Connect with us

ક્રાઇમ

મેંગો માર્કેટ પાસે કારખાનાની દીવાલમાં બાકોરું પાડી 1 લાખના 85 કિલો પિત્તળની ચોરી

Published

on

શહેરના કુવાડવા રોડ પર મેંગો માર્કેટ પાસે આવેલા અથર્વ એન્ટરપ્રાઇઝ નામના કારખાનામાં દીવાલમાં બાકોરું પાડી કારખાનામાં રહેલા 85 કિલો પિતળના દાગીના રૂૂ.1.02 લાખની ચોરી થયાની પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.વધુ વિગતો મુજબ,સામાંકાંઠે આડો પેડક રોડ ગુજરાત સોસાયતી મેઈન રોડ શ્યામ પાર્ક શેરી નં.-01 પિત્રુ ક્રુપા મકાનમાં રહેતા વિનોદભાઈ પરષોતમભાઈ લિંબાસીયા(પટેલ)(ઉ.વ.58)એ ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું ગ્રીનલેન્ડ ચોકડી પાસે મેંગો માર્કેટ ખાતે અથર્વ એન્ટરપ્રાઈઝ નામની ઈમીટેશનની ભઠ્ઠઠ્ઠી ચલાવી વેપાર ધંધો કરું છું.

ગઈ તા.30ના રોજ હું જીયાણા ગામ ખાતે ખેતીના કામે ગયો હતો અને અમારૂૂ કારખાનુ મારો દિકરો ધર્મેશભાઈ સંભાળતા હતા અને અમારા કારખાનામાં ત્રણ કારીગરો કામ કરે છે.ગઈ તા.31ના રોજ સવારના દસેક વાગ્યે મારા દિકરા ધર્મેશનો ફોન આવેલ અને મને વાત કરેલ કે આપડા કારખાનામાં સવારના આપડો કારીગર અમિત સવારે આઠેક વાગ્યે કારખાને ગયેલ અને તાળુ ખોલી અંદર ગયેલ તો આપડા કારખાનાના દરવાજાની બાજુની દિવાલમાં બાકોરૂૂ પડેલ જોયેલ જેથી તેણે મને જાણ કરતા હું ત્યાં ગયો અને જોયુ તો ચોરી થઇ હોય તેમ જણાઈ છે તેમ મને વાત કરી હતી.

બાદમાં ત્યાર પછી હું અમારા કારખાને આવેલ અને જોયુ તો અમારા કારખાનામાં પિતળના દાગીના બનાવવાની ડાયમાં દાગીના બનાવતા હોય અને તેમાં દાગીના પડેલ હોય જે મેં ખાત્રી કરતા આ દાગીના આશરે 85 કિલો કુલ રૂૂ. 1,02,000 ના જોવામાં ના આવતા બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.આ મામલે પીઆઇ એસ.એમ.જાડેજાની રાહબરીમાં પીએસઆઈ કે.ડી.મારુ અને સ્ટાફે આરોપીને સકંજામાં લેવા તજવીજ શરૂૂ કરી છે.

ક્રાઇમ

મોરબીમાં જૂની અદાવતમાં બે શખ્સે મિત્રની ચપ્પલની લારી સળગાવી: ઠારવા જતાં વૃદ્વ દાઝયા

Published

on

By

  • અગાઉ ગાળો અને ધાક-ધમકી આપનાર બંને શખ્સો વિરુદ્ધ ફરિયાદ

મોરબીમાં આવેલા રામકૃષ્ણનગરમાં જુની અદાવતનો ખાર રાખી બે શખ્સોએ મિત્રની ચપ્પલની લારી સળગાવી દીધી હતી. પુત્રની સળગતી લારી ઠારવા જતા પથારીવસ પિતા દાઝી જતા તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મોરબીમાં સામાકાંઠા વિસ્તારમાં આવેલા રામકૃષ્ણનગરમાં રહેતા મનુભાઈ ખોડાભાઈ ડુંગરા નામના 55 વર્ષના આધેડ પોતાના ઘરે હતા ત્યારે સાંજના સાડા સાતેક વાગ્યાના આરસામાં પુત્ર નવઘણના મિત્ર વેલા રાવળ અને જયુભા દરબાર નામના બંને શખ્સોએ ઝઘડો કરી પુત્ર મહેશ ડુંગરાની ચપલની લારી સળગાવી દીધી હતી પથારીવસ મનુભાઈ ડુંગરા પુત્રની સળગતી લારી ઠારવા જતા દાઝી ગયા હતા ગંભીર રીતે દાઝી ગયેલા મનુભાઈ ડુંગરાને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

પ્રાથમિક પૂછપરછમાં વેલા રાવળ અને જયુભા દરબાર બને નવઘણના મિત્રો છે અને ફોન ઉપર ગાળો દેવા મુદ્દે બંનેએ ઝઘડો કરી ધમકી આપી હતી અને બાદમાં હોસ્પિટલે જતા માતા પુત્રને આંતરી ઝઘડો કર્યો હતો અને બાદમાં હોસ્પિટલે રહેલા ગૌરીબેન મનુભાઈ ડુંગરાને ફોન કરી તું તારા ઘરે આવી તારું ઘર જોઈ લે તેવી ધમકી આપી હતી. જે ધમકીને પગલે ગૌરીબેન ડુંગરાએ ઘરે ફોન કરીને તપાસ કરતા બંને શખ્સોએ પુત્રની ચપ્પલની લારી સળગાવી દીધી હતી અને પથારીવસ પિતા પુત્રની લારી ઠારવા જતા અકસ્માતે દાઝી ગયા હોવાનું જાણવા મળ્યું હતું. આ બનાવ અંગે ગૌરીબેન મનુભાઈ ડુંગરાએ મોરબી પોલીસ મથકમાં બંને શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Continue Reading

ક્રાઇમ

ધોરાજીમાં હવાલા રેકેટ; 15 શખ્સોને ઉપાડી લેતી પોલીસ

Published

on

By

  • અનેક લોકોના ખાતામાં કર્ણાટક-હૈદ્રાબાદથી લાખો રૂપિયાની શંકાસ્પદ લેવડ દેવડ: સાયબર સેલની ટીમ ત્રાટકી, સૂત્રધાર પણ સકંજામાં, મોટા ધડાકા થવાની શકયતા

દેશભરમાં લોકસભાની ચૂંટણીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે ત્યારે ચૂંટણીપંચ દ્વારા શંકાસ્પદ નાણાંકીય વ્યવહારો ઉપર બાજ નજર રાખવામાં આવી રહી છે અને શંકાસ્પદ વ્યવહારોનું સતત સ્કેનીંગ થઈ રહ્યું છે ત્યારે રાજકોટ જિલ્લાના ધોરાજીમાંથી મોટુ હવાલા રેકેટ ઝડપાયાનું જાણવા મળી રહ્યું છે. આ હવાલા રેકટે સંદર્ભે ગાંધીનગર સાયબર સેલની ટીમે ધોરાજીમાં ત્રાટકી 15 થી 20 શખ્સોને ઉપાડી લીધા હોવાના અહેવાલો મળી રહ્યાં છે. આ ઘટનામાં ચૂંટણી લક્ષી નહીં પરંતુ અન્ય કોઈ પ્રકારનું હવાલાનું રેકેટ ચાલી રહ્યાનું બહાર આવી રહ્યું છે. જેના પગલે સાઈબર સેલ દ્વારા કેટલાક શંકાસ્પદ શખ્સોના બેંક ખાતા પણ સીઝ કરાવવામાં આવ્યા હોવાનું આધારભૂત સુત્રોમાંથી જાણવા મળી રહેલ છે.

મળતી માહિતી મુજબ, ગત નાણાકીય વર્ષ 2023-24ના અંતિમ મહિનાઓમાં ધોરાજીના કેટલાક છાપેલ કાટલા જેવા શખ્સોના બેંક ખાતાઓમાં હૈદ્રાબાદ અને કર્ણાટકના અલગ અલગ વિસ્તારોમાંથી લાખો રૂપિયાની રકમો જમા થઈ હતી. આ બારામાં હૈદ્રાબાદ સાઈબર સેલે ગુજરાત સાઈબર સેલને જાણ કરતાં સાઈબર સેલ સક્રિય બન્યું હતું અને શંકાસ્પદ ખાતાઓની તપાસ શરૂ કરી હતી. જેમાં ધોરાજીના 15 જેટલા નામચીન શખ્સોના ખાતામાં લાખો રૂપિયાની લેવડ દેવડ થયાનો ઘટસ્ફોટ થતાં આ તમામ શખ્સોના બેંક ખાતાઓ સ્થગિત કરી દેવામાં આવ્યા છે અને 15 જેટલા શખ્સોને સાયબર સેલની ટીમ ગાંધીનગર ઉઠાવી ગઈ હોવાના અહેવાલો મળી રહ્યાં છે.

જો કે આ શખ્સોના ખાતામાં લાખો રૂપિયા કોણે અને કયા હેતુથી નાખ્યા છે ? તે અંગે કોઈ વિગતો હજુ સુધી બહાર આવી નથી પરંતુ પોલીસે આ તમામ લોકોના ખાતામાં નાણા ટ્રાન્સફર કરવાનો હવાલો લેનાર મોઈન નામના સ્થાનિક સુત્રધારને પણ ઝડપી લીધો હોવાથી તેની પુછપરછ દરમિયાન ચોંકાવનારા ધડાકા થવાની શકયતા જાણકારો દર્શાવી રહ્યાં છે. આ ઘટના સંદર્ભે સ્થાનિક સાઈબર સેલને હજુ સુધી કોઈ જાણ કરવામાં આવી નથી પરંતુ ગાંધીનગર સાયબર સેલ દ્વારા જ સમગ્ર ઓપરેશન અત્યંત ગુપ્તતા પૂર્વક પાર પાડવામાં આવ્યું હોવાનું જણાવાય છે.

એક એવી પણ માહિતી મળી છે કે સુત્રધાર મોઈને કેટલાક નાના માણસોને પણ ભોળવી તેના ખાતામાં લાખો રૂપિયાની રકમ અન્ય રાજયોમાંથી જમા કરાવડાવી અને રોકડા ઉપાડી લીધા હોવાનું પણ ખુલી રહ્યું છે. આ ઘટનામાં કોઈ ચોક્કસ ગેંગનો કે દેશ વિરોધી તત્વોનો હાથ છે કે કેમ ? તેના એંગલ ઉપર તપાસ કરવામાં આવી રહી છે. સત્તાવાર રીતે પોલીસ અને સાઈબર સેલના અધિકારીઓ કાંઈ બોલવા તૈયાર નથી પરંતુ 15 જેટલા શખ્સોને રાઉન્ડ અપ કરી પુછપરછ થઈ રહી હોવાનું જણાવી રહ્યાં છે.

Continue Reading

ક્રાઇમ

માતાની ઉત્તરક્રિયામાં ગયેલા મહિલાના મકાનમાંથી રાણી સિક્કા, દાગીના મળી 91 હજારની ચોરી

Published

on

By

શહેરના રેલનગર વિસ્તારમાં આવેલી શાંતિકુંજ રેસીડેન્સીમાં રહેતાં મહિલા અને તેનો પરિવાર માતાની ઉતરક્રિયામાં બહાર ગામ ગયો હતો ત્યારે તસ્કરોએ મકાનને નિશાન બનાવી દરવાજાના તાળા તોડી તિજોરીમાં રાખેલા રાણી સિક્કા, સોનાના દાગીના અને રોકડ મળી રૂા.91 હજારની ચોરી કરી ગયાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતા પ્ર.નગર પોલીસે અજાણ્યા શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ, રેલનગરમાં આવેલી શાંતિકુંજ રેસીડેન્સીમાં બ્લોક નં.બી-3માં રહેતા ભાવનાબેન કિશોરભાઈ નિમાવત (ઉ.45) નામના બાવાજી મહિલાએ પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, તેઓ તેમના પતિ અને સંતાનો સાથે અહિં રહે છે ગત તા.31-3નાં રોજ ગુંદાસરા ગામે રહેતા તેના માતાનું અવસાન થયું હોય ત્યારથી તેઓ ગુંદાસરા ગામે હતાં. ગત તા.11નાં રોજ તેમના માતાની ઉતરક્રિયા હોવાથી પતિ મકાનને તાળુ મારી ગુંદાસરા ગામે આવ્યા હતાં. પાડોશમાં રહેતા બે જમાઈ પણ ગુંદાસરા ગામે આવેલા દરમિયાન જમાઈ ભાવેશભાઈને તેના માતા ભારતીબેનનો ફોન આવેલો અને કહેલું કે ‘તારા સાસુના મકાનમાં લાઈટ ચાલુ છે અને દરવાજાને તાળુ મારેલું નથી’ તેમ જણાવતાં ફરિયાદી અને પરિવારજનો રાજકોટ દોડી આવ્યા હતાં અને તપાસ કરતાં તસ્કરો મકાનના દરવાજાનો નકુચો તોડી મકાનમાં પ્રવેશ કરી માલસામાન વેરવિખેર કરી નાખ્યો હતો તથા લોખંડના કબાટનો લોક તોડી તિજોરીમાંથી સોનાની ચાર બંગળી કિ.રૂા.50 હજાર, સોનાના બુટીયા કિ.રૂા.10 હજાર, સો વર્ષ જુના ચાંદીના રાણી સિક્કા નં.30 કિ.રૂા.1000 તથા રોકડા રૂપિયા 30 હજાર મળી કુલ રૂા.91 હજારના માલમત્તાની ચોરી કરી ગયા હતાં. આ અંગે પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે અજાણ્યા શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી પીએસઆઈ જે.જી.તેરૈયાએ તસ્કરોની શોધખોળ હાથ ધરી છે.

Continue Reading

Trending