Connect with us

ભાવનગર

ભાવનગરમાં ભાજપની મહિલા કોર્પોરેટરના ઘરમાં ઘુસી બુટલેગરની મારી નાખવાની ધમકી

Published

on

ભાવનગરમાં ભાજપની મહિલા કોર્પોરેટરના ઘરે આવી બુટલેગરે જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાય છે.
પ્રાપ્ત થતી માહિતી મુજબ, ભાવનગર શહેરના કુંભારવાડા, મીલની ચાલી નજીક રહેતા અને વડવા બ વોર્ડ નં-3ના ભાજપના નગરસેવીકા સેજલબેન મહેશભાઇ ગોહેલએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઇકાલે તેમની બાજુમાં રહેતો આશીષ ઉર્ફે ઇસુ મેઘજીભાઇ પરમારએ મોડી રાત્રીના તેમના ઘરે આવી, દરવાજો ખખડાવી ધમાલ મચાવી હતી અને બાદમાં સેજલબેને દરવાજો ખોલતાની સાથે જ શખ્સે ગાળો આપી હતી. અને મારી નાંખવાની ધમકી આપી નાસી છુટ્યો હતો. જે બાદ સેજલેબેને બોરતળાવ પોલીસમાં આશીષ ઉર્ફે ઇસુ મેઘજીભાઇ વિરૂૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
વધુમાં ભાજપના નગરસેવીકા સેજલબેને જણાવ્યું હતું કે, ઉપરોક્ત શખ્સ દારૂૂના અડ્ડા, જુગાર ધામ તેમજ કૂટણાખાના ચલાવી લોકોને ગેરમાર્ગે દોરે છે અને પોલીસ તેને કંઇ નહીં કરી શકે અને ફરિયાદ કરશો તો તરત છુટી જઇશ તેવી ધાકધમકીઓ આપી સરાજાહેર રોફ જમાવે છે. આ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ગુજરાત

તળાજા પંથકમાં પાણી-રસ્તા મામલે મતદાન બહિષ્કારની ચીમકી આપતા ગ્રામજનો : ઉગ્રરોષ

Published

on

By

જિલ્લાના તળાજા તાલુકાના પાદરી (ભં) ના લોકોએ રસ્તા બાબતે અને સોસિયા શિપ બ્રેકીંગ યાર્ડના પ્લોટ નં.147 સામે શ્રમિકોને માટે બંધ પડેલ પાણીના સ્ટેન્ડ શરૂૂ નહીં કરવામાં આવેતો મતદાન નો બહિષ્કારની ચીમકી ઉચ્ચારવામા આવી છે.

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના અલંગ નજીકના દસેક ગામડાઓના ખેડૂતોએ ટી.પી. સ્કીમના વિરોધમાં બોલાવેલ સંમેલનમા ટી.પી સ્કીમ નાબૂદ કરવામાં નહિ આવેતો મતદાન નો બહિષ્કાર ની ચીમકી આપ્યા બાદ ધારડી ગામના લોકોએ શાળાના ઓરડા બનાવવાની માગ સંતોષવા નહિ આવેતો મતદાન થી અળગા રહેવામાં આવશે નું આવેદનપત્ર આપ્યા બાદ આજે પાદરી(ભં) ગામના લોકોએ રસ્તાના મામલે ગામના ધૂળિયા રસ્તાપર પ્રદર્શન કરેલ.આગેવાનો એ આક્રોશ સાથે કહ્યું હતુંકે ચાર વર્ષથી ખરાબ રસ્તા ને કારણે પરેશાન થઈએ છીએ.સત્તા સ્થાને રહેલ લોક પ્રતિનિધિ અને અધિકારીઓ બંને ને વારંવાર રજુઆત કરવા છતાંય આજ સુધી કોઈજ પરિણામ ન મળતા આખરે મતદાનનો બહિષ્કારની ચીમકી આપવી પડીછે.

અલંગ સોસિયા શિપ બ્રેકીંગ યાર્ડ ખાતે શ્રમિકો માટે લડત આપતા સુખદેવસિંહ ગોહિલ એ મેરિટાઇમ બોર્ડમાં રજુઆત કરી છેકે પ્લોટ 147 સામે મજૂરો ને પીવા અને વાપરવા માટે દરરોજ બે કલાક પાણી આપવામાટે સ્ટેન્ડ ખોલવામાં આવેલહતું.એ સ્ટેન્ડ તોડી પાડવામાં આવ્યું છે.જેના કારણે મજૂરોને એક તરફ મંદી અને બેરોજગારી નો પ્રશ્ન સતાવી રહ્યો છે ત્યાં હવે પાણી પણ વેચાતું લેવું પડે તેવી સ્થિતિ નિર્માણ થઈ છે.મેરીટાઈમ બોર્ડ ને પગલાં લેવા નો આદેશ છતાંય કોઈજ કાર્યવાહી ન થતા બુથ મા આવતા મતદારો મતદાન થી અળગા રહશે.આમ તળાજા પંથકમા ટી.પી સ્કીમ,શિક્ષણ, રસ્તા અને પાણીના મામલે મતદાન નો બહિષ્કાર ની ચીમકીઓ ઉચ્ચારવામા આવી છે.

તંત્ર ઉપર કોઈ જ અસર નહિ!

ધારડી ગામના આગેવાન જયરાજસિંહ એ જણાવ્યું હતુ કે શાળાના ઓરડા ની માગ નહિ સંતોષવામા આવે તો ગામ સમસ્ત દ્વારા મતદાન કરવામાં નહિ આવે ની એક મહિના પહેલા ડે. કલેક્ટર ને રૂૂબરૂૂ મળી લેખિત મૌખિક રજુઆત કરવામા આવી હતી.જેની આજ સુધી કોઈજ ફલશ્રુતિ મળી નથી. તંત્ર ને કોઈજ અસર પડતી નથી તેવું અનુભવ થઈ રહ્યો છે.

ચૂંટણી બહિષ્કાર એટલે…

ચૂંટણી બહિષ્કાર કરવાથી તંત્ર દોડતું થઈ જાય અને અમારા જાહેર હિતમાટે નો પ્રશ્ન હલ થઈ જાય તેવું આમ જનતા માની રહીછે.તળાજા પંથકમા છેલા બે માસ દરમિયાન આવી અનેક ગામડાઓ માંથી ચીમકી આપવામાં આવી છતાંય સરકાર,સ્થાનિક ચૂંટાયેલા કે વિપક્ષ ના રાજકીય આગેવાનો, જવાબદાર અધિકારીઓ ગંભીરતા દાખવતા નથી તેવી લાગણી ઉઠી રહી છે.

Continue Reading

ગુજરાત

તળાજાના ઉંચડી ગામે બે સગાભાઇના ડૂબી જતાં મોત

Published

on

By

  • પાંચ મિત્રો નાવલી નદીમાં નાહવા પડ્યા બાદ બે ડુબ્યા: પરિવારમાં અરેરાટી

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ઉંચડી ગામે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા પાંચ મિત્રો ગામની નાવલી નદીમાં ન્હાવા ગયા હતા.જેમા બે સગા ભાઈઓના ડૂબી જવાથી મોત નિપજ્યા છે. આજ સવાર સુધી જે ઘરમાં બે બાળકોની કિલકારીથી ઘર ગુંજી ઉઠતું હતું તે ઘરે સૂર્યદેવ આથમે તે પહેલાં બંને સગા ભાઈઓના મરશિયા ગવાતા હતા. મળતી વિગતો મુજબ બાબર જ્ઞાતિના અશોકભાઈ મોહનભાઇ ભેડાના બે પુત્રો દર્શન (ઉ.વ.13) જે ધો.8 અને દક્ષ (ઉ.વ.11 )જે ધો.6 મા અભ્યાસ કરતા હતા. આ બંને સગા ભાઈઓ ગામના સાથી મિત્રો યુવરાજ, દર્શક અને પાર્થ સાથે ગામની સીમમાં આવેલ નાવલી નદીના પાણીમાં ગરમીથી રાહત મેળવવા બપોરના સમયે ન્હાવા ગયા હતા. કાળજાણે અહીં રાહ જોઈનેજ બેઠો હોય તેમ બંને સગાભાઈઓ મિત્રોની નજર સમક્ષ જ ડૂબવા લાગ્યા હતા. બાળકોએ તેની જાણ નજીકની વાડીઓ વાળાને કરતા ગામના સેવાભાવી લોકો દોડી આવીને બાળકોને બચાવવા પાણીમાં ખબકયા હતા.

બંને ભાઈઓને તળાજા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા.મૃતકના પિતા ઘરે આરી ભરત નું કામ કરેછે. જ્યારે માતા ખેત મજૂરી કરીને જીવન નિર્વાહ ચલાવવામાં મદદ કરે છે. બનાવના પગલે ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ, તા.પં.પ્રમુખ રાણાભાઈ સોલંકી, જિલ્લા પં. ઉપ પ્રમુખ વિક્રમભાઈ ડાભી સહિતના રાજકીય સમાજિક આગેવાનો, ઉંચડી ગામના લોકો સાંત્વના આપવા હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. ઉલ્લેખનિય છેકે આફતગ્રસ્ત ભેડા પરિવારના સભ્યો મોટાભાગના સુરત વરાછા ખાતે સ્થાઈ થયા છે. બંને બાળકોને મૃત જાહેર કર્યા બાદ તળાજા પોલીસ મથકે જાણ કરવા છતાંય પોણો કલાક વીતવા છતાંય પોલીસ ઇન્કવેસ્ટ સહિતની કાયદાકીય કામગીરી માટે આવિનહતી. આથી તાલુકા પંચાયત પ્રમુખે પો.ઇ સુડેસરાને મોબાઈલ કરીને કહેવું પડ્યું હતું કે ગંભીરતા લો.

પાણીમાંથી જીવતા બહાર કાઢ્યા હતા : જગદીશ ખેર

ઉંચડી ગામના સરપંચ ના પુત્ર જગદીશભાઈ ખેર પોતાની ફોર વહીલમાજ બંને બાળકોને લાવ્યા હતા. તેઓએ જણાવ્યું હતુ કે વાડી વાળાનો ફોન આવતા તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા.પાણીમાંથી કાઢી મારી ગાડીમાં મુક્યા ત્યારે બંને ભાઈઓ ઉલટી કરતા હતા. જીવી જશે તેવી આશા હતી.હોસ્પિટલમાં ડોક્ટરે તપાસતા

બંનેને મૃત જાહેર કર્યા હતા.
બે સગા ભાઈઓના મોતની પ્રથમ ઘટના:શૈલેશ ભેડા
આફતગ્રસ્ત પરિવારના શૈલેશભાઈ ભેડાએ જણાવ્યું હતુ કે બંને ભાઈઓ મિત્રો સાથે ઘરેથી કયારે ન્હાવા ગયા તે ખબરજ હતી નહિ!. કુમળી વયના બે સગા ભાઈઓના આ રીતે મોત થયા હોય તેવી ઉંચડી ગામમાં પ્રથમ ઘટના છે.

Continue Reading

ગુજરાત

ભાવનગરમાં પ્રચાર દરમિયાન પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન રડી પડ્યા!

Published

on

By

ગુજરાતમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારના પ્રચાર દરમિયાન ભગવંત માનની આંખોમાં આંસુ આવી ગયા હતા. માન ભાષણ દરમિયાન અરવિંદ કેજરીવાલ સાથેની તેમની મુલાકાતનો ઉલ્લેખ કરી રહ્યા હતા. ભગવંત માને જેલના તાળા તૂટશે, કેજરીવાલ મુક્ત થશેના નારા પણ લગાવ્યા હતા.

ભાષણ આપતાં ભગવંત માને કહ્યું કે તેઓ અરવિંદ કેજરીવાલના સાચા સૈનિક છે. આજે ઉમેશ મકવાણાએ ઉમેદવારી નોંધાવી હતી. ગુજરાતમાં આજથી ક્રાંતિ શરૂૂ થશે. આજે બંધારણ અને લોકશાહીને બચાવવાની લડાઈ છે. તમે કેજરીવાલને અંદર કરી દેશો, પણ તેમની વિચારસરણી કેવી રીતે રોકશો?

પંજાબના મુખ્યમંત્રીએ કહ્યું, પહેલા ઘરો અને દુકાનોની સફાઈ થતી હતી, હવે અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં આખા ભારતને ઝાડુથી સાફ કરવામાં આવશે. શબ્દસમૂહોની ફેક્ટરી ચાલી રહી છે.

આ લોકો જે જઈ રહ્યા છે તેમના ખાતામાં 15 લાખ રૂૂપિયા આવી ગયા હશે, પરંતુ તે આપણા પંજાબમાં આવ્યા નથી. મશીનમાં બટન વિજેતા નંબર પર હોવું જોઈએ, પ્રથમ આવવું એ નંબર વન છે.

તેમને કહ્યું કે કૃપા કરીને મારા અહીં આવવાનું સન્માન કરો. 4 જૂને પરિણામ આવે ત્યારે તેમને થવું જોઈએ કે ભાવનગરનો ટ્રેન્ડ આવી ગયો છે અને ઝાડુ આગળ વધી રહ્યું છે. આપણે ભારતને બચાવવાનું છે. દેશને બચાવવાનો છે. ગઈકાલે હું અરવિંદ કેજરીવાલને મળ્યો અને તેમણે મને ગુજરાતની જનતાનો આભાર માનવા કહ્યું કે તમે 14% વોટ આપ્યા અને પછી આપ રાષ્ટ્રીય પાર્ટી બની. ગઈ કાલે જ્યારે હું અરવિંદ કેજરીવાલને મળ્યો ત્યારે મારી આંખોમાં આંસુ હતા. તે માણસે શું ખોટું કર્યું કે તેમને હોસ્પિટલો અને શાળાઓ સુધારી? તેઓ અરવિંદ કેજરીવાલ સાથે આતંકવાદી જેવો વ્યવહાર કરી રહ્યા છે. ગુજરાતની જનતાને કહો કે આપણે બધાએ કેજરીવાલ બનવું પડશે.

Continue Reading

Trending