શૈતાનને પણ શરમાવે તેમ બાળા સાથે સૃષ્ટિ વિરૂૂધ્ધનું કૃત્ય કર્યા બાદ દુુષ્કર્મ આચર્યું હતું.
આ ચકચારી બનાવ અંગે ભોગગ્રસ્તની માતાએ સ્થાનિક ગંગાજળિયા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે આઈપીસી 376 (ર) (એફ), 376 એબી, 377 અને પોક્સો અધિનિયમની કલમ 4, 6, 10 મુજબ ગુનો આગળની તપાસ પી.આઈ. એન.કે. ડાભીએ હાથ ધરી હતી. વધુમાં બાળકી ઉપર કુકર્મ થયાનો ગુનો નોંધાતા ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી પોલીસે તુરંત તપાસનો ધમધમાટ આદરી નરાધમ શખ્સ મનીષ ઉર્ફે ગોળિયો ભીલની ગણતરીની કલાકોમાં જ ધરપકડ કરી લીધી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

Continue Reading

ક્રાઇમ

રાજકોટના હડાળામાં વૃદ્ધાશ્રમમાં વૃદ્ધનું હૃદયરોગના હુમલાથી મોત

Published

on

By

રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાથી અનેક માનવ જિંદગી કાળના ખપ્પરમાં હોમાઈ રહી છે ત્યારે વધુ એક બનાવમાં રાજકોટના હડાળામાં નથવાણી પરિવાર આશ્રમમાં આશ્રય લઈ રહેલા વૃદ્ધનું હૃદયરોગના હુમલાથી મોત નિપજતા ગમગીની છવાઈ જવા પામી છે.

સ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટના હડાળા ગામે આવેલા નથવાણી પરિવાર આશ્રમમાં આશ્રય લઈ રહેલા અમદાવાદ પંથકના નરેન્દ્રભાઈ રમણભાઈ શાહ નામના 69 વર્ષના વૃદ્ધ આશ્રમમાં હતા ત્યારે રાત્રીના સાડા આઠેક વાગ્યાના અરસામાં તેમને છાતીમાં દુખાવો ઉપડતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતા ગમગીની છવાઈ જવા પામી હતી. પ્રાથમિક પૂછપરછમાં મૃતક નરેન્દ્રભાઈ શાહ મૂળ અમદાવાદ પંથકના વતની હતા અને છેલ્લા એકાદ વર્ષથી હડાળા ગામે નથવાણી પરિવાર આશ્રમમાં દંપતી આશ્રય લઈ રહ્યા હતા અને નરેન્દ્રભાઈ શાહનું હૃદયરોગના હુમલાથી મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે કુવાડવા રોડ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Continue Reading

ક્રાઇમ

મોરબી પાસેથી 1.50 કરોડનું નશાકારક સિરપ ઝડપાયું

Published

on

By

  • રંગપર નજીક ગોડાઉનમાં મોડીરાત્રે એલસીબીનો કાફલો ત્રાટકયો: નશાકારક સિરપ ત્રિપુરાથી આવી હતી: સૂત્રધાર સહિત ત્રણની ધરપકડ

ગાંધીના ગુજરાતમાં દારૂબંધી અમલમાં છે ત્યારે પ્યાસીઓની પ્યાસ બુજાવવા માટે ધંધાર્થીઓ નતનવા નુસખા અપનાવી રહ્યાં છે. બહારના રાજ્યોમાંથી મોટા પાયે વિદેશી દારૂનો જથ્થો ગુજરાતમાં ઠલવાઈ રહ્યો છે ત્યારે હવે બુટલેગરો દ્વારા આયુર્વેદિક ટોનિકના નામે નશાકારક પીણુ બહારના રાજ્યોમાંથી મગાવી ગુજરાતમાં બેરોકટોક વેચાણ કરવામાં આવી રહ્યું છે ત્યારે ગઈકાલે રાત્રે મોરબી એલસીબીને મળેલી ચોક્કસ બાતમીના આધારે રંગપર નજીક ગોડાઉનમાં છાપો મારી દોઢ કરોડની કિંમતની 90 હજાર બોટલ કોડીન સીરપનો જથ્થો મળી આવતાં ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે અને પોલીસની તપાસમાં ત્રિપુરાથી નશાકારક સીરપ મંગાવવામાં આવી હતી આ અંગે પોલીસે એનડીપીએસ એકટ હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

મોરબીના રંગપર નજીક આવેલ ગોડાઉનમાં છેલ્લા 10 દિવસથી ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોવાની એલસીબીના પીઆઈ દીપક ઢોલને મળેલી ચોક્કસબાતમીના આધારે મોડીરાત્રે પોલીસ કાફલા સાથે રંગપર નજીક આવેલ ગોડાઉનમાં છાપો માર્યો હતો. પોલીસના દરોડા દરમિયાન ગોડાઉનમાંથી નશાકારક કોડીન સીરપની 90 હજાર બોટલ મળી આવતાં પોલીસે દોઢ કરોડની નશાકારક સીરપનો જથ્થો કબજે કર્યો હતો.
આ ઉપરાંત ટ્રક પણ કબજે કરવામાં આવ્યો છે.

પોલીસે ગોડાઉનમાંથી સુત્રધાર મનીષ પટેલ અને રવિ પટેલ અને ત્રિપુરાના ટ્રક ચાલકની ધરપકડ કરવામાં આવી છે. આ અંગે પોલીસે ત્રણેય આરોપીઓ સામે એનડીપીએસ એકટ હેઠળ ગુનો નોંધી પોણા બે કરોડનો મુદ્ધામાલ કબજે કર્યો છે.પોલીસની પુછપરછમાં છેલ્લા દસ દિવસથી ત્રિપુરાની ફેકટરીમાંથી નશાકારક સીરપ મોરબી મંગાવી ગામડાઓમાં પાન અને કોલ્ડ્રીંકસની દુકાને નશાકારક સીરપનું બેરોકટોક વેચાણ કરતાં હોવાનું બહાર આવ્યું છે.
આ કામગીરી મોરબી એલસીબીના પીઆઈ દીપક ઢોલ સહિતના સ્ટાફે કરી નશાકારક સીરપ કાંડમાં વધુ આરોપીઓની સંડોવણીની શંકાએ સઘન પુછપરછ હાથ ધરી છે.

Continue Reading

Trending