ગુજરાત
બોટાદ એસપી ઓફિસ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો

બોટાદ જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત આ બ્લડ કેમ્પ યોજાયો હતો જે બ્લડ કેમ્પમાં બોટાદ જિલ્લા પોલીસવડા કિશોર બળોલીયા, ડી.વાય.એસ.પી સૈયદ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. હાલ નવરાત્રીના તહેવારો ચાલી રહ્યા છે અને પોલીસ અને પ્રજા બંનેની મિત્રતામાં વધારો થાય અને સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત આ બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ બ્લડ કેમ્પ બોટાદ એસપી ઓફિસ ખાતે આવેલ ઓડિટોરિયમ હોલમાં આ બ્લડ કેમ્પ યોજાયો હતો બ્લડ કેમ્પમાં જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ જોડાયા હતા. એ સાથે જ હોમગાર્ડના જવાનો અને પબ્લિકના લોકોએ પણ બ્લડ કેમ્પમાં બ્લડ ડોનેશન કર્યું હતું. અંદાજિત 50 જેટલી બોટલો એકત્રિત થઈ હતી તેમ જિલ્લા પોલીસ વડા કિશોર બળોલિયાએ માહિતી આપી હતી…
rajkot
જસદણમાં ડાઘિયાઓનો આતંક, એક દિવસમાં 18ને બચકાં ભર્યા

જસદણ શહેરમાં અનેક વિસ્તારોમાં કૂતરાઓની સંખ્યા દિવસે દિવસે વધતી જાય છે. છેલ્લા એક મહિનાથી કુતરાઓએ જસદણ શહેરમાં આતંક મચાવ્યો છે.
જસદણના ટાવર ચોક, છત્રી બજાર, મેઈન બજાર, મોતી ચોક, હાઈસ્કૂલ રોડ સહિતના અનેક વિસ્તારોમાં રખડતા કૂતરાઓની સંખ્યા દિવસે દિવસે વધતી જાય છે. ખાસ કરીને રાત્રે 8 વાગ્યા બાદ અંધારું થતાં બાઈક લઈને પસાર થતાં તેમજ ચાલીને પસાર થતા લોકોને કૂતરાઓ કરડે છે. જસદણ શહેરમાં શનિવારે એક જ દિવસમાં જુદી જુદી 11 વ્યક્તિઓને વિવિધ વિસ્તારમાં કુતરા કરડતા તેમને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને કુતરુ કરડતા આપવા પાત્ર ઇન્જેક્શન આપવામાં આવ્યા હતા. જે લોકોને કુતરા કરડીયા હતા તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને ભારે યાતનાનો સામનો કરવો પડ્યો હતો. જસદણ શહેરના અનેક વિસ્તારોમાં કૂતરાઓએ આંતક મચાવ્યો છે. આ ઉપરાંત કુતરાઓ ઘણી વખત કરડયા પહેલા બાઈક ચાલકની પાછળ દોડતા હોવાથી બાઇક સ્લીપ થવા સહિતના અકસ્માતનો પણ ભય રહે છે. પાલિકા તંત્ર રખડતા કૂતરાઓને પકડીને યોગ્ય કાર્યવાહી કરે તેવી લોકોની લાગણી અને માગણી છે.
jamnagar
ખંભાળિયા નજીક ટ્રકની ટક્કરમાં રિક્ષાચાલક આધેડનું મોત

ખંભાળિયામાં ધરારનગર વિસ્તારમાં આવેલા ગોવિંદ તળાવ ખાતે રહેતા સુલેમાનભાઈ ઇસ્માઈલભાઈ અભુવારા નામના આશરે 55 વર્ષના આધેડ શનિવારે મોડી સાંજે ખંભાળિયા – જામનગર હાઈવે પર અત્રેથી આશરે પાંચ કિલોમીટર દૂર ટી પોસ્ટ પાસેથી પોતાની જી.જે. 10 ટી.ડબલ્યુ. 6372 નંબરની ઓટો રીક્ષા લઈને જઈ રહ્યા હતા, ત્યારે આ માર્ગ પરથી પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. 10 ટીવાય 9151 નંબરના એક ટ્રકના ચાલકે સુલેમાનભાઈની રીક્ષા સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો.
આ જીવલેણ ટક્કરમાં સુલેમાનભાઈને માથાના ભાગે તથા શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઈજાઓ થતા તેમનું ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ નીપજ્યું હતું. આ અકસ્માતના કારણે રિક્ષાનો બુકડો બોલી ગયો હતો.
આ બનાવ અંગે મૃતકના પુત્ર અલ્તાફભાઈ સુલેમાનભાઈ અભુવારા (ઉ.વ. 32, રહે. ધરારનગર) ની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે ટ્રકના ચાલક સામે આઈ.પી.સી. કલમ 279, 304 (અ) તથા એમ.વી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. આઈ.આઈ. નોયડા દ્વારા હાથ ધરવામાં આવી છે.
rajkot
ગોંડલના મુંગાવાવડી ગામે સગીરાને પ્રેમજાળમાં ફસાવી અનેક વખત દુષ્કર્મ

રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના મુંગાવાવડી ગામે 15 વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી ગામના જ યુવાને પોતાના ઘરે લઈ જઈ અનેક વખત દુષ્કર્મ આચર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે આરોપી યુવાનની ધરપકડ કરવાના ચક્રોગતિમાન કર્યા છે.
આ ઘટના અંગેની જાણવા મળતી વિગત મુજબ ગોંડલના મુંગાવાવડી ગામે રહેતા સગીરાના પિતાએ તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે મુંગાવાવડી ગામે રહેતા દર્શિલ સંજયભાઈ દુધાત્રા નામના યુવાનનું નામ આપ્યું છે.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદી મુંગાવાવડી ગામે ખેતી કરે છે જ્યારે તેમને સંતાનમાં 15 વર્ષની સગીર પુત્રીને એક વર્ષ પહેલા આરોપીએ પોતાના પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી સગીરાને ભોળવી પોતાના ઘરે બોલાવી અનેક વખત દુષ્કર્મ આચર્યુ હતું.
ગત તા.29-11-23નાં બપોરના સમયે પણ આરોપીએ સગીરાને ભોળવી પોતાના ઘરે લઈ ગયો હતો અને સગીરા ઉપર દુષ્કર્મ આચર્યુ હતં. બપોરના ગુમ થયેલી સગીરાને પરિવારજનોએ પુછપરછ કરતાં ચોંકાવનારી હકીકતો બહાર આવી હતી. જેના આધારે પોલીસમાં જાણ કરતાં ગોંડલ તાલુકા પોલીસે પોકસો અને દુષ્કર્મની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવાના ચક્રોગતિમાન કર્યા છે. આ બનાવની તપાસ ગોંડલ તાલુકાના પીએસઆઈ જે.એમ.ઝાલા સહિતનો સ્ટાફ ચલાવી રહ્યો છે.
-
Sports2 weeks ago
કોહલી-રોહિત નહીં આ ખેલાડી છે ઓસ્ટ્રેલિયન ટીમ માટે ખતરનાક, કાંગારુ કેપ્ટને કર્યો ખુલાસો
-
LIFESTYLE1 month ago
દિવાળી પહેલા JIO નો મોટો ધમાકો: ઓછી કિંમત ને વધારે ફિચર્સ સાથે 4G મોબાઇલ કર્યો લૉન્ચ, જુઓ કેવા છે ફીચર્સ
-
પોરબંદર1 month ago
પોરબંદર પંથકના ખેડૂત નાં રૂા. 50 હજાર સેરવી લેનાર ત્રણ ઝડપાયા
-
પોરબંદર2 months ago
સગર સમાજની ભગીરથ જનકલ્યાણ યાત્રાનું ભાણવડ ખાતે આગમન
-
પોરબંદર1 month ago
આરોગ્યની જાળવણી માટે ખેડૂતોએ મિલેટ્સ ધાન્યોનું વાવેતર વધારવું જોઇએ: પર્યાવરણ મંત્રી
-
પોરબંદર2 months ago
ગાંધવી સમુદ્ર કિનારે તથા ભાણવડ પાલિકા દ્વારા સ્વચ્છતા ઝુંબેશ
-
સુરેન્દ્રનગર1 month ago
સુરેન્દ્રનગરમાં રેલવે પાટા ઉપર કુદરતી હાજતે બેઠેલા વૃદ્ધને નીંદર ચડી જતા ટ્રેન અડફેટે ચડ્યા
-
પોરબંદર1 month ago
પોરબંદરની સ્વામિનારાયણ નર્સિંગ કોલેજના વોર્ડનના બીભત્સ શબ્દાના ઉચ્ચારથી ચકચાર